________________
પ૮ દિવસથી વધુ ન રહે એને “માસ કલ્પ'કહે છે. () ચૌમાસ કલ્પઃ- અષાઢી પૂનમથી કારતક પૂનમ સુધી આગમોક્ત કારણ સિવાયવિહાર ન કરવો, એક જ જગ્યાએ સ્થિરતાપૂર્વક રહેવું એ “ચૌમાસ કલ્પ” છે. (૭) વ્રત કલ્પ :- પાંચ મહાવ્રત તથા છઠ્ઠા રાત્રિ ભોજન વ્રતનું પાલન કરવું અથવા ચાતુર્યામ ધર્મનુ પાલન કરવું, એ “વ્રત કલ્પ” છે. (૮) પ્રતિક્રમણ :– સવાર સાંજ બન્ને વખત નિયમિત પ્રતિક્રમણ કરવું, એ પ્રતિક્રમણ કલ્પ' છે. (૯) કૃતિ કર્મ :- દીક્ષા પર્યાયથી વડીલને પ્રતિક્રમણ વગેરે સમયસર વંદના વ્યવહાર કરવો, “કૃતિ કર્મ કલ્પ” છે. (૧૦) પુરુષ જ્યેષ્ઠ કલ્પ – કોઈ પણ સાધુ, કોઈ પણ સાધ્વી માટે મોટા હોય છે અર્થાત્ વંદનીય જ હોય છે. એટલે નાના મોટા બધા સાધુ મહારાજ સાધ્વીજીઓ માટે મોટા જ માનવામાં આવે છે અને તે અનુસાર જ યથાસમય વિનય વંદન વ્યવહાર કરવામાં આવે છે. તેમજ સાધુ કોઈ પણ હોય તે સાધ્વીને વ્યવહાર વંદન કરતા નથી. આ પુરુષ જ્યેષ્ઠ' નામનુ દશમું કલ્પ છે.
આ ૧૦કલ્પ પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાંપાલનકરવા આવશ્યક છે. અર્થાત્ તે શ્રમણોને આ કહેલા દશ નિયમ પૂર્ણ રૂપથી લાગુ પડે છે. બાકી રર મધ્યમ તીર્થકરોના શાસનમાં કલ્પ વૈકલ્પિક હોય છે. એની વ્યવસ્થા આ પ્રમાણે છે –
(૧) અચલકલ્પ-સ્વમતિનિર્ણયઅનુસારવસ્ત્ર–પાત્રઓછાવધુ માત્રામાં ઓછા વધુ મૂલ્યવાળા, જેવા પણ સમય પર મળે અને લેવા ઈચ્છે તો લઈ શકે છે. રંગીનવસ્ત્ર કહેવાની પરંપરાબરાબર નથી. (૨) ઔદેશિક–અનેક સાધુસમુહના ઉદ્દેશ્યથી બનેલો આહાર વ્યક્તિગત કોઈ સાધુ લેવા ઈચ્છે તો તે લઈ શકે છે. અગર એના માટે જ વ્યક્તિગત કોઈએ બનાવ્યો હોય તો તે આધાકર્મી લઈ શકતા નથી. (૩) રાજપિંડ- ઈચ્છાનુસાર અમુક પ્રસંગે લઈ શકે છે. (૪) માસ કલ્પ– આવશ્યક લાગે તો ર૯ દિવસથી વધારે પણ ઈચ્છાનુસાર રહી શકે છે. (૫) ચૌમાસ કલ્પ– આવશ્યક લાગે તો ભાદરવા સુદ ૫ ના પહેલા વિહાર કરી શકે છે. પાંચમના દિવસથી કારતક સુદ ૧૫ સુધી વિહાર કરવાનો નહિ, એટલા નિયમનું પાલન કરે છે. (૬) પ્રતિક્રમણ– આવશ્યક લાગે તો સવાર સાંજ પ્રતિક્રમણ કરવું અને આવશ્યક ન લાગે તો ન કરવું. પરંતુ પાખી ચૌમાસી સંવત્સરીના દિવસે સાંજનું પ્રતિક્રમણ અવશ્ય કરવું.
આ પ્રકારની વ્યવસ્થાવાળા આ ૬ વૈકલ્પિક કલ્પ છે. મધ્યમ તીર્થકરના સમયના સાધુઓના આ પ્રકારે વૈકલ્પિક “અસ્થિત કલ્પ' કહેવાય છે. પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને આ દશેકલ્પોનું પાલન આવશ્યક હોવુતે સ્થિત કલ્પ કહેવાય છે. ભગવતી સૂત્રઃ શતક-૨૫
૨૩૫
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org