________________
અસ્થિત કલ્પવાળાના ચાર આવશ્યક કરણીય કલ્પ આ પ્રમાણે છે
(૧) શય્યાતરપિંડ- મકાન માલિકના આહાર વગેરે પદાર્થો લેવા નહિં, (૨) વ્રત–મહાવ્રત ચાતુર્યામતથા અન્યવ્રતનિયમસમિતિ, ગુપ્તિવિગેરેનું આવશ્યક રૂપથી પાલન કરવું. (૩) કૃતિ કર્મ-દીક્ષા પર્યાયના ક્રમથી વંદન વિનય વ્યવહાર કરવો આવશ્યક હોય છે. (૪) પુરુષ જયેષ્ઠ– સાધ્વીઓ માટે બધા સાધુઓને જ્યેષ્ઠ પૂજનીય માની વિનય, વંદન વ્યવહાર કરવો આવશ્યક કલ્પ હોય છે. સ્પષ્ટીકરણ –આઆર્ય સંસ્કૃતિનો અનાદિનિયમ છે. ભારતીય ધર્મસિદ્ધાંતોમાં કયાંય પણ સાધ્વીઓ સાધુઓ માટે વંદનીય કહેવાઈ નથી. એટલે આ ભારતીય સંસ્કૃતિનો લૌકિક વ્યવહાર છે. આ કારણે આ નિયમને મધ્યમ તીર્થકરોના શાસનમાં પણ વૈકલ્પિકન બતાવી આવશ્યકીય નિયમોમાં બતાવ્યું છે. એટલે પુરુષ જ્યેષ્ઠનો વ્યવહાર કરવાનો અનાદિ ધર્મ સિદ્ધાંત જ લૌકિક વ્યવહારને અનુરૂપ છે. એવુ જ સર્વજ્ઞોએ યોગ્ય જોયું છે. આ સિદ્ધાંતથી લોક વ્યવહાર તથા વ્યવસ્થા સુંદર ઢંગથી ચાલી આવે છે. આ આગમિક સિદ્ધાંતનો મતલબ એ નથી કે સાધ્વી સંઘનો આદર થતો નથી. સાધુનિર્ઝન્થ ગૃહસ્થોની કોઈ પણ પ્રકારની સેવા કરી શકતા નથી. પરંતુ સાધ્વીની આવશ્યકીય સ્થિતિમાં તેઓ દરેક સેવા માટે તત્પર રહે છે. તે સેવા–ગોચરી લાવવી, સંરક્ષણ કરવું, ઉઠાવીને અન્યત્ર પહોંચાડી દેવું, કયાંય પડતાં, ગબડતાં, ગભરાતી વખતે સહારો આપવો. અથવા પાણીમાં તણાતા હોય તો તરીને કાઢી લેવા, વિગેરે વિભિન્ન સૂત્રોમાં અનેક પ્રકારની સેવા કહેવાઈ છે. આ અનેક કાર્યોની શાસ્ત્રમાં આજ્ઞા છે. તથા ભાવ વંદન નમસ્કારમાં સાધુ પણ બધા સાધ્વીઓને વંદન નમસ્કાર કરે છે. પુરુષ જ્યેષ્ઠ કલ્પ માત્ર લૌકિક વ્યવહાર માટે જ તીર્થકરો દ્વારા બનાવાયો છે. એની અવહેલના, અવજ્ઞા કરવી શ્રદ્ધાળુ, બુદ્ધિમાનો માટે યોગ્ય નથી. વ્યવહારની જગ્યાએ વ્યવહાર છે અને નિશ્ચય(ભાવ) ની જગ્યાએ નિશ્ચય(ભાવ) છે. આ પુરુષ જ્યેષ્ઠ કલ્પને સમજવાનો સાર છે. આર્ય સંસ્કૃતિમાં લગ્ન થયા પછી પુરુષને ઘેર સ્ત્રી આવે છે. પરંતુ સ્ત્રીના ઘેર પુરુષ આવતો નથી. આ વ્યવહાર પણ પુરુષ જ્યેષ્ઠ કલ્પને પુષ્ટ કરવાવાળો નિવડે છે.
આ દશે કલ્પને અહીં સ્થિત કલ્પમાં સમાવેશ કર્યા છે. પાંચમો ચારિત્રકારઃ- ચારિત્ર પાંચ છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે છે(૧) સામાયિક ચારિત્ર – આ ચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં અલ્પ કાલીન હોય છે. જઘન્ય સાત દિવસનું ઉત્કૃષ્ટ છ મહિનાનું હોય છે. અર્થાત્ એટલા સમયમાં આ ચારિત્રને પુનઃ મહાવ્રતારોપણ કરીને છેદોપસ્થાપનીય ચારિત્રમાં પરિવર્તિત કરી દેવામાં આવે છે. આ કારણે આબેતીર્થકરોના શાસનવર્તી સાધુઓનું સામાયિક ચારિત્ર ઇત્વરિક(થોડા સમયનું) કહેવાય છે. બાકી મધ્યમ તીર્થકરોના શાસનવર્તીિશ્રમણોના તેમજ તીર્થકરોના અને સ્વયંબુદ્ધવિગેરેના ગ્રહણ કરેલા સામાયિક ચારિત્ર આજીવન હોય છે. આ પ્રકારે સામાયિક ચારિત્રના બે ભેદ હોયછે. ઈવરિક સામાયિક ચારિત્ર અનેયાવસ્કથિત (આજીવન) સામાયિકચારિત્ર.
૨૩૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org