________________
પ્રાયશ્ચિત્ત લેવામાં આવે છે. તથા પરિસ્થિતિ સમાપ્ત થવાથી ફરી શુદ્ધ સંયમનું પાલન કરવામાં આવે છે. એવા ઉત્સર્ગ અને અપવાદના વૈકલ્પિક આચરણ વાળા આ કલ્પ(અવસ્થા) સ્થવિર કલ્પ કહેવાય છે. આ કલ્પમાં ગીતાર્થ બહુશ્રતની આજ્ઞાથી શરીર તથા ઉપધિના પરિકર્મ પણ કરી શકાય છે. (૪) જિન કલ્પ:– જિનનો અર્થ થાય છે રાગ દ્વેષના વિજેતા વીતરાગ. તેથી જે કલ્પમાં શરીર તરફ પૂર્ણ વીતરાગતાની જેમ આચરણ હોય છે. તે જિન કલ્પ કહેવાય છે. આ કલ્પમાં સંયમના નિયમ ઉપનિયમોમાં કોઈ પ્રકારના અપવાદ સેવન કરવામાં આવતા નથી. એના સિવાય આ કલ્પમાં શરીર તથા ઉપકરણોનું કોઈ પણ પ્રકારનું પરિકર્મ પણ કરી ન શકાય. અર્થાત્ નિર્દોષ ઔષધ, ઉપચાર કપડા ધોવા, સીવવા, વિગેરે કરવામાં આવતા નથી. રોગ આવી જાય, પગમાં કાંટો લાગી જાય, શરીરના કોઈ ભાગમાં વાગી જાય, લોહી નીકળે, તો પણ કોઈ ઉપચાર કરવામાં આવતો નથી. આવી શારીરિકવીતરાગતા જેમાં ધારણ કરવામાં આવે છે તેને જિન કલ્પ કહેવાય છે. (૫) કલ્પાતીતઃ– જે શાસ્ત્રાજ્ઞાઓ, મર્યાદાઓ, પ્રતિબંધોથી અલગ થઈ જાય છે, મુક્ત થઈ જાય છે. પોતાના જ જ્ઞાન અને વિવેકથી આચરણ કરવું એ જેમનો ધર્મ થઈ જાય છે, એવા પૂર્ણ યોગ્યતા સંપન્ન સાધકોના આચાર “કલ્પાતીત' (અર્થાત્ ઉપર કહેલા ચારેય કલ્પોથી મુક્ત) કહેવાય છે. તીર્થકર ભગવાન તથા ઉપશાંત વિતરાગ; ક્ષીણ વીતરાગ (૧૧,૧૨,૧૩,૧૪માં ગુણ સ્થાનવાળા) વિગેરે કલ્પાતીત હોય છે. તીર્થકર ભગવાન સિવાય છામસ્થ મોહ કર્મ યુક્ત કોઈ પણ સાધક કલ્પાતીત હોતા નથી. સ્થિત કલ્પવાળાના દશ કલ્પ આ પ્રમાણે છે(૧) અચલ કલ્પ:- મર્યાદિત સીમિત તથા સફેદવસ્ત્ર રાખવા તથા પાત્ર વિગેરે અન્ય ઉપકરણ પણ મર્યાદિત રાખવા. અર્થાત્ જે ઉપકરણની ગણના અને માપ જે પણ સૂત્રોમાં બતાવ્યા છે એનું પાલન કરવું અને જેનું માપ સૂત્રોમાં સ્પષ્ટ નથી, એમનું બહુશ્રુતો દ્વારા નિર્દિષ્ટ મર્યાદાનુસાર પાલન કરવુંએ ‘અચલકલ્પ' છે. (૨) ઔદેશિક :- સમુચ્ચય સાધુ સમૂહ માટે બનાવેલ આહાર, મકાન વગેરે દેશિક હોય છે. વ્યક્તિગત નિમિત્તવાળી વસ્તુ અધાકર્મ હોય છે. જે કલ્પમાં દેશિકનો ત્યાગ કરવો પ્રત્યેક સાધક માટે આવશ્યક હોય છે. તે “ઔદેશિક કલ્પ છે. (૩) રાજપિંડઃ-મુગટબંધ અન્ય રાજાઓદ્વારા અભિષિક્ત હોય એવા રાજાઓના ઘરનો આહાર રાજપિંડ કહેવાય છે. તથા એમના બીજા પણ અનેક પ્રકારના રાજપિંડનિશીથ સૂત્રવિગેરેમાં બતાવ્યા છે. એને ગ્રહણ કરવા નહિ. આ રાજપિંડ નામનું ત્રીજુ કલ્પ છે. (૪) શય્યાતરપિંડ -જેના મકાનમાં સાધુ સાધ્વી રહે છે, તે શય્યાતર કહેવાય છે. એના ઘરના આહાર, વસ્ત્ર વિગેરે શય્યાતર પિંડ કહેવાય છે. એમને ગ્રહણ નહિ કરવા તે “શય્યાતર પિંડ કલ્પ છે. (૫) માસ કલ્પ – સાધુ એક ગામવિગેરેમાં ર૯દિવસથી વધુ ન રહે અને સાધ્વી
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org