________________
દ્ર ભાવનું વર્ણન શતક ૧૭, ઉદ્દેશક પ્રથમની સમાન છે તથા વિશેષ વિવરણ માટે અનુયોગ દ્વાર સૂત્ર સારાંશ ખંડ–૭ માં જોવું.
ઉદ્દેશક-૬ : છ નિયઠા
નિગ્રંથ વર્ણન :- પંચ મહાવ્રતધારી શ્રમણોને નિગ્રન્થ કહે છે. એમને ૬ પ્રકારના કહેવાયા છે. (૧) પુલાક (૨) બકુશ (૩) પ્રતિસેવના (૪) કષાય કુશીલ (૫) નિર્પ્રન્થ (૬) સ્નાતક. આ ના સ્વરૂપ ૩૬ દ્વારથી સ્પષ્ટ કર્યા છે. તે દ્વાર આ પ્રમાણે. છે. પહેલો પ્રજ્ઞાપના દ્વાર :- આ દ્વારમાં આ છ ની પરિભાષા તથા અવાંતર ભેદ સમજાવ્યા છે. મૂળ ભેદ નિર્પ્રન્થના પાંચ જ કહ્યા છે. પણ કુશીલના પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ મુખ્ય બે ભેદ કરવામાં આવ્યા છે અને આગળ ૩૫ દ્વારોનું વર્ણન આ ૬ ભેદો પર કરવામાં આવ્યુ છે. એટલે નિર્પ્રન્થના ૬ ભેદ જ કહેવાય છે અને ૬ ભેદો પર સંપૂર્ણ વર્ણન કરવામાં આવે છે. આ છ નિર્પ્રન્થોની પરિભાષા વગેરેને વિસ્તારથી સમજવા માટે સારાંશ ખંડ–ર પરિશિષ્ટમાં જુઓ. બીજો વેદ દ્વાર :- સ્ત્રી, પુરુષ, નપુસંક એમ ત્રણ ભેદ છે. નપુસંકના સ્ત્રી નપુસંક અને પુરુષ, નપુસંક એમ બે ભેદ છે. આ ભેદ એમની યોનિ, લિંગ, સ્તન વગેરે અંગોપાંગની અપેક્ષા હોય છે. આ બન્ને ભેદ સ્વભાવિક જન્મથી હોય છે. કૃત નપુંસક અથવા વિકૃતિ પ્રાપ્ત નપુસંક વિગેરે તો મૌલિક રુપથી લગભગ પુરુષ જ હોય છે. આ નપુસંકોમાં કેવળ સ્ત્રી નપુસંકમાં એક પણ નિયંઠો હોતો નથી. પુરુષ નપુસંકમાં કોઈ કોઈ નિયંઠા હોય છે. તે ચાર્ટમાં જોવું. પુલાક નિર્પ્રન્થમાં સ્ત્રી વેદ હોતા નથી. કારણ કે એમને પૂર્વજ્ઞાન હોતું નથી અને પૂર્વ જ્ઞાન સિવાય તે લબ્ધિ પ્રાપ્ત થતી નથી.
ત્રીજો રાગ દ્વાર ઃ- સરાગ, વીતરાગ એમ બે ભેદ છે. વીતરાગના ઉપશાંત અને ક્ષીણ એમ બે ભેદ છે.
ચોથો કલ્પ દ્વાર ઃ
કલ્પોના પાંચ પ્રકાર છે–
(૧) સ્થિત કલ્પ ઃ– આ કલ્પમાં ૧૦ કલ્પોનું પૂર્ણ રૂપથી નિયમિત પાલન કરવામાં આવે છે.
(૨) અસ્થિત કલ્પ ઃ– આ કલ્પમાં ૪ કલ્પોનું પૂર્ણરૂપથી પાલન કરવામાં આવે છે. ૬ કલ્પોનું વૈકલ્પિક પાલન થાય છે. અર્થાત્ કોઈ કલ્પની કંઈક અલગ વ્યવસ્થા હોય છે અને કોઈ કલ્પનું પાલન ઐચ્છિક નિર્ણય પર હોય છે.
(૩) સ્થવિર કલ્પ :– આ કલ્પમાં સંયમના બધા નાના—મોટા નિયમ ઉપનિયમોનાઉત્સર્ગ રૂપથી(સામાન્યરીતે) પૂર્ણ પાલન કરવામાં આવે છે અને વિશેષ પરિસ્થિતિમાં ગીતાર્થ બહુશ્રુતની સ્વીકૃતિથી અપવાદ સેવન કરવામાં આવે છે. અર્થાત સકારણ સંયમ મર્યાદાથી બાહ્યઆચરણ કરીને એનું આગમમાં કહ્યા મુજબ
ભગવતી સૂત્રઃ શતક-૨૫
Jain Education International
For Private & Personal Use Only
૨૩૩
www.jainelibrary.org