SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ બે પ્રકાર છે. સંખ્યાત પ્રદેશીના સર્વ સકંપ, દેશ સકંપ અને નિષ્કપ એ ત્રણ અને એના પ્રદેશના ત્રણ, એમ છ પ્રકાર છે. આવી રીતે જ ૬-૬ ભેદ અસંખ્ય અને અનંત પ્રદેશીના છે. (૧ થી ૬) અનંત પ્રદેશીના છે. એના દ્રવ્યના બોલોની અનંતર જ તેના પ્રદેશ અનંત ગુણા છે. (૭) અસંખ્યાત પ્રદેશી સર્વ સકંપ અનંત ગુણા (૮) એમના પ્રદેશ અસંખ્યગુણા (૯) સંખ્યાત પ્રદેશી સર્વ સકંપ અનંત ગુણા (૧૦) એમના પ્રદેશ સંખ્યાત ગુણા (૧૧) પરમાણુ સર્વ સકંપ અસંખ્ય ગુણા (૧૨) સંખ્યાત પ્રદેશી દેશ સકંપ અસંખ્ય ગુણા (૧૩) એમના પ્રદેશ સંખ્યાત ગુણા (૧૪) અસંખ્યાત પ્રદેશી દેશ સકંપ અસંખ્યગુણા (૧૫) એમના પ્રદેશ અસંખ્ય ગુણા (૧૬) પરમાણુ નિષ્કપ અસંખ્ય ગુણા (૧૭) સંખ્યાત પ્રદેશી નિષ્કપ સંખ્યાત ગુણા (૧૮) એમના પ્રદેશ સંખ્યાત ગુણા (૧૯) અસંખ્યાત પ્રદેશી નિષ્કપ અસંખ્ય ગુણા. (૨૦) એમના પ્રદેશ અસંખ્ય ગુણા. રુચક પ્રદેશ ઃ- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય તથા જીવોના આઠ આઠ મધ્ય(રુચક) પ્રદેશ હોય છે, જે આઠ આકાશ પ્રદેશ અવગાહન કરે છે, પરંતુ જીવના સંકોચ, વિસ્તાર થતા રહે છે. આ કારણે કયારેક એક બેવિગેરે આકાશ પ્રદેશ પર પણ આઠ મધ્ય પ્રદેશ રહે છે અને કયારેક આઠ આકાશ પ્રદેશ પર પણ રહે છે. પરંતુ સ્વભાવ અનુસાર સાત પ્રદેશ પર રહેતા નથી. ઉદ્દેશક ઃ ૫ (૧) પર્યવ(પજ્જવા) સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ ૫ ની સમાન છે. (૨) સમયથી લઈને પુદ્ગલ પરાવર્તન સુધીના કાળનું સ્વરૂપ અનુયોગદ્વારસૂત્રસારાંશખંડ–૭ની સમાન છે. અસંખ્ય સમયોની આવલિકા યાવત્ સાગરોપમ હોય છે. પુદ્ગલ પરાવર્તનમાં અનંત સમય હોય છે. સંખ્યાત વર્ષોમાં આવલિકા વિગેરે સંખ્યાત હોય છે. પલ્યોપમવિગેરે અસંખ્યાત વર્ષોમાં અસંખ્ય આવલિકા વિગેરે હોય છે. પુદ્ગલ પરાવર્તનમાં અનંત હોય છે. સમયથી માંડીને શીર્ષ પ્રહેલિકા સુધી ૪૬ ભેદ છે. ૧૯૪ અંક હોય છે. અહીં સુધી ગણના સંખ્યા છે, આગળ ઉપમા સંખ્યા છે. ભૂતકાળ, ભવિષ્યકાળ અનંત હોવાથી બરાબર હોય છે. પરંતુ, વર્તમાનનો એક સમય અલગ હોય છે. એને ભવિષ્ય કાળમાં ભેગા કરવાથી ભવિષ્યકાળ સમયાધિક કહેવાય છે. સર્વદ્રા કાળ ભૂતકાળથી બે ગણો(બમણો) સાધિક હોય છે. નિગોદ :–નિગોદ શરીર અનેનિગોદના જીવ એમ બે પ્રકાર છે. પુનઃ સૂક્ષ્મનિગોદ અને બાદર નિગોદ એમ બે ભેદ છે. સૂક્ષ્મ ચક્ષુ ગ્રાહ્ય હોતા નથી. અને બાદરના અસંખ્ય શરીર મળવાથી ચક્ષુ ગ્રાહ્ય થાય છે. એનુ વિશેષ વર્ણન સ્થિતિ વિગેરે જીવાભિગમ સૂત્ર સારાંશ ખંડ–૬ માં જોવું. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ર૩ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy