________________
જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીની બધી સ્થિતિઓ પ્રાપ્ત કરે છે. બીજા, પાંચમા અને આઠમા ગમ્માથી જવાવાળા ઉત્પતિ સ્થાનની યોગ્ય જઘન્ય સ્થિતિ પ્રાપ્ત કરે છે. ત્રીજા, છઠ્ઠા અને નવમા ગમ્માથી જવાવાળા ઉત્પતિ સ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરે છે. પરંતુ તિર્યંચ મનુષ્યના યુગલિયા, જ્યોતિષી અને પહેલા બીજા દેવલોકમાં ઉત્પન્ન થાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ત્રણે ગમ્મામાં ત્યાંની જઘન્ય સ્થિતિ જ પ્રાપ્ત કરે છે. પરંતુ ઉપરોક્ત કથન(નિયમ) અનુસાર ચોથા ગમ્મામાં બધી સ્થિતિઓ અને છઠ્ઠામાં ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરતા નથી. આ કારણથી આ૨૪૩×૨-૧૨ ગમ્મા થતા નથી. આ તૂટેલા ગમ્માની ગણત્રીમાં છે.
(૨) પરિમાણ : :- (૧) સાતમી નારકીમાં ત્રીજા અને નવમા ગમ્મામાં આવનારા સન્ની તિર્યંય ઉત્કૃષ્ટ સંખ્યાતા હોય છે. (૨) સન્ની મનુષ્ય સર્વત્ર ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. (૩) યુગલિયા મનુષ્ય યુગલિયા તિર્યંચ પણ દેવોમાં જ જાય છે અને તે ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. (૪) સન્ની મનુષ્યમાં ઉત્પન્ન થનારા નારકી દેવતા ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. (૫) બાકી બધા બે ઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્ય નારકી દૈવતાં જ્યાં પણજેટલા ગમ્માથી ઉત્પન્ન થાય છે તે ઉત્કૃષ્ટ અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. ઉપરના બધામાં જઘન્ય ૧, ૨, ૩વિગેરે સંખ્યાથી ઉત્પન્ન થઈ શકે છે. (૬) પૃથ્વી વિગેરે ચાર સ્થાવરમા પાંચ સ્થાવર ઉત્પન્ન થાય તો પહેલા, બીજા, ચોથા, પાંચમા ગમ્માથી નિરંતર અસંખ્ય જ ઉત્પન્ન થાય છે. બાકી પાંચ ગમ્મામાં જઘન્ય ૧, ૨, ૩ ઉત્કૃષ્ટ અસંખ્ય ઉત્પન્ન થાય છે. (૭) વનસ્પતિમાં ચાર સ્થાવર ઉત્પન્ન થાય તો ઉક્ત ચાર ગમ્માથી પ્રતિ સમય અનંત ઉત્પન્ન થાય છે. બાકી પાંચ ગમ્મામા જઘન્ય૧, ૨, ૩ ઉત્કૃષ્ટ અસંખ્ય ઉત્પન્ન થાય છે. (૩) અવગાહનાઃ– (૧) નારકી દેવતા જ્યાં પણ જેટલા પણ ગમ્માથી ઉત્પન્ન થાય છે. એમની જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના સર્વત્ર એક સરખી હોય છે. એમની તે અવગાહના પ્રજ્ઞાપના સૂત્ર, જીવાભિગમ સૂત્રમાં કહેવાઈ ગઈ છે.
(૨)પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, સન્ની અસન્ની તિર્યંચ તથા સન્ની અસન્ની મનુષ્ય, ઔદારિકના દશ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. તો ચોથા પાંચમા, છઠ્ઠા ત્રણ જઘન્ય ગમ્મામાં અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભાગની થાય છે. બાકી ગમ્મામાં એમની જીવાભિગમ સૂત્ર કથિત જઘન્ય ઉત્કૃષ્ટ બધી અવગાહના હોય છે. પરંતુ સન્ની મનુષ્યના સાતમા, આઠમા, નવમા ગમ્મામાં સર્વત્ર અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ હોય છે. અને ત્રીજા ગમ્માથી મનુષ્ય તથા તિર્યંચમાં જાય તો અવગાહના જઘન્ય અનેક અંગુલ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ હોય છે.
(૩) અસન્ની તિર્યંચ મરીને નારકી દેવતામાં જ્યાં પણ, જેટલા પણ ગમ્માથી ઉત્પન્ન થાય છેસર્વત્ર એમની અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટજીવાભિગમ કથિતજહોયછે.કોઈફર્ક(અંતર)
હોતો નથી.
(૪) સન્ની તિર્યંચ મરીને નારકી દેવમાં ઉત્પન્ન થાય છે. તો એના ચોથા, પાંચમા, છઠ્ઠા
૨૦૬
Jain Education International
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
For Private & Personal Use Only
www.jainelibrary.org