________________
છે.આગમકને જગમ્મા કહે છે. જેનો અર્થ છે–વસ્તુ, તત્ત્વને પૂછવાની, સમજવાની પદ્ધતિ. એનું તાત્પર્ય એ છે કે એક એક આગતિના બોલમાંસ્થિતિની અપેક્ષા ૯-૯ પ્રશ્નો દ્વારા એના વિષયમાં ઋદ્ધિ જાણવી અને સમજવી. શૂન્ય ગમ્મા – સર્વત્ર જઘન્ય ઉત્કૃષ્ટસ્થિતિ હોયતો ૨૮૮૯ ગમ્મા બને છે. પરંતુ
ક્યાંક તો એકજસ્થિતિ છે અને ક્યાંક એક સ્થિતિ જ પ્રાપ્ત થતી હોય છે તો ત્યાં એ આગતિના સ્થાનથી ગમ્મા બનતા નથી. તે આ પ્રમાણે છે(૧) અસન્ની મનુષ્યની સ્થિતિ કેવળ અંતર્મુહૂર્ત જ છે. એટલે ત્રણ ગમ્મા (સ્થિતિ સંબંધી ત્રણ પ્રશ્નો જ થાય છે. ઓછા થયા. ઔદારિકના દશ ઘરોમાં અસન્ની મનુષ્ય જાય છે. એ બધી જગ્યાએ – ઓછા થવાથી ૧૦x૬= ૬૦ગમ્મા શૂન્ય છે. અર્થાત્ આ પ્રશ્ન બનતા નથી. (૨) સર્વાર્થસિદ્ધમાં ૩૩ સાગરની એક જ સ્થિતિ છે. તે દેવ કેવળ મનુષ્યમાં જ જાય છે અને કેવળ મનુષ્ય જ એમા આવે છે. એટલે આ બે આગતા સ્થાનમાં- ગમ્મા ઓછા થવાથી ૧૨ ગમ્મા શૂન્ય છે. (૩) તિર્યંચ યુગલિયા અને મનુષ્ય યુગલિયા આ બે જીવ જ્યોતિષી અને પહેલા બીજા દેવલોકમાં જાય છે. ત્યારે જઘન્ય સ્થિતિના યુગલિયા ત્યાં એક જ સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. જેનાથી એક ચોથો ગમો જ બને છે. પરંતુ પાંચમો છઠ્ઠો ગમ્યો બનતો નથી. એટલે યુગલિયાસ્થાન ×ગમ્મા = ૨૪૩૪૨=૧ર ગમ્માશૂન્ય છે.
ઉપરના ત્રણે મળીને ૬૦ + ૧૨ + ૧ર = ૮૪ ગમ્મા શૂન્ય છે. એને તૂટેલા ગમ્મા પણ કહે છે.
૨૮૮૯-૮૪ =૨૮૦૫ વાસ્તવિક, સાચા ગમા = પ્રશ્નઉત્તર,વિકલ્પ થાય છે. જે ૪૪ ઘરમાં ૪૮જીવોના ૩ર૧ આગતિ સ્થાનોમાં ૯-૯ગમ્મા કરવાથી તથા ઉપરના ૮૪ ઓછા કરવાથી ૨૮૦પ થાય છે. ત્રદ્ધિ:- આ ર૮૦૫ ગમ્મા અથવા પ્રશ્ન વિવક્ષામાંથી પ્રત્યેક ઉપર ૨૦ દ્વારોનુ વર્ણન છે. આ ૨૦ દ્વારના સંપૂર્ણવર્ણનને ઋદ્ધિ કહેવાય છે. તે દ્વાર આ પ્રમાણે છે(૧) ઉપપાત (ર) પરિમાણ (૩) સંવનન (૪) અવગાહના (૫) સંસ્થાન (૬) લેશ્યા (૭) દષ્ટિ (૮) જ્ઞાન-અજ્ઞાન (૯) યોગ (૧૦) ઉપયોગ (૧૧) સંજ્ઞા (૧૨) કષાય (૧૩) ઈન્દ્રિય (૧૪) સમુદ્યાત (૧૫) વેદના (૧૬) વેદ (૧૭) આયુ (૧૮) અધ્યવસાય (૧૯) અનુબંધ (૨૦) કાયસંવેધ. સમદ્ધિ (સ્થિર અદ્ધિ) -
આ વીસ દ્વારોમાં આઠ દ્વાર એવા છે જેનું વર્ણન સરખુ રહ્યુ છે. અર્થાત્ ૪૮ જીવ ૩ર૧ માંથી કોઈપણ આગતિ સ્થાનમાંથી જાય અથવા૯ગમ્મામાંથી કોઈપણ ગમ્મામાંથી જાય તો પણ આઠવારોનુ વર્ણન સ્થિર રહે છે. તે આ પ્રમાણે છે
૨૦૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org