SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમો વર્ગ – અધ્યારોહ(એક વૃક્ષમાં બીજુ વૃક્ષ)- વત્થલ, માર્ગારક, ચિલ્લી, પાલકશાક, મંડુકી, સર્ષપ, આંબિલ શાકવિગેરેનું વર્ણન વાંસના વર્ગ સરખુ જાણવું. આઠમો વર્ગ :- તુલસી, ચૂયણા, જીરા, દમણા, મયા ઈન્દીવર, શતપુષ્પી, વિગેરેનું વર્ણન વાંસના વર્ગ સરખુ છે. વિશેષ - ૧, ૨, ૩ વર્ગમાં છેલ્લા ત્રણ ઉદ્દેશોમાં દેવ ઉત્પન્ન થવાનું કથન છે. પાંચમા વર્ગમાં સ્કંધના ત્રીજા ઉદ્દેશામાં દેવ ઉત્પન્ન થવાનું કથન છે. બાકી વર્ગ તથા ઉદ્દેશામાં દેવ ઉત્પન્ન થવાનું કથન નથી. સ્થિતિ બધાની ૮૪૧૦ = ૮૦ઉદ્દેશામાં “અનેક વર્ષ છે. ચોખા વિગેરેની ત્રણ વર્ષ વિગેરે સ્થિતિ પહેલાં આ સૂત્રમાં કહેવાઈ છે. જે અહીં પર કહેવાયેલ અનેક વર્ષથી અબાધિત છે. છે શતક ર૧ સંપૂર્ણ છે. શતક : રર પહેલો વર્ગ – તાલ, તમાલ, કેળા, તેતલિ, તક્કલી, દેવદારુ, કેવડા, ગુંદ, હિંગ, લવિંગ, સુપારી, ખજૂર, નારિયેળ, વગેરેનું વર્ણન શાલિવર્ગસરખુ છે. પરંતુ નીચેની વિશેષતાઓ છે. (૧) મૂળ વગેરે પાંચ વિભાગમાં દેવ ઉત્પન્ન થતા નથી. એટલે વેશ્યા ત્રણ છે. (ર) પ્રવાલ વગેરે પાંચ વિભાગમાં દેવઉત્પન્ન થાય છે. એટલે લેશ્યા ચાર છે. (૩) સ્થિતિ–મૂળ વગેરે પાંચની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૦૦૦૦વર્ષ છે. (૪) બાકી પાંચની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનેક વર્ષની છે. (૫) અવગાહના ઉત્કૃષ્ટ– મૂળ અને કંદની અનેક ધનુષ, ત્વચા શાખાના અનેક કોશછે. પ્રવાલ અને પત્રના અનેક ધનુષછે. ફૂલના અનેકહાથ, ફળ, બીજની અનેક અંગુલની છે. જઘન્ય અને મધ્યમવિવિધ પ્રકારની અવગાહના થઈશકેછે. બીજો વર્ગ – લીમડો, આંબો, જાંબુ, પીલુ, સેલ, સલ્લકી, પલાશ, કરંજ, પુત્રજીવક, અરીઠા, હરડા, બહેડા, ચારોલી, નાગકેશર, શ્રીપર્ણી, અશોક વિગેરેનું વર્ણન પણ પહેલા તાલ વર્ગ સરખું છે. ત્રીજો વર્ગ :- અસ્થિક, હિંદુક બોર, કપિત્થ, અમ્બાડગ, બિજોરા, આંબલા, ફણસ, દાડમ, પપલ, ઉંબર, વડ, ન્યગ્રોધ, નંદીવૃક્ષ, પીપર, સતર, સપ્તપર્ણ, લોદ્ર, ધવ, મંદન, કુટજ, કદંબ વગેરેનું વર્ણન પણ તાડવૃક્ષ સરખું છે. ચોથો વર્ગ – રીંગણા, પાંડગંજ, અંકોલવગેરેનુવર્ણન વાંસના વર્ગસરખુ છે. પાંચમોવર્ગ – શ્રિયક, સિરિયક, નવનાલિક, કોરંટક,બંધુજીવક, મણોજા, નલિની, કુંદ વગેરેનું વર્ણન શાલિ વર્ગ સરખું છે. છઠ્ઠો વર્ગ – પૂસફલિકા, તુમ્બી, ત્રપુષી(કાકડી) એલવાલુંકી વગેરે વલ્લિયોનું ભગવતી સૂત્રઃ શતક-ર૧/રરર૩ 1 ર૦૧ | ૨૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy