________________
શતક : ૨૧
=
પહેલો વર્ગઃ– ચોખા, ઘઉં, જવ, જુવાર વિગેરે ધાન્યના દશ વિભાગ છે. (૧) મૂળ (૨) કંદ (૩) સ્કંધ (૪) ત્વચા(છાલ) (૫) શાખા (૬) પ્રવાલ (૭) પત્ર (૮) પુષ્પ (૯) ફળ (૧૦) બીજ. આ દશે વિભાગોમાં જીવ આવીને ઉત્પન્ન થાય છે.
આ દશ વિભાગના જીવોના (૧) ઉત્પત્તિ સંખ્યા (૨) આગતિ (૩) અપહાર સમય (૪) અવગાહના (૫) બંધ (૬) વેદન (૭) ઉદીરણા (૮) લેશ્યા (૯) દૃષ્ટિ (૧૦) કાયસ્થિતિ (૧૧) ભવાદેશ, કાલાદેશ (૧૨) સર્વ જીવ ઉત્પન્ન વિગેરે દ્વારોનું વર્ણન અગિયારમા શતકના પહેલા ઉદ્દેશકના સમાન જાણવું. કેટલીક વિશેષતા નીચે મુજબ છે–
(૧) અવગાહના— જઘન્ય અંગુલના અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અનેક ધનુષ. (૨) સ્થિતિ—જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક વર્ષ (૩ વર્ષ). (૩) કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ
(૪) આગતિ– મૂળ કંદ વિગેરે સાત વિભાગોમાં દેવ આવતા નથી. ફૂલ, ફળ બીજમાં દેવ આવે છે. એની અપેક્ષા લેશ્યા ૪ અને ભંગ ૮૦ હોય છે. (૫) ફૂલ, ફળ, બીજની અવગાહના–જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ અનેક અંગુલની હોય છે.
આ પહેલા વર્ગના કંદ, મૂળ, સ્કંધ વિગેરેના ૧૦ ઉદ્દેશા હોય છે. સાત ઉદ્દેશાના વર્ણન સરખા છે. ફળ, ફૂલ, બીજના વર્ણનમાં આગતિ અને અવગાહનામાં ઉપર્યુક્ત અંતર છે.
-
બીજો વર્ગ :- ચણા, મસૂર, તલ, મગ, અડદ, કુલત્થ વિગેરેનું વર્ણન પહેલા વર્ગના સરખું છે. સ્થિતિ ઉત્કૃષ્ટ અનેક વર્ષની છે. એમા પાંચ વર્ષ જાણવા. ત્રીજો વર્ગ :— અળસી, કુસંભ, કોદ્રવ, કંગુ, સણ, સરસવ વિગેરેનું તથા બીજોની જાતિ, એનુ વર્ણન પણ પહેલા વર્ગના સરખુ છે. સ્થિતિ સાત વર્ષની છે. ચોથો વર્ગ :– વાંસ વેણુ, દંડ, કલ્કાવંશ, ચારુવંશ, વિગેરેનું વર્ણન પહેલા વર્ગ સરખુ છે. પરંતુ એમા દશે વિભાગમાં દેવ ઉત્પન્ન થતા નથી. આગતિમાં અંતર છે. તથા લેશ્યા પણ ત્રણ જ કહેવી. જેથી લેશ્યાના ભંગ ૨૬ જ થશે.
પાંચમો વર્ગ :– ઈક્ષુ વીરણ, ઈક્કડ, ભમાસ, સૂંઠ, તિમિર સતપોરગ, અને નલ વિગેરેનું વર્ણન વાંસ વિગેરે ચોથા વર્ગ સરખુ છે. પરંતુ એના સ્કંધમાં દેવ આવીને ઉત્પન્ન થાય છે. બાકી ૯ વિભાગોમાં દેવ આવતા નથી. દેવોની અપેક્ષા જ લેશ્યા ૪ અને ૮૦ ભંગ પણ કહેવા.
છઠ્ઠો વર્ગ :— દર્ભ, કોતિય, પર્વક, પૌદિના, અર્જુન, ભુસ, એરંડ, કુરુકુંદ, મધુરતૃણ વગેરેનું વર્ણન ત્રીજા વંશ વર્ગ સરખુ છે.
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
For Private & Personal Use Only
૨૦૦
Jain Education International
www.jainelibrary.org