________________
ઉડાનમાં માનુષોત્તર પર્વત પર જઈને રોકાય છે. બીજી ઉડાનમાં નંદીશ્વર દ્વીપમાં જાય છે. આવતી વખતે એક ઉડાનમાં આવી જાય છે.
ઊંચે જવું હોય તો પહેલી ઉડાનમાં મેરુના નંદન વનમાં, બીજી ઉડાનમાં મેરુના પંડક વનમાં જાય છે. આવતી વખતે એક ઉડાનમાં આવી જાય છે. એટલી ઉત્કૃષ્ટગતિવિષય છે. પછી આગમનાગમનની આલોચના પ્રતિક્રમણ કરે તો આરાધક થાય છે, આલોચના પ્રતિક્રમણ કર્યા વગર કાળ કરી જાય તો આરાધક થતા નથી. (૨) જેઘાચારણ મુનિ - તપોલિબ્ધિ સંપન્ન પૂર્વધારીને અઠ્ઠમ અઠ્ઠમના નિરંતર તપ કરવાથી જંધાચરણ લબ્ધિ ઉત્પન્ન થાય છે. વિદ્યાચરણથી આની ગતિ સાત ગણી વધારે હોય છે.
તેઓ પહેલી ઉડાનમાં રુચકવર દ્વીપમાં પહોંચી જાય છે. પાછા આવતી વખતે બીજી ઉડાનમાં નંદીશ્વર દ્વીપમાં રોકાય છે. ત્રીજી ઉડાનમાં પોતાના સ્થાને પહોંચી જાય છે. ઊંચે જવું હોય તો પહેલી ઉડાનમાં પંડગ વનમાં જાય છે. પાછા આવતી વખતે બીજી ઉડાનમાં નંદનવનમાં અને ત્રીજી ઉડાનમાં પોતાના સ્થાને આવી જાય છે. એટલી ઉત્કૃષ્ટગતિવિષય છે. લબ્ધિનો ઉપયોગ કરવાની આલોચના પ્રતિક્રમણ કરે તો જ આરાધક થાય છે.
આ લબ્ધિધારી મુનિરાજ દ્વીપ સમુદ્ર પર્વત વિગેરેના આગમમાં આવેલ વર્ણન અનુસાર સ્થાનોને જોવાના હેતુથી આ લબ્ધિનો પ્રયોગ કરે છે. અથવા પોતાની જિજ્ઞાસાઓનું સમાધાન કરવા કે તીર્થકરોના દર્શન કરવાના હેતુથી પણ લબ્ધિવાળા મુનિરાજ આ લબ્ધિનો પ્રયોગ કરે છે. નોધઃ- લિપિકાળમાં મનઃકલ્પિત પ્રક્ષેપોની પરિપાટીની અંતર્ગત ભગવતી સૂત્રનો પાઠ પણ અંતરભવિત થાય છે. શ્રમણ, નિર્ગસ્થ અથવા શ્રાવકના વર્ણનવાળા આચાર શાસ્ત્રોમાં કયાંય પણ ચૈત્યવંદનનો ઉલ્લેખ નથી. તો પણ અહીં માનુષોત્તર વગેરે પર્વતો પરમુનિરાજની સાથેચૈત્યવંદનનો પાઠપ્રક્ષિપ્ત કરી દેવામા આવ્યો છે. જ્યારે જીવાભિગમ સૂત્રમાં માનુષોત્તર પર્વતનું પૂરું વર્ણન છે. ત્યાં કોઈ મૂર્તિ બતાવી નથી. તો પણ આ પાઠમાં પ્રક્ષેપ કરવાની મતિવાળાઓએમાનુષોતર પર્વતવિગેરે બધી જગ્યાએચૈત્યવંદનનો પાઠ રાખી દીધો છે. ચૈત્ય વંદનનો પાઠ અથવા ચૈત્ય શબ્દ અથવા નમોત્થણનો પાઠ વિગેરે પ્રક્ષેપ અન્ય આગમોમાં પણ કર્યો છે. જેમ કે રાજપ્રશ્રીય સૂત્ર, વ્યવહાર સૂત્ર, જ્ઞાતા સૂત્ર, ઉપાસક દશા વિગેરે. આ વિષયમાં વિશેષ જાણકારી તે સૂત્રોમાં તથા ગુજરાતી સારાંશ ખંડ–૮માં જુઓ. સાર એ છે કે શાશ્વતા સ્થાનોમાં કોઈપણ મરનારા અશાશ્વત વ્યક્તિની મૂર્તિ હોઈ શકે નહીં. માટે મૃત્યુ પામી મોક્ષ જનારા મહાપુરુષોની મૂર્તિ શાશ્વતા સ્થાનોમાં હોતી નથી, તો પછી બીજી કોઈપણ દર્શનીય તસ્વીરને વંદન કરવાનું મુનિઓને પ્રયોજન હોતું નથી. માટે આવા પાઠો મૌલિક ન સમજાય.
(ઉદ્દેશક : ૧૦) (૧) જે જીવોના આયુષ્ય વ્યવહારથી અસમય(અકાળ)માં જ સમાપ્ત થઈ શકે છે.
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૧૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org