________________
વગેરે કરે છે તેઓ કેવલજ્ઞાની અને ધર્મની આશાતના કરે છે. ભાવાર્થ એછે કે શ્રમણ હોય કે શ્રમણોપાસક, એમણે યથાસમયે પોતાના ધર્મસિદ્ધાંતોનું જ્ઞાન તેમજ એનો અર્થ, પરમાર્થ, હેતુ, પ્રશ્ન, ઉત્તર સહિત પ્રાપ્ત કરવા જોઈએ. પોતાને મળેલા સમયનો સદુપયોગ કરી શાસ્ત્રાભ્યાસમાં અવશ્ય સમય આપવો જોઈએ.
શાસ્ત્રાભ્યાસ નહીં વધારનારા પોતાના ધર્મની સ્થિરતાના પૂર્ણ રક્ષક પણ થઈ શકતા નથી અને સમય સમય પર સિદ્ધાંત વિપરીત પ્રરૂપણ ચિંતન કરનારા પણ બની શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા અધ્યયનના ૧૯મા પ્રશ્નના ઉત્તરમાં પણ આ જ ભાવ બતાવ્યો છે અને પ્રસ્તુત પ્રકરણમાં ભગવાને મનુકની પ્રશંસા પછી આ ભાવ પ્રગટ કર્યો છે.
મદ્રુક શ્રાવકનું ભવિષ્ય ઃ– ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને કહ્યું કે આ મહુક શ્રાવક, શ્રાવકપર્યાયની આરાધના કરી પ્રથમ દેવલોકના અરુણાભ વિમાનમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં એક ભવ કરી મુક્ત થશે.
(૬) કોઈ વ્યક્તિ હજાર રૂપ બનાવી યુદ્ધ કરે છે તો પણ એ બધા રૂપોમાં એક જ જીવ હોય છે અને એની વચ્ચે આત્મ પ્રદેશ પણ સંબંધિત હોય છે.
(૭) અસુરો અને દેવોના યુદ્ધ થાય તો વૈમાનિક દેવ જે પણ તણખલા, પાન, લાકડીને સ્પર્શ કરે તે બધા શસ્ત્ર રૂપમાં પરિણત થઈ જાય છે. પરંતુ અસુરકુમારોને તો શસ્ત્રોની વિક્ર્વણા કરવી પડે છે.
(૮) મહર્દિક દેવ કોઈપણ દ્વીપ સમુદ્રની તરત જ પરિક્રમા લગાવીને આવી શકે છે. જંબુદ્રીપથી રુચકવરદ્વીપ સુધી એમ જાણવુ. આગળના દ્વીપ સમુદ્રોમાં જઈ શકે છે અને આવી શકે છે. પરંતુ પ્રયોજનાભાવ હોવાથી પરિક્રમા લગાવતા નથી. (૯) દેવ પુણ્ય ક્ષયનો અનુપાત ઃ— જેટલા પુણ્યાંશને વ્યંતર દેવ ૧૦૦ વર્ષમાં ક્ષય કરે છે, નવનિકાયના દેવ–૨૦૦ વર્ષમાં, અસુરકુમા૨–૩૦૦ વર્ષમાં ગ્રહ નક્ષત્ર તારા વિગેરે જ્યોતિષી-૪૦૦ વર્ષમાં, સૂર્ય ચંદ્ર ૫૦૦ વર્ષમાં, પહેલા બીજા દેવલોકનાદેવ–૧૦૦૦વર્ષમાં, ત્રીજાચોથા દેવલોકના દેવ૨૦૦૦વર્ષમાં, પાંચમા છઠ્ઠા દેવલોકના દેવ ૩૦૦૦ વર્ષમાં, સાતમા આઠમા દેવલોકના દેવ ૪૦૦૦ વર્ષમાં, નવથી બારમા દેવલોકમાં ૫૦૦૦ વર્ષમાં, પહેલા ત્રૈવેયકત્રિકના દેવ લાખ વર્ષમાં, બીજા ત્રૈવેયક ત્રિકના દેવ બે લાખ વર્ષમાં, ત્રીજા ત્રૈવેયક ત્રિકના દેવ ત્રણ લાખ વર્ષમાં, ચાર અનુતર વિમાનના દેવ ચાર લાખ વર્ષમાં અને સર્વાર્થ સિદ્ધના દેવ પાંચ લાખ વર્ષમાં એટલા પુણ્યાંશ ક્ષય કરે છે.
ઉદ્દેશક ઃ ૮
(૧) અકષાયી છદ્મસ્થ શ્રમણ ઉપયોગપૂર્વક ચાલતા હોય તો પણ ક્યારેક કૂકડાના નાના બચ્ચા, બતકના નાના બચ્ચા, જેવા નાના બચ્ચા અચાનક ઉડીને, કૂદીને પગ નીચે આવી શકે છે. એમા એમની ભૂલ નથી હોતી. પરંતુ એ બચ્ચા જ પોતે અચાનક
૧૮૯
www.jainelibrary.org
ભગવતી સૂત્રઃ શતક-૧૮
Jain Education International
For Private & Personal Use Only