________________
(ઉદ્દેશક : ) (૧) કેવળી યક્ષાવિષ્ટ હોતા નથી. (૨) ઉપધિના ત્રણ પ્રકાર –(૧) કર્મોપધિ (ર) શરીરોપધિ (૩) બાહ્યોપકરણ ઉપધિ. એકેન્દ્રિય અને નારકીને બે ઉપધિ છે. બાહોપકરણ નથી. બાકી બધા દંડકમા ત્રણે ઉપધિ છે. સચિત્ત અચિત્તમિશ્રની અપેક્ષાએ બધામાં ત્રણે ઉપધિ છે. નારકીમાં સચિત = શરીર, અચિત = ઉત્પતિ સ્થાન અને મિશ્ર = શ્વાસોચ્છવાસ વગેરે છે. (૩) ઉપધિની જેમ પરિગ્રહમાં પણ આ જ ત્રણ-ત્રણ ભેદ સમજવા. (૪) પ્રણિધાન = સ્થિર યોગ. સુપ્રણિધાન અનેદુપ્રણિધાન એમ બે ભેદ છે. બન્નેના ફરી મન, વચન, કાયા એમ ત્રણ ભેદ છે. જે દંડકમાં જેટલા યોગ છે, એટલા પ્રણિધાન સમજી લેવા. (૫) મદ્રુક શ્રાવક:- રાજગૃહી નગરીની બહાર ગુણશીલ ઉદ્યાનમાં ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા. “મટુકી શ્રાવક દર્શન કરવા માટે ઘરેથી પગે ચાલીને જ નીકળ્યા. વચ્ચે અન્ય તીર્થિકોના નિવાસ સ્થાન આશ્રમની પાસેથી જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક સંન્યાસી એમની પાસે આવ્યા અને પૂછવા લાગ્યા કે તમારા ભગવાન પંચાસ્તિકાય બતાવે છે? તમે એને જાણો જુઓ છો તો અમને પણ બતાવો કે તેઓ ક્યાં છે? અમે પણ જોઈએ. પ્રત્યક્ષ જોવાનું તર્ક અને સમાધાન – મક્કે કહ્યું – કેટલીક વસ્તુઓના કાર્યથી જ એનું અસ્તિત્વ જાણી અને જોઈ શકાય છે. બધી વસ્તુઓ પ્રત્યક્ષ જોઈ શકાતી નથી. અન્યતીર્થિક સંન્યાસી આક્ષેપપૂર્વક કહેવા લાગ્યા કે અરે ! તમે પણ કેવા શ્રાવક છો કે જાણતા નથી, જોતા નથી તો પણ માનો છો?
મદ્રુક શ્રાવકે જવાબમાં અનેક પ્રશ્ન ઉભા કરી દીધા. પવન વાય છે અને તમે જુઓ છો? સુગંધ આવી રહી છે. એને જુઓ છો? (મારા શબ્દ સાંભળી રહ્યા છો એને જુઓ છો?) અરણીકાષ્ટ્રમાં અગ્નિ છે એને જુઓ છો? સમુદ્રની પેલી પાર પણ જમીન છે, એને જુઓ છો? દેવલોક પણ છે. એને જુઓ છો? બધા પ્રશ્નોના જવાબનિશ્ચિત છે કે “જોઈ શક્તા નથી”.
મક્કે એમને સમજાવ્યું કે હે આયુષ્યમાન્! એવુ કરશો તો પૃથ્વીના કેટલાય પદાર્થોનો અભાવ થઈ જશે અર્થાત્ એ બધાનો નિષેધ કરવો પડશે. એટલે કેટલીક વસ્તુઓને હું, તમે અથવા છદ્મસ્થ મનુષ્ય જોઈ શક્તા નથી. તો પણ એના ગુણ, ધર્મ, કાર્યથી તે પદાર્થના અસ્તિત્વનો સ્વીકાર કરવો જોઈએ. એ પ્રમાણે અન્યતીર્થિકોના આક્ષેપનું સમાધાન કરી એમને નિરુત્તર કર્યા અને ભગવાનની સેવામાં પહોંચ્યા, વંદન નમસ્કાર કરી પર્યાપાસના કરવા લાગ્યા. સિદ્ધાંતનું જ્ઞાન આવશ્યક – ભગવાને પરિષદની સમક્ષ એના સાચા જવાબ આપવાની પ્રશંસા કરી અને કહ્યું કે જે જાણ્યા વગર, અજ્ઞાનવશ, ખોટુ પ્રરૂપણ ૧૮૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org