________________
સ્ત્રીઓની સંખ્યા જઘન્ય અને ઉત્કૃષ્ટ પદમાં કડજુમ્મ હોય છે. મધ્યમાં ચારેય હોઈ શકે છે. દેવી તિર્યંચાણી અને મનુષ્યાણીમાં પણ એમ જ જાણવુ.
જઘન્ય ઉંમરવાળા(વરા) અગ્નિકાયના જીવની ઉત્કૃષ્ટ જેટલી સંખ્યા હોય, એટલી જ ઉત્કૃષ્ટ ઉંમરવાળા(પરા) અગ્નિકાયના જીવોની ઉત્કૃષ્ટ સંખ્યા હોય છે. ઉદ્દેશક ઃ ૫
(૧) જેવી રીતે મનુષ્ય અલંકારોથી સજ્જ થવાથી સુંદર દેખાય છે, તેવી રીતે દેવ પણ અલંકારોથી સજ્જ થવાથી સુંદર દેખાય છે. વસ્ત્ર વિગેરેથી અસજ્જ મનુષ્ય સુંદર કે મનોજ્ઞ દેખાતો નથી તેવી રીતે જ દેવ પણ અસુંદર દેખાય છે.
(૨) બધા દંડકોમાં સમ્યક્ત્વમાં ઉત્પન્ન થનારા અથવા સમ્યગ્દષ્ટ જીવ અલ્પકર્મી, હળુકર્મી હોય છે; મિથ્યાદષ્ટિ મહાકર્મી, ભારેકર્મી હોય છે. સમ્યગ્દષ્ટિનો નવો બંધ પણ અત્ય૫ જ હોય છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય જીવોને એની અપેક્ષાથી લગભગ સમકર્મી કહ્યા છે.
(૩) મરણના ચરમ સમયમાં પણ જીવ એ ભવના આયુષ્યને ભોગવે છે. આગળના ભવના આયુષ્યની સામે હોય છે પણ એને ભોગવતો નથી.
(૪) સમ્યગ્દષ્ટિ જીવોની ઈચ્છિત વિકુર્વણા થાય છે. મિથ્યાદષ્ટિઓની સંકલ્પથી વિપરીત વિધુર્વણા પણ થઈ જાય છે.
ઉદ્દેશક : ૬
(૧) પ્રત્યેક પુદ્ગલ સ્કંધમાં વ્યવહારિક નયથી વર્ણાદિ એક એક હોય છે. નિશ્ચય નયથી વદિ ૨૦ બોલ હોય છે. જેમ કે— વ્યવહાર નયથી ગોળ પીળો, સુગંધી, મીઠો વગેરે હોય છે. પરંતુ નિશ્ચયનયથી એમા ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ હોય છે.
આ પ્રમાણે જોવા અને અનુભવમાં આવનારી બધી વસ્તુઓમાં વ્યવહાર નયથી અથવા મુખ્યતાથી ૧ – ૧ અને નિશ્ચય નયથી બધા વર્ણાદિ છે. એમ સમજવું જોઈએ. જેમ કે– હળદર પીળી છે, કાગડો કાળો છે, શંખ સફેદ છે. લીમડો કડવો છે. મયૂરકંઠ લીલો છે વગેરે. રાખ વ્યવહારથી રુક્ષ છે, તોપણ એમા આઠ સ્પર્શછે. (૨) એક પરમાણુમાં એક દ્વિ પ્રદેશીમાં એક ત્રણ પ્રદેશીમાં – એક ચાર પ્રદેશીમાં –
૧+૧+૧+ર = ૫
ઉત્કૃષ્ટ ૨+૨+૨+૪= ૧૦ ઉત્કૃષ્ટ૩+૨+૩+૪=૧૨ ઉત્કૃષ્ટ ૪+૨+૪+૪=૧૪ એક પાંચ પ્રદેશીમાં – ઉત્કૃષ્ટ ૫ +૨+૫+૪=૧૬
આ પ્રકારે અસંખ્ય પ્રદેશી સુધી ૧૬ વર્ણાદિ હોય છે. પ્રદેશીમાં પણ ૧૬ વર્ણાદિ હોય છે. બાદર અનંત પ્રદેશીમાં ૨૦ વર્ષાદિ હોય છે.
=
Jain Education International
—
ભગવતી સૂત્રઃ શતક-૧૮
For Private & Personal Use Only
વર્ણાદિ હોય છે. વર્ણાદિ હોય છે. વર્ણાદિ હોય છે. વર્ણાદિ હોય છે. વર્ણાદિ હોય છે.
સૂક્ષ્મ પરિણત અનંત
૧૮૭
www.jainelibrary.org