________________
પરંતુ કોઈ અરૂપી સિદ્ધ બની પાછો રૂપી સંસારી બનતો નથી.
ઉદ્દેશકઃ ૩) (૧) શૈલેશી અવસ્થામાં રહેલા અણગાર કંપન, સ્પંદન, ગમનાદિકરતા નથી પરંતુ પર પ્રયોગની અપેક્ષા શરીરનું ગમનાદિથઈ શકે છે. અર્થાત્ કોઈધક્કો મારે પાડી દે, ક્યાંક ફેંકી દે, પાણીમાં વહાવી દે, વગેરે પ્રસંગથી શરીર ગતિમાન થાય છે. આ કંપન, સ્પંદન વગેરે પાંચ પ્રકારના છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ. આ પાંચે ચાર ગતિની અપેક્ષા ચાર ચાર પ્રકારના છે.
સામાન્ય ગતિમાન થવાને કંપન કહેવાય છે અને વિશેષ કંપનને ચલન કહેવાય છે. ચલનના મુખ્ય ત્રણ પ્રકાર અને તેર ભેદ છે. ૫ શરીર ચલન, પ ઈન્દ્રિય ચલન ૩યોગ ચલન. આ રૂપોમાં પુદ્ગલોને પરિણમન કરવુ, તે જીવોનીચલના છે. (ર) સંવેગાદિ ૪૯ બોલોના અંતિમ ફળને મોક્ષ કહેવાય છે. અર્થાત્ આ બધા ગુણ મોક્ષ સાધનામાં સહાયક અને ગતિ આપનારા છે. સાધકે સાધના કાળમાં આ ગુણોની વૃદ્ધિ અને સંરક્ષણ કરતા રહેવું જોઈએ. તે ગુણો આ પ્રમાણે છે– (૧) સંવેગ, વૈરાગ્ય ભાવ (૨) નિર્વેદ, ત્યાગ ભાવ (૩) ગુરુ વિગેરેની સેવા (૪) સ્વ આલોચના (૫) સ્વનિંદા (૬) સ્વગર્તા (૭) ક્ષમાપના ભાવ (૮) સુખશાતાઅનુસુકતા = ઉતાવળ રહિતતા = શાંત ભાવથી પ્રવર્તન (૯)ઉપશાંતતાનસુખ શાતામાં શારીરિક પ્રવૃતિઓમાં શાંતિ થાય છે) ઉપશાંતતામાં માનસિક પ્રવર્તનમાં શાંતિ અને ગંભીરતા હોય છે. (૧૦) ભાવ અપ્રતિબદ્ધતા = અનાસક્તિ ભાવ (૧૧)પાપની પૂર્ણ નિવૃત્તિ = અક્રિય (૧૨) વિવિક્ત શય્યા સેવન. (૧૩ થી ૧૭) પાંચ ઈન્દ્રિયસંવર (૧૮થી ર૩) યોગ, શરીર, કષાય, સંભોગ, ઉપધિ અને ભક્તના પ્રત્યાખ્યાન (૨૪) ક્ષમા (રપ) વીતરાગભાવ (રથી ૨૮) ભાવોની, કરણની અને યોગની સત્યતા. (ર૯ થી ૩૧) મન, વચન કાયાના સમ્યક્ અવધારણ(વશમાં રાખવું) (૩ર થી ૪૪) ક્રોધાદિ ૧૩ પાપોનો ત્યાગ (૪૫ થી ૪૭) જ્ઞાન, દર્શન, ચરિત્રથી સંપન્ન થવું. (૪૮) રોગાદિની વેદના સહિષ્ણુતા (૪૯) મારણતિક કષ્ટ ઉપસર્ગમાં સહિષ્ણુતા.
ઉદ્દેશક : ૪-૫) (૧) પ્રાણાતિપાત વગેરે પાંચ પાપથી સ્પષ્ટ થવાથી જીવ કર્મ બંધ કરે છે. શેષ વર્ણન પહેલા શતકના છઠ્ઠા ઉદેશ સરખો છે. અર્થાત કેટલીક દિશાથી કર્મ ગ્રહણ વગેરે થાય છે. (૨) જે સમયમાં (૩) જે ક્ષેત્રમાં અને (૪) જે પ્રદેશમાં જીવ પ્રાણાતિપાત વગેરે કરે છે, ત્યાં સ્પષ્ટ કર્મોના બંધ કરે છે. (૨) કર્મોના ઉદયથી ઉત્પન્નદુઃખ, સ્વકૃત દુઃખ છે. એનું જ જીવવેદન કરે છે. પરંતુ પરકૃત દુઃખનું કર્મનું) વેદન થતું નથી.
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત,
૧૮૦
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org