________________
એનાથી કૃષ્ણલેશી વિશેષાધિક હોય છે. કૃષ્ણલેશી અલ્પર્ધિક હોય છે. પછી ક્રમશઃ તેજાલેશી મહર્દિક હોય છે. ઉદધિકુમાર, દિશાકુમાર, સ્તનિતકુમારનું વર્ણન પણ આ મુજબ છે.
|| શતક ૧૬/૧૪ સંપૂર્ણ ॥ શતક-૧ : ઉદ્દેશક-૧
(૧) કોણિક રાજાના બે મુખ્ય હાથી હતા. (૧) ઉદાઈ હસ્તીરત્ન. (ર) ભૂતાનંદ હસ્તીરત્ન. બન્ને અસુરકુમાર દેવોથી આવીને જન્મ્યા હતા. હવે મરણ પામીને પ્રથમ નરકમાં જશે. ત્યાંથી મહાવિદેહમાં એક ભવ કરી મુક્તિ પામશે. આ જવાબ ગૌતમ સ્વામી દ્વારા રાજગૃહીમાં ભગવાનને પૂછવાથી મળ્યો હતો. (૨) કોઈ વ્યક્તિ વૃક્ષને હલાવે, પાડે, તો એને પાંચ ક્રિયા લાગે છે. હાલવાવાળા તાડ વૃક્ષની શાખા, ફળ વિગેરેના જીવોને પણ પાંચ ક્રિયા લાગે છે. તોડ્યા પછી જ્યારે ફળ યા વૃક્ષ પોતાના ભારથી નીચે પડે છે તો પુરુષને ચાર ક્રિયા લાગે છે. વૃક્ષ વિગેરેના જીવોને પાંચ ક્રિયા લાગે છે. (૩) જીવને ઔદારિક શરીર વિગેરે બનાવતી વખતે તથા એનો પ્રયોગ કરતી વખતે ૩, ૪, યા પ ક્રિયા લાગે છે.
(૪) ભાવ દ્ગ છે. યથા– (૧) ઔયિક (૨) ઔપમિક (૩) ક્ષાયિક (૪) ક્ષયોપશમિક (૫) પારિણામિક (૬) સન્નિપાતિક(મિશ્ર).એનું વિશેષ વર્ણન અનુયોગદ્વાર સૂત્રમાં અને ગુજરાતી સારાંશ ખંડ–૭માં જુઓ.
ઉદ્દેશક : ર
(૧) સંયત, વિરત જીવ ધર્મમાં રહેલો છે. અસંયત, અવિરત જીવ અધર્મમાં રહેલો છે અર્થાત્ તે ધર્મ અધર્મને સ્વીકાર કરીને રહેનારો છે. સમુચ્ચય જીવ અને મનુષ્યમાં ત્રણે ભેદ છે. તિર્યંચમાં બે ભેદ છે. શેષ દંડકમા એક અધર્મ જ છે.
(૨) અસંયત જીવ બાલ કહેવાય છે. સંયત જીવ પંડિત કહેવાય છે અને સંયતાસંયત જીવ બાલ પંડિત કહેવાય છે. ૨૪ દંડકમાં ધર્મ અધર્મની સમાન જાણવુ. (૩) અઢાર પાપમાં, પાપની વિરતિમાં, ચાર બુદ્ધિમાં, અવગ્રહાદિ મતિજ્ઞાનમાં, ચાર ગતિમાં, આઠ કર્મમાં, લેશ્યા, દર્શન, જ્ઞાન-અજ્ઞાન, શરીર યોગ, ઉપયોગમાં રહેલો જીવ અને જીવાત્મા એક છે. અલગ નથી. અન્યતીર્થિક(સાંખ્ય મતાવ– લંબી) પ્રકૃતિ(પ્રવૃતિ) અને જીવાત્માને એકાંત અલગ માને છે. જૈન સિદ્ધાંત કચિત્ ભેદ સ્વીકાર કરે છે પરંતુ આત્યંતિક ભેદ માનતો નથી.
(૪) દેવતા રૂપી(દેખાતા) રૂપોની વિક્રિયા કરી શકે છે. તેઓ અરૂપી રૂપ બનાવી શકતા નથી. પરંતુ સામાન્ય મનુષ્યોને ન દેખાય એવું રૂપ બનાવી શકે છે. વાસ્તવમાં તો તે પણ રૂપી જ હોય છે. જીવ પહેલા રૂપી છે, પછી કેવલી બની અરૂપી બને છે.
ભગવતી સૂત્રઃ શતક-૧૦
Jain Education International
For Private & Personal Use Only
૧૯
www.jainelibrary.org