________________
જાણીને તેને અનુરૂપ આચરણ કરે છે. તેથી સુમંગલ અણગારે પણ પહેલાંજ્ઞાનથી એ જોયુ કે આ રાજા આવો દુર્વ્યવહાર કેમ કરી રહ્યો છે. એનું ભૂત-ભવિષ્ય શું છે? આ જ રીતે ભગવાને એવંતાને દીક્ષા આપી, ભલે ને તેણે કાચા પાણીમાં પાત્રી તરાવી. જમાલીને દીક્ષા તો આપી દીધી, પરંતુ વિચરણની આજ્ઞા માંગવા પર મૌન ધારણ કર્યું. ભગવાને જ્ઞાનમાં ફરસના જોઈને જ તે પ્રકારની પ્રવૃતિઓ કરી હતી.છદ્મસ્થોના તર્કની અહી ગતિ હોતી નથી. આથી આવા-આવા વિવિધ પ્રશ્નો આપણા અનધિકાર ગત છે. નિશ્ચય જ્ઞાનીઓના પ્રત્યેક વ્યવહાર જ્ઞાનસાપેક્ષ હોય છે અને આપણા છદ્મસ્થોના વ્યવહાર બુદ્ધિ સાપેક્ષ હોય છે તેમજ સૂત્ર સાપેક્ષ પણ હોય છે. આ ભિન્નતા જાણીને જ્ઞાનિઓના જ્ઞાન સાપેક્ષ આચરણ સબંધી ઉપરના પ્રશ્નોનાઅથવા આવા અન્ય પણ ઘણા પ્રશ્નોના સમાધાન સ્વતઃ કરી લેવા જોઈએ. (૨૦) ભગવાન પાર્શ્વનાથ ના વિશિષ્ટ શિષ્યોને અહીં દિશાચર શબ્દથી સંબોધ્યા છે. તે પૂર્વેનાજ્ઞાતા હતા. એમણે જીવનમાં દિશાની પ્રમુખતાથી કોઈ વિશિષ્ટતપ, ધ્યાન અથવા વિહારચર્યાનું આચરણ કર્યું હશે. જેનાથી તે દિશાચરના નામથી વિખ્યાત થયા. એમના આગમનથી ગોશાલકની શક્તિમાં વિશેષ અભિવૃદ્ધિ થઈ. એવો સૂત્ર વર્ણનથી આભાષ થાય છે. આ રીતે તેઓ કોઈ વિશિષ્ટ ચમત્કારી જ્ઞાની અને લબ્ધિ સંપન્ન શ્રમણહતા. અર્થ કરનારા કેટલાય વિદ્વાન એમને ભગવાન મહાવીરના શિથિલાચારી પાર્શ્વસ્થ શ્રમણ કહી દે છે. એમનું આ કથન અનુપયુક્ત અને અસંગત છે. (ર૧) મખમતના ભિક્ષાચર લોકો પણ ચાતુર્માસમાં ભ્રમણ કરતા નથી અને ભિક્ષાચર હોવા છતાં સપત્ની ભ્રમણ કરતા હતા તથા ચિત્રફલક દેખાડીને ભિક્ષા પ્રાપ્ત કરતા હતા.
છે શતક ૧૫ સંપૂર્ણ છે
શતક-૧૬: ઉદ્દેશક-૧ (૧) એરણ પર હથોડાનો માર પડવો વગેરે એવી કોઈપણ પ્રવૃતિ કરવાથી અચિત્ત વાયુ ઉત્પન્ન થાય છે. એનાથી સચિત્ત વાયુની હિંસા થાય છે. ત્યારપછી અચિત્ત વાયુ પણ સચિત થઈ જાય છે. પછી તે જીવ બીજા અચિત્ત વાયુના સ્પર્શ થવાથી મરે છે. (૨) અગ્નિ પણ વાયુ વગર બળતો નથી. અગ્નિના જીવોની ઉંમર ત્રણ દિવસ રાતની હોય છે. પછી ત્યાં બીજા અગ્નિના અને વાયુના જીવ ઉત્પન્ન થતા રહે છે. ત્યારે અગ્નિ લાંબા સમય સુધી બળતો રહે છે. (૩) ભઠ્ઠીમાં તપેલા લોખંડને આમ તેમ કરવા કે પકડવામાં લુહારને તથા કામ આવનાર બધા સાધનોને અને ભઠ્ઠીના જીવોને પાંચ ક્રિયા લાગે છે. એરણ પર મુકીને કૂટતી વખતે લુહાર શાળા સહિત બધા ઉપયોગી સાધનોના જીવોને અને લુહારને પાંચ ક્રિયા લાગે છે. (૪) જીવ અધિકરણી છે અને ઈન્દ્રિય વિગેરે અધિકરણોથી કદાચિત અભેદની
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org