________________
આતાપના ભૂમિથી ઉતરીને તે કુંભારશાળામાંઆવ્યો હતો ત્યારે આનંદશ્રમણનેબોલાવીને દૃષ્ટાંત સંભળાવ્યું.
(૫) ભગવાન પ્રતિ પૂર્ણ ભક્તિ અને અર્પણતાની સાથે જ ગોશાલકે શિષ્યત્વ સ્વીકાર કર્યું હતું. પરંતુ તે ૪-૫ વર્ષ સુધી પણ એને પૂરું નિભાવી ન શક્યો. કેમ કે મૂળમાં તે એક અયોગ્ય અને અવિનીત તથા ઉર્દૂડ પ્રકૃતિનો વ્યક્તિ હતો. આ કારણે વિહારકાળમાં વૈશ્યાયન તપસ્વીની છેડ-છાડ જેવા કેટલાય પ્રસંગ એના જીવનમાં બન્યા હતા.
(૬) એને દીક્ષિત કરવામાં ભગવાનનો કોઈ સ્વાર્થ ન હતો. એનો આગ્રહ અને સ્પર્શના (ભાવી) જાણીને એનો સ્વીકાર કર્યો. કેવલજ્ઞાન બાદ ગૌતમ સ્વમીના પૂછવા પર પણ એની જે ચર્ચા ચલાવાઈ, એમા પણ તેવી જ સ્પર્શના અને ગોશાલકના અનેક શ્રમણ શ્રાવકોના શુદ્ધ ધર્મમાં આવવું વગેરે અનેક કારણ રહ્યા હશે. વાસ્તવમાં સર્વજ્ઞ પ્રભુત્રિકાળ જ્ઞાતા હોય છે. તે જ્ઞાન અનુસાર જ યથોચિત આચરણ અને ભાષણ કરે છે.
(૭) ગોશાલકના અનર્ગલ, હિંસક, ક્રૂર વ્યવહાર પર પણ ભગવાન અને એના શ્રમણોનું જે કંઈ પણ વર્ણન છે, એમાં તેઓની ભાષા, વ્યવહાર અને ભાવોનું અવલોકન કરવાથી આ સ્પષ્ટ જ્ઞાત થાય છે કે તેઓ પૂર્ણ સંયમિત હતા. ક્યાંય પણ ગોશાલક પ્રતિ અસભ્ય વર્તન, વચન, તિરસ્કાર અથવા ખોટા માનસની ગંધ પણ ન હતી. એક ઉત્કૃષ્ટ દર્જાનો વિરોધી અને નિરપરાધ શ્રમણોની હત્યા કરનારાની સાથે પણ છતી શક્તિએ અત્યંત શાંતિપૂર્ણ તેઓનો વ્યવહાર હતો. જે મહાન શાંતિનો એક આદર્શ છે. ગોશાલકથી પણ વિશિષ્ટ શક્તિશાળી અને લબ્ધિધારી શ્રમણ ત્યાં હતા. પરંતુ જરાપણ આવેશ, રોષનું વાતાવરણ ભગવાનની તરફથી થયું ન હતું. બે શ્રમણ ગોશાલકની સામે આવ્યા તેમ છતાં એના વ્યવહારમાં આવેશ કે આવેગનું નામોનિશાન ન હતું, કેવળ શિક્ષા આપતું સંબોધન હતું. એના મરણ પ્રસંગને પ્રત્યક્ષ આંખોની સામે જોવા છતાં પણ કોઈએ આવેશ પૂર્ણવ્યવહાર, ધમકી, બદલો લેવો વગેરે કાંઈપણ ન કર્યું.
આ છે જિનવાણીના આરાધકોની ક્ષમતા, શાંતિનો અદ્ભુત સંદેશ. આ સંદેશ આપણા જીવનમાં ઉતરી જાય અને એનાથી સાચી શાંતિ ઉત્પન્ન થશે, ત્યારે આપણે જિનવાણી પ્રાપ્ત કર્યાનું સાચા અર્થમાં સફળ થશે.
ગોશાલકે અનેક અપશબ્દ, અનર્ગલ બકવાસ, ક્રોધાંધ થઈને કહ્યા. એમાથી કોઈનો પણ જવાબ સર્વાનુભૂતિ અથવા સુનક્ષત્ર અણગારે અથવા ભગવાને આપ્યો નથી. અર્થાત્ એની બરાબરી કોઈએ ન કરી. પરંતુ માત્ર સીમિત શબ્દોમાં ઉચિત શિક્ષા અને સત્ય કથન જ કહ્યું.
(૮) ગોશાલકના વર્ણનમાં ૧૮ ભવોમાં સંયમ ગ્રહણનું વર્ણન છે. પરંતુ ભગવતી સૂત્ર શતક ૨૫ માં બતાવ્યું છે કે કોઈ પણ નિયંઠા આઠ ભવથી વધારે પ્રાપ્ત નથી હોતા, સામાયિક આદિચારિત્ર પણ આઠ ભવથી વધારે ભવમાં નથી થઈ શક્યું. તેથી અભવીના સંયમ ક્રિયારાધનથી નવગૈવેયકમાં અનંતવાર જવાની સમાન જ આ પૂર્વના દસ ભવ સમજી લેવા જોઈએ અને ત્યારપછીના આઠ ભવ સંયમ સહિત અવસ્થાના સમજવા
ભગવતી સૂત્રઃ શતક-૧૫
Jain Education International
For Private & Personal Use Only
૧૧
www.jainelibrary.org