________________
ઉપરનાદેવલોકના ઈન્દ્રશધ્યાની વિક્ર્વણા કરતા નથી. પરંતુ સિંહાસનની વિક્ર્વણા કરે છે. કેમ કે એને કાય પરિચારણા હોતી નથી, સ્પર્શ પરિચારણા વગેરે હોય છે.
ઉદ્દેશક : ૦ (૧) એકવાર ગૌતમસ્વામીનામનોગતસંકલ્પોને જાણીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ વ્યાખ્યાન પછી પરિષદનું વિસર્જન થયા બાદ આ પ્રકારે કહ્યું કે હે ગૌતમ! તું અને હું આજથી નહીં, લાંબા સમયથી જન્મ જન્માંતરથી પરિચિત અને સાથી છીએ. અર્થાતુ આ ભવથી પહેલાં દેવલોકમાં અસંખ્ય વર્ષ સાથે હતા. એના પૂર્વે મનુષ્ય ભવમાં પણ આપણો સાથ હતો અને આ ભવ પછી આગળ પણ આપણે બંને મોક્ષ સ્થાનમાં એક સરખા તુલ્ય આત્મ સ્વરૂપમાં સાથે રહેશું. આનાથી ગૌતમસ્વામીને કેવલજ્ઞાન ન હોવાની અધેર્યતામાં બહુ જ શાંતિ અને આશ્વાસન મળ્યું કે મને આ ભવમાં કેવલજ્ઞાન અને મુક્તિની પ્રાપ્તિ અવશ્ય થશે. (૨) ભગવાન અને ગૌતમની આ વાર્તા અથવા તત્ત્વજ્ઞાનને અનુત્તર વિમાનના દેવ પોતાની અવધિજ્ઞાનની મનોવર્ગણા લબ્ધિ દ્વારા જાણે છે-જુએ છે. (૩) તુલ્યતા:- છ પ્રકારની તુલ્યતા કહેવાય છે. (૧) દ્રવ્ય (ર) ક્ષેત્ર (૩) કાળ (૪) ભાવ (૫) ભવ (૯) સંસ્થાન. ૧.પરમાણુ-પરમાણુ, દિપ્રદેશી– દિપ્રદેશી થાવત્ અનંતપ્રદેશ–અનંતપ્રદેશી પરસ્પરમાં તુલ્ય હોય છે. એક શુદ્ધ આત્મા બીજા શુદ્ધ આત્માની સાથે તુલ્ય થાય છે. આ દ્રવ્ય તુલ્યતા છે. ૨. આવી રીતે અવગાહનાની અપેક્ષા ક્ષેત્ર તુલ્યતા હોય છે. ૩. સ્થિતિની અપેક્ષાએ કાળ તુલ્યતા હોય છે. ૪. પુદ્ગલના વર્ણાદિની અપેક્ષાએ અને જીવના ગુણોની અપેક્ષાએ ભાવ તુલ્યતા હોય છે. ૫. નરકાદિ દંડકોના ભવની અપેક્ષાએ ભવ તુલ્યતા હોય છે. ૬. પરિમંડલ વગેરે આકૃતિની અપેક્ષાએ સંસ્થાન તુલ્યતા હોય છે. (૪) સંથારામાં આહારાદિના ત્યાગમાં કાળ કરનારી વ્યક્તિ દેવગતિ વગેરેમાં પહોંચતા જ પહેલા વિશિષ્ટ આસક્તિથી. તીવ્રતાથી આહાર ગ્રહણ કરે છે. પછી ક્રમશઃ તીવ્રતામાં, આસક્તિમાં ઘટાડો થઈ જાય છે. (૫) અનુત્તરવિમાનમાં કેટલાકદેવલવસત્તમ સંજ્ઞક(નામવાળા) હોય છે. સંજ્ઞાનો આશય એ છે કે પહેલાના મનુષ્ય ભવમાં જો એની ઉંમર ૭ લવ પ્રમાણ વધારે હોત તો તે સંપૂર્ણ અવશેષ કર્મક્ષય કરીને એજ ભવમાં મોક્ષ ચાલ્યા જાત. ૭૭ લવનું એક મુહૂર્ત હોય છે. એક લવ એક મિનિટથી નાનો હોય છે અને સેંકડથી મોટો હોય છે. અનુત્તર વિમાનના સમસ્ત દેવ એટલા અલ્પકર્મી હોય છે કે જો તે પૂર્વભવમાં એક છઠની તપસ્યા વધુ કરી લે, એટલી ઉંમર વધુ હોય તો તે એ જ ભવમાં બધા કર્મોનો ક્ષય કરી શકે.ત્યાં અનુત્તર દેવોના શબ્દ, રૂપ વગેરે બધા લોકથી ઉત્તમ, શ્રેષ્ઠ, શ્રેષ્ઠતમ હોય છે. એનાથી અધિક ઊંચા ક્યાં ય પણ શબ્દાદિ વિષય હોતા નથી. અર્થાત્ એના પૌદ્ગલિક સુખ-સંસારના સમસ્ત જીવોના સુખથી અનુત્તર હોય છે. ભગવતી સૂત્રઃ શતક-૧૪
| |૧૫૦ |
૧૫e
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org