________________
અસંખ્યાત પ્રદેશમાં સંખ્યાત સંયોગી ૧૨ ભંગ – સંખ્યા પરમાણુ + એક અસંખ્ય પ્રદેશ, સંખ્યાતા ઢિપ્રદેશી + એક અસંખ્ય પ્રદેશી, આ પ્રકાર ત્રણ પ્રદેશી આદિ સંખ્યાત ખંડ થશે અને એક અસંખ્ય પ્રદેશ નો. યથા-૪ પ્રદેશ સં. + ૧ અસ, પ પ્રદેશ સં. + ૧ અસં, પ્રદેશ સં. + ૧ અસ, ૭ પ્રદેશ સં.+૧અસ, ૮ પ્રદેશ સં.+ ૧ અસં, ૯ પ્રદેશી સં. + ૧ અસ, ૧૦ પ્રદેશ સં. + ૧ અસં, સંખ્યાતા પ્રદેશી સંખ્યાત + ૧ અસ., સંખ્યાતા અસંખ્યાત પ્રદેશના ખંડ(સંખ્યાત અસં.) આ ૧ર ભંગ થયા. અનંત પ્રદેશના ૧૩–૧૩ ભંગઃ- (૧) સંખ્યાતા પરમાણુ + એક અનંત પ્રદેશી થાવત્ (૧૦) સંખ્યાતા દસ પ્રદેશ + એક અનંત પ્રદેશ (૧૧) સંખ્યાતા સંખ્યાત પ્રદેશી+એક અનંત પ્રદેશી (૧૨) સંખ્યાતા અસંખ્યાત પ્રદેશી+એક અનંત પ્રદેશી (૧૩) સંખ્યાતા જ અનંત પ્રદેશી આ પ્રકારે અસંખ્યની સાથે પણ આ જ ૧૩ ભંગ બને છે. એક ભંગ:- સંખ્યાત પ્રદેશી અસંખ્યાત પ્રદેશ અને અનંત પ્રદેશના જે અંતિમ એક-એક ભંગ કહ્યા છે, એમાં બધા પરમાણુ થઈ જાય છે અર્થાત્ સંખ્યા પરમાણુ, અસંખ્યાત પરમાણુ અને અનંત પરમાણુ થાય છે. વિશેષ નોંધ – ર-૨-૫, ૨-૨-૬, ૧--ર-પ આ ત્રણ ભંગમૂળ પાઠમાંનથી એનું કારણ કાંઈપણ ત્યાં સ્પષ્ટ નથી કર્યું. વ્યાખ્યામાં પણ કોઈ વિચારણા આપી નથી. પરંતુ મૂળમાં નથી એટલા માટે "શૂન્ય" છે. એવું કથન કરી દીધું છે.
વાસ્તવમાં અહીં શૂન્ય હોવાનો કોઈ પ્રસંગ જ નથી. તેથી એવું કહેવું અસંગત પ્રતિત થાય છે. કેમ કે જ્યારે આઠ પ્રદેશના ત્રણ ખંડ ર–ર–૪ થઈ શકે છે. તો નવ પ્રદેશમાં ર–ર–પ આમ ત્રણ ખંડ હોવામાં કોઈ અડચણ કેમ હોય? આ રીતે દસ પ્રદેશના ત્રણ ખંડ ૨–૨–૬ અને ચાર ખંડ ૧–ર–ર–પ આ પ્રકારે પગલના વિભાજન હોવામાં પણ કોઈ સૈદ્ધાંતિક બાધા આવતી નથી કેમ કે સિદ્ધાંતમાં ર–૨–૩, ૧-૨-૩, ૨–૨–૪, ૩–૩–૩–૩–૩–૪ આ બધા ભંગ બનાવ્યા છે. ત્યારે ઉપરના ત્રણ ભંગોનો નિષેધ કેવી રીતે કરી શકાય અને એના નિષેધનું કોઈ કારણ પણ નથી.
તેથી નિષ્કર્ષએ છે કે ઉપરના ત્રણ ભંગજે મૂળ પાઠમાંનથી એ કયારેક પણ લિપિ પ્રમાદથી છૂટી ગયા છે. એવું સ્વીકારી લેવું જોઈએ. એવું માનવાથી નવ પ્રદેશી ૨૮+ 1= ર૯ભંગ થશે અને દસ પ્રદેશ ના ૩૯ + ૨ = ૪૧ ભંગ થશે.
એવું માનવું યોગ્ય અને સંગત પ્રતીત થાય છે. ભંગોને અકારણ શૂન્ય કહી દેવું એનો હેતુને સમજાવી શકવો એ જ સિદ્ધ કરે છે કે લિપિદોષથી આ ત્રણ ભંગ મૂળપાઠમાં કયારેક પણ છૂટી ગયા છે.
ભગવતી સૂત્રઃ શતક-૧ર
૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org