________________
અનુભાગ, પ્રદેશ(આબધાં)ની વૃદ્ધિ કરે છે, અશાતા વેદનીયનો વારંવાર બંધ કરે છે અને ચતુર્ગતિક સંસારમાં પરિભ્રમણ કરે છે. શંખ શ્રમણોપાસકની ગતિ – પછી એ શ્રમણોપાસકોએ શંખ શ્રમણોપાસકને વંદન-નમસ્કાર કરીને થયેલ આશાતનાની વિનયપૂર્વક ક્ષમાયાચના કરી. ત્યાર પછી પોત-પોતાના ઘરે ગયા. ગૌતમસ્વામીએ શંખ શ્રમણોપાસકના દીક્ષા લેવા સંબંધી પ્રશ્ન કર્યો. ઉત્તરમાં ભગવાને કહ્યું કે તે દીક્ષા લેશે નહીં. શ્રમણોપાસક પર્યાયથી દેવલોકમાં જાશે અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ, સંયમ તપની આરાધના કરી બધા દુઃખોનો અંત કરશે. શંખપુષ્કલીજીના પૌષધ પરચિંતન સારઃ- પ્રસ્તુત પ્રકરણમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમ ગણધરની જાણકારીમાં એમના શાસનમાં સમસ્ત શ્રમણોપાસકોમાં પ્રમુખ શંખ પુષ્કલીજીના પષ્મી પર્વ દિન માટે પૌષધનું વર્ણન છે. આ ભગવતી સૂત્ર પણ સમસ્ત ઉપલબ્ધ આગમોમાં મહત્ત્વપૂર્ણ શ્રદ્ધાકેન્દ્રનું આગમ છે અને ગણધરો દ્વારા રચિત છે.
અહીંવર્ણિત શ્રાવકોએ મહીનામાંબેઆઠમ, બેચૌદસ,અમાવસ્યા, પૂર્ણિમા એમ પ્રતિપૂર્ણ પૌષધ કરવાના વ્રત ધારણ કર્યા હતા. પકબીપર્વ અમાવાસને પૂનમના જ હોય છે અને વર્તમાન પ્રણાલીથી ચૌદશની પણ હોય છે. તેથી શ્રમણોપાસકોના પ્રતિપૂર્ણ પૌષધનો જ તે દિવસ હતો. એ દિવસે ભગવાનનું પ્રવચન સાંભળીને ઘરે જતાં સમયે માર્ગમાં શંખશ્રમણોપાસકેખાતાં પીતાં(આહાર યુક્ત ઉપવાસ વિના) પૌષધ કરવાનો પ્રસ્તાવ રાખ્યો અને જેનો પુષ્કલી આદિ શ્રાવકોએ સ્વીકાર કર્યો. ત્યારે એક જગ્યાએ એકઠા થઈને ત્યાં ભોજન કરીને પૌષધ કરવાનો નિર્ણય લીધો હતો. તે સ્થાન સંભવતઃ પુષ્કલીજીની પૌષધશાળાનું રાખ્યું. કેમ કે ભોજન સમય સુધી શંખજીના ન આવવા પર પુષ્કલીજી સ્વયં પૌષધ વ્રતમાં તેમને બોલાવવા ગયા.
પુષ્કલીજી જ્યારે શંખજીને બોલાવવા એની પૌષધશાળામાં ગયા ત્યારે એમણે પહેલા ઈરિયાવહિનો કાયોત્સર્ગ કર્યો, પછી વાત કરી. આનાથી એમનું પૌષધમાં જવાનું સ્પષ્ટ થાય છે. પછી પુષ્કલીજીના પાછા આવવા બાદ બધાએ આહાર કર્યો. આથી એ ફલિતાર્થનિકળે છે કે(૧) શ્રાવકના ૧૧ માં વ્રતમાં ઉપવાસ વિના પણ પૌષધ કરી શકાય છે. (૨) આવો પૌષધ પણ પ્રતિપૂર્ણ પૌષધ કહેવાય છે.(સાવધ ત્યાગની અપેક્ષા) (૩) પૌષધ પચ્ચકખાણ પછી આહાર કરી શકાય છે. (૪) પૌષધ પચ્ચખાણબાદઆવશ્યકતા હોવા પરયતનાપૂર્વક એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમનાગમન કરી શકાય છે. એના માટે પહેલાથી મર્યાદા કરવાની આવશ્યકતા હોતી નથી. (૫) વ્યાખ્યાન સાંભળીને પછી પોત-પોતાના ઘરે જઈ આવશ્યક નિર્દેશ કરી ફરી એક જગ્યાએ ભગવતી સૂત્રઃ શતક-૧ર
| |૧૨|
૧ર૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org