________________
પકખી પૌષધઃ-શંખપ્રમુખશ્રાવકોએવંદન-નમસ્કાર કરી પ્રશ્નપૂછયા,સમાધાન ગ્રહણ કરી અને વંદન-નમસ્કાર કરી ઘરે જવા માટે રવાના થયા. માર્ગમાં શંખ શ્રમણોપાસકે કહ્યું કે આજ પષ્મી છે. આપણે બધા ખાઈ-પીને સામૂહિક પૌષધ કરીએ, અન્ય શ્રાવકોએ એમનું કથન સ્વીકાર્યું સ્થાન અને ભોજન તૈયાર કરવાની જવાબદારી માટે નિર્ણય લેવાયો. બધા પોતાના ઘેર જઈ આવ્યા અને એક સ્થાન પર એકઠા થયા. પૌષધવ્રત (દયાવ્રત) લીધું. ભોજનનો સમય નજીક આવવા લાગ્યો પરંતુ શંખશ્રમણોપાસકઆવ્યા નહતા. એનું કારણ એથયું કે પૌષધનો નિર્ણય કરી બધા શ્રાવકપોત પોતાના ઘરની દિશામાં ચાલ્યા. ઘરે પહોંચતા પહેલાં જ શંખજીના વિચાર પરિવર્તિત થઈ ગયા. તેમને ઉપવાસ યુક્ત પૌષધ કરવાનો વિચાર દઢ થઈ ગયો. ઘેર આવી ઉત્પના પત્નીને પૂછીને પૌષધશાળામાં ઉપવાસ સાથે પૌષધ અંગીકાર કર્યો. શ્રાવક-શ્રાવિકાના વંદન વ્યવહાર – શ્રાવકોએ શંખજીને બોલાવવા જવાનો નિર્ણય કર્યો. ત્યારે પુષ્કલી શ્રાવક શંખજીના ઘરે ગયા. ઉત્પલા શ્રમણોપાસિકાએ પુષ્કલી શ્રાવકને ઘરમાં આવતાં જોઈ અને આસનથી ઉઠી સાત-આઠ કદમ સામે જઈ અને વંદન-નમસ્કાર કર્યા, આવવાનું કારણ પુછયું. પુષ્કલી શ્રાવકે કહ્યું કે શંખ શ્રમણોપાસક ક્યાં છે? પૌષધશાળા તરફ સંકેત કરતાં ઉત્પલાએ બતાવ્યું કે એમણે પૌષધ કર્યો છે. પુષ્કલી શ્રાવક પૌષધશાળામાં આવ્યા. ઈરિયાવતિનું પ્રતિક્રમણ કર્યું પછી ચાલવા માટે નિવેદન કર્યું. ખાતાં-પીતાં પૌષધ – શંખ શ્રમણોપાસકે સ્પષ્ટીકરણ કર્યું કે મેં ઉપવાસ સાથે પૌષધ ગ્રહણ કરી લીધો છે. તમે હવે તમારી ઈચ્છા અનુસાર ખાતાં-પીતાં પૌષધ કરો. પુષ્કલી શ્રમણોપાસક પાછા આવી ગયા અને કહ્યું કે શંખજી નહીં આવે. પછી એ શ્રાવકોએ ખાતાં-પીતાં પૌષધ કર્યો. શ્રાવકોમાં વ્યંગવ્યવહાર અને પ્રભુ દ્વારા સંબોધન -બીજાદિવસે બધા શ્રાવક ભગવાનના સમવસરણમાં પહોંચ્યા. શંખજી પૌષધના પારણા કર્યા વગર જ વસ્ત્ર બદલીને ભગવાનના દર્શન કરવા ગયા. પરિષદ એકઠી થઈ. ધર્મ ઉપદેશ થયો. સભાવિસર્જિત થઈ.બીજાશ્રમણોપાસકશંખજીની પાસે પહોંચીને એમનેઉપાલંભ દેવા લાગ્યા કે તમે જ પ્રસ્તાવ રાખ્યો (આદેશ આપ્યો, અને પછી પોતે જ ઉપવાસ સાથે પૌષધ કરી લીધો. આ રીતે ઉપાલંભળંગવચનો થવા લાગ્યા. ત્યારે ભગવાને શ્રાવકોને સંબોધન કર્યું અને કહ્યું– હે આર્યો! આ પ્રકારે શંખ શ્રમણોપાસકની તમે હીલના(અવહેલના) ન કરો. શંખ શ્રમણોપાસકે સુંદર ધર્મ આચરણ અને ધર્મ જાગરણા કરી છે. તે દઢધર્મ, પ્રિયધર્મી શ્રમણોપાસક છે. કષાયનું ફળ – પછી શ્રમણોપાસક શંખના પ્રશ્નનો ઉત્તરદેતાં ભગવાન મહાવીરે ફરમાવ્યું કે ક્રોધ, માન વગેરેથી વશીભૂત થઈને જીવ સાત કર્મની પ્રકૃતિ, સ્થિતિ,
૧૨૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org