________________
દેવલોક સુધી દેવોને અને એમની ઉંમર પણ જોવા લાગ્યો. જેનાથી એ માનવા લાગ્યો કે આટલો જ લોક છે. એના પછી દેવ પણ નથી અને દેવોની ઉંમર પણ નથી. અર્થાત્ ઉત્કૃષ્ટ દસ સાગરોપમની ઉંમરના દેવહોઈ શકે છે. એના પછી કોઈ સ્થિતિ હોતી નથી.
શિવરાજર્ષિની જેમ પુદ્ગલ પરિવ્રાજકે પણ નગરીમાં પોતાના જ્ઞાનનો અને મંતવ્યનો પ્રચાર કર્યો. લોકોમાં ચર્ચાનો વિષય બન્યો. સંયોગવશ ભગવાન આલંભિકા નગરીમાં પધાર્યા. ગોતમ સ્વામીએ ગોચરી દરમિયાન ચાલુ વાત સાંભળી ભગવાનને નિવેદન કર્યું. ભગવાને પરિષદની સામે જ સ્પષ્ટીકરણ કર્યું. ભગવાનના વાય પણ નગરીમાં પ્રચારિત થયાકે– “અનુત્તર વિમાન સુધી દેવ છે, દેવલોક છે, ઉંમર પણદેવોમાં ૩૩ સાગરોપમ સુધી છે.” વગેરે.
લોકો પાસેથી આ વાર્તા પુદ્ગલ પરિવ્રાજક સુધી પણ પહોંચી. તે શંકિત કાંક્ષિત થઈને ભ્રમિત થઈ ગયો. એનું પણ વિલંગ જ્ઞાન ચાલ્યું ગયું. શિવરાજર્ષિની જેમ તે પણ ભગવાનની પર્યુપાસના કરવા ગયો. ઉપદેશ સાંભળ્યો, સંયમ લીધો, એ ભવમાં બધા કર્મો ક્ષય કરી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. દેવલોકોમાં રુપી દ્રવ્ય અને વર્ણાદિ બોલ હોય છે. આ કારણે વિભંગ જ્ઞાનનો વિષય થઈ જાય છે. વિશેષ:- છઠ-છઠના પારણા કરતાં અને આતાપના લેતાં વિવિધ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. વિભંગ જ્ઞાન પણ પરોક્ષ જ્ઞાન હોવાથી એનો પણ લબ્ધિઓમાં સમાવેશ થાય છે.
વાનપ્રસ્થ આશ્રમના તાપસ કંદમૂલ વગેરેને સ્વયં પકાવીને ખાય છે અને સન્યાસાશ્રમના પરિવ્રાજક ભિક્ષાથી આજીવીકા કરે છે. શિવરાજર્ષિએ તાપસી દીક્ષા ધારણ કરી હતી અને પુદ્ગલ પરિવ્રાજકે સંન્યાસી દીક્ષા ગ્રહણ કરી હતી.
છે શતક ૧૧/૧ર સંપૂર્ણ
શતક-૧રઃ ઉદ્દેશક-૧ શંખ-પુષ્કલી શ્રમણોપાસક -
શ્રાવસ્તી નગરીમાં શંખ પ્રમુખ ઘણાં બધા શ્રમણોપાસક રહેતા હતા. શંખ શ્રાવકની ઉત્પલા નામની પત્ની હતી. તે પણ જીવાજીવની જાણકાર યોગ્ય ગુણોથી યુક્ત શ્રમણોપાસિકા હતી. પુષ્કલી નામના શ્રમણોપાસક પણ એ જ નગરીમાં રહેતા હતા.
એકવખત ત્યાં શ્રમણભગવાન મહાવીર સ્વામી પધાર્યા. શ્રાવસ્તી નગરીથી અનેક જનસમૂહ ભગવાનના દર્શન, સેવા માટે કોષ્ટક ઉદ્યાનની તરફ ચાલ્યા. શંખ પુષ્કલી પ્રમુખ શ્રાવક પણ વિશાળ સમૂહની સાથે પગ પાળા ગયા. ભગવાનની સેવામાં પરિષદ એકઠી થઈ. ભગવાને ધર્મ ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને સભા વિસર્જિત થઈ.
ભગવતી સૂત્રઃ શતક-૧ર
૧ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org