________________
કહેવાનું, રાત્રિ પસાર કરવાનું, સ્વપ્ન પાઠકોનું, પુત્ર જન્મ મહોત્સવનું, ખુશખબર આપવાવાળી દાસીઓનું સન્માનનું, ક્રમશઃ વયવૃદ્ધિનુ, પ્રીતિદાનની પાંચસો પ્રકારની વસ્તુઓનું, વિસ્તૃત વર્ણન મૂળ પાઠમાં દર્શાવ્યું છે. જિજ્ઞાસુ પાઠક પ્રસ્તુત મૂળસૂત્રનો અભ્યાસ કરે. દીક્ષા વગેરેનુંવિસ્તૃત વર્ણન અહીં નથી કર્યું. એના માટેજમાલીના પ્રકરણનો નિર્દેશ કર્યો છે, જ્યાં વિસ્તારથી વર્ણન છે.
ઉદ્દેશક : ૧૨
ૠષિભદ્રપુત્ર :- આભિકા નામની નગરીમાં ૠષિભદ્ર પ્રમુખ અનેક શ્રમણ ઉપાસક હતા. એક વખત કયાંક થોડા શ્રાવક એકઠા થઈ વાર્તાલાપ કરતા હતા. પ્રસંગોપાત ત્યાં દેવની ઉંમર સંબંધી વાર્તા ચાલી. ત્યારે ૠષિભદ્ર શ્રાવકે બતાવ્યું કે જઘન્ય દસ હજાર વર્ષથી ૧–૧ સમય વૃદ્ધિ થતાં થતાં ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સુધીની ઉંમર દેવોની હોય છે. કેટલાયને આના પર શ્રદ્ધા ન થઈ. થોડા સમય પછી વિચરણ કરતાં કરતાં શ્રમણ ભગવાન મહાવીરસ્વામી આલંભિકા નગરી પધાર્યા. ઉક્ત શ્રમણોપાસક અને નગરીના અન્ય લોકો ભગવાનની સેવામાં પહોંચ્યા. ઉપદેશ સાંભળીને પરિષદ વિસર્જિત થઈ ગઈ. વંદન નમસ્કાર કરીને તે શ્રમણોપાસકોએ દેવની સ્થિતિનો પ્રશ્ન પૂર્વ હકીકત સાથે પૂછ્યો. ભગવાને સમાધાન કર્યું કે ૠષિભદ્રનું કથન સત્ય છે. હે આર્યો ! હું પણ આવું જ કથન કરું છું.ત્યારે એશ્રમણોપાસકોએ શ્રદ્ધા રાખી અને ૠષિભદ્રની સમીપ જઈનેવંદન-નમસ્કાર અર્થાત્ પ્રણામ અભિવાદન કરીને પોતાની ભૂલનીવિનયપૂર્વક ક્ષમાયાચના કરી. પછી એ શ્રાવકોએ પોતાની જીજ્ઞાસાઓનું સમાધાન કર્યું અને પ્રભુને વંદન-નમસ્કાર કરી અને ચાલ્યા ગયા. શ્રાવકોના ગયા પછી ગૌતમસ્વામીના પ્રશ્ન કરવા પર ભગવાને ફરમાવ્યું કે ૠષિભદ્ર પુત્ર દીક્ષા ગ્રહણ નહીં કરે પરંતુ અનેક વર્ષ શ્રાવક પર્યાયનું પાલન કરી એક મહિનાનોસંથારો કરી, કાળકરી પહેલા દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાં અરુણાભવિમાનમાં ચાર પલ્યોપમની ઉંમર પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રથી મોક્ષ પ્રાપ્ત કરશે.
[વિશેષઃ– કોઈની સત્ય વાતનો સ્વીકાર ન કરવો, અશ્રદ્ઘા કરવી કે તેને ખોટું કહેવું એ પણ તેની આશાતના જ કહેવાય છે. આ જ કારણથી ગૌતમસ્વામી પણ ફરીથી આનંદ શ્રાવક પાસે ખમાવવા ગયા હતા. એવી જ રીતે અહીં પણ ઋષિભદ્ર શ્રમણોપાસકને બીજા શ્રાવકોએ ખમાવ્યા. આવી સરળતા લધુતાની રીત શાસ્ત્રમાં સાધુ શ્રાવક બન્નેને માટે ઘણી જગ્યાએ વર્ણવાયેલ છે. આવા વર્ણનોથી અત્યારના સાધકોને શિક્ષા લઈને એનું આચરણ કરવું જોઈએ.]
પુદ્ગલ પરિવ્રાજક :
આભિકાનગરીના'શંખવન'નામના ઉદ્યાનની સામે ‘પુદ્ગલ’નામનો પરિવ્રાજક રહેતો હતો. તેને ચારે વેદનું સાંગોપાંગ જ્ઞાન હતું અને બ્રાહ્મણમતના સિદ્ધાંતોમાં પારંગત હતો. તે છઠ છઠના પારણા કરી અને આતાપના લેતો હતો. પ્રકૃત્તિભદ્ર વિનીત અને સમભાવોમાં પરિણમન કરતાં તેને વિભંગ નામનું જ્ઞાન ઉત્પન્ન થયું. જેનાથી તે પાંચમાં
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
:
For Private & Personal Use Only
www.jainelibrary.org
૧૨૬ Jain Education International