________________
(૨) યથાયુષ્ક નિવૃત્તિ કાલ – ચારે ગતિમાં જે ઉંમર મળી છે એ કાલનું વ્યતીત હોવું યથાયુષ્ક નિવૃત્તિ કાલ છે. (૩) મરણકાલ– આયુષ્ય પૂર્ણ થવા પર જે શરીર અને જીવને અલગ થવા રૂપી મૃત્યુ થાય છે તે મરણકાલ છે. (૪) અદ્ધાકાલ– સમયથી લઈને આવલિકા, મુહૂર્ત યાવત્ સાગરોપમરૂપ જે કાલ વિભાજન છે તે અદ્ધા કાલ છે.
પલ્યોપમ સાગરોપમ થી આયુષ્યની સ્થિતિઓનાં માપ હોય છે. પલ્યોપમ સાગરોપમ રુપકાળ કેવી રીતે ક્ષય થાયછે, વ્યતીત થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં સુદર્શન શ્રાવકને ભગવાને એના પૂર્વ ભવનું વર્ણન સંભળાવ્યું. પૂર્વ ભવઃ મહાબલ ચરિત્ર:-હસ્તિનાપુર નગરમાં બલ” નામના રાજા રાજ્ય કરતા હતા. એક વખત એની રાણી પ્રભાવતીએ સ્વમુખમાં સિંહ પ્રવેશનું સ્વપ્ન જોયું. જેના ફળ સ્વરૂપે યોગ્ય સમયે એણે એક પુણ્યશાળી બાળકને જન્મ આપ્યો. રાજાએ પુત્રનો જન્મ મહોત્સવ મનાવ્યો. ત્રીજા દિવસે બાળકને સૂર્યદર્શન કરાવ્યા. છઠ્ઠા દિવસે જાગરણ અને અગિયારમા દિવસે અશુચિ નિવૃત્તિકરણ કરાવ્યું, બારમા દિવસે ઉત્સવ ભોજનની સાથે બાલકનું નામકરણ કર્યું. મહાબલકુમાર નામ રાખ્યું.
સુખપૂર્વક એનો બાલ્યકાળ વ્યતીત થયો. સાધિક આઠ વર્ષનો થવાથી એને કલાચાર્યની પાસે અધ્યયન અર્થે મોકલવામાં આવ્યો. યુવાન અવસ્થામાંઆઠ કન્યાઓની સાથે એનું પાણિગ્રહણ કરાવ્યું. પિતાએવિવિધ પ્રકારની સામગ્રી ૮-૮ની સંખ્યામાં એને પ્રીતિદાનરૂપમાંઆપી.આ પ્રકારે તેમહાબલકુમારમાનુષિક સુખ ભોગવતાં કાલવ્યતીત કરવા લાગ્યો.
એક સમયે વિમલનાથ અરિહંતના પ્રપૌત્ર શિષ્ય ધર્મઘોષ અણગાર હસ્તિનાપુર નગરની બહારઉદ્યાનમાં પધાર્યા. જમાલીકુમારની સમાન અહીંમહાબલનું સંપૂર્ણવર્ણન જાણવું યથા–ધર્મશ્રવણ, આજ્ઞા પ્રાપ્તિસંવાદઅને દીક્ષા ગ્રહણ. તેણે ચૌદપૂર્વોનું અધ્યયન કર્યું, જુદા-જુદા તપ અનુષ્ઠાન કરતાં-કરતાં ૧૨ વર્ષની દીક્ષા પર્યાયનું પાલન કર્યું.
એક મહીનાના સંથારાથી આયુષ્ય પૂર્ણ કરી મહાબલ મુનિ પાંચમાં દેવલોકમાં દસ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા. ત્યાં દશ સાગરોપમની ઉંમર પૂર્ણ કરી છે સુદર્શન! તે અહીં વાણિજ્ય ગ્રામમાં જન્મ લીધો યાવત્ સ્થવિર ભગવંતોની પાસે ધર્મનો બોધ પ્રાપ્ત કરી શ્રમણોપાસક બન્યો છો.
આ પ્રકારે અન્ય જીવોની પણ પલ્યોપમ સાગરોપમની ઉંમર સમાપ્ત થાય છે. ભગવાન દ્વારા પ્રશ્નના સમાધાનમાં પોતાના જ પૂર્વભવનું ઘટનાચક્ર સાંભળીને ચિંતન, મનન કરતાં એને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એની શ્રદ્ધા, વૈરાગ્યસંગમાં અતિ વૃદ્ધિ થઈ. આનંદ અશ્રુઓથી તેના નેત્ર ભરાઈ ગયા અને ત્યાં જ સંયમ સ્વીકાર કર્યો. સુદર્શન શ્રમણોપાસકથી સુદર્શન શ્રમણ બની ગયા.ચૌદપૂર્વનું અધ્યયન કર્યું. બાર વર્ષ સુધી દીક્ષા પર્યાયનું પાલન કરી બધા કર્મોનો ક્ષય કર્યો અને સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ ગયા.
આ પ્રકરણમાં રાણીના મહેલનું, શય્યાનું, સિંહ સ્વપ્ન, રાજાની પાસે જઈ અને ભગવતી સૂત્રઃ શતક-૧૧
_| ૧રપ,
૧ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org