________________
ત્રણે લોકના એક આકાશ પ્રદેશમાં જીવના દેશ-પ્રદેશ હોય છે. અજીવના ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયનાદેશ–પ્રદેશ અને કાલ એમ પાંચ ભેદ હોય છે. ઉર્ધ્વ લોકમાં કાલ હોતો નથી. લોકમાં વર્ણાદિ ૨૦બોલ હોય છે. અનંત જીવ દ્રવ્ય, અનંત અજીવ દ્રવ્ય હોય છે. અલોકમાં હોતા નથી.
કરોડો(લાખ કરોડ) માઈલની ગતિથી પણ કોઈદેવ મેરુ પર્વતથી ચાલે તો પણ લાખો કરોડો વર્ષોમાં લોકનો કિનારો આવી શકતો નથી, એટલો વિશાળ લોક છે. અલોક લોકથી પણ અનંત ગણો વિશાળ છે.
જેવી રીતે એક નર્તકીને જોવા માટે હજારો લોકોની દષ્ટિ પડે છે એ દષ્ટિ નર્તકીને અથવા આપસમાં કોઈને બાધાપીડા કરી શકતી નથી; એવી જ રીતે લોકના એક આકાશ પ્રદેશ પર વિવિધ જીવ અને અજીવ રહી શકે છે અને એમાં કોઈને કોઈથી બાધાનથી પહોંચતી, કેમ કે તે સૂક્ષ્મ હોય છે. અથવા ઔદારિક શરીર રહિત વાટે વહેતાજીવ વગેરે હોય છે. અરુપી અજીવ પણ ત્યાં હોય છે. રુપી અજીવ સૂક્ષ્મ પરિણામ પરિણત પણ હોય છે. આ અપેક્ષાઓથી એક આકાશ પ્રદેશ પર આ બધા એક સાથે રહી શકતા હોય છે.
ઉદેશક : ૧૧
સુદર્શન શ્રમણોપાસક
વાણિજ્ય ગ્રામ નામના નગરમાં જીવાજીવના જ્ઞાતા, ગુણસંપન્ન, સુદર્શન શ્રમણોપાસક રહેતા હતા. એક વખત ભગવાન મહાવીર સ્વામી નગરીની બહાર બુતિપલાસકબગીચામાં પધાર્યા. સુદર્શન શ્રાવકવિશાલ જનસમૂહની સાથે ચાલતાં ભગવાનના દર્શન કરવા ગયા. તેમણે પાંચ અભિગમ સાથે દર્શન વંદન કર્યા. પછી ભગવાને આવેલ સમસ્ત પરિષદને ધર્મ ઉપદેશ આપ્યો. ઉપદેશ પૂર્ણ થયા પછી પરિષદના ચાલ્યા જવા બાદ સુદર્શન શ્રમણોપાસકે ભગવાનને વંદન-નમસ્કાર કરી કાલ(સમય) સંબંધી પ્રશ્ન પૂછયો. કાલઃ- કાલ ચાર પ્રકારના હોય છે. (૧) પ્રમાણમાલ (૨) યથાયુષ્ક નિવૃત્તિ કાલ (૩) મરણકાલ (૪) અદ્ધાકાલ. (૧) પ્રમાણમાલ – ૧ર મુહૂર્તથી લઈને ૧૮ મુહૂર્તની રાત્રી હોય છે. એટલો જ દિવસ હોય છે. ત્રણ મુહૂર્તની પોષીથી લઈને સાડાચાર મુહૂર્તની પોષી હોય છે. મોટો દિવસ અને મોટી પોરષી અષાઢમાં હોય છે. નાનો દિવસ અને નાની પોષી પોષ મહીનામાં હોય છે. ૧/૧રર મુહૂર્ત પ્રમાણ પોષી ક્રમશઃ ઘટે છે અને વધે છે. આસો અને ચૈત્રમાં દિવસ-રાત ૧૫-૧૫ મુહૂર્ત(એક સમાન) જ હોય છે. તે સમયે ૩ પોણા ચાર મુહૂર્તની પોરબી હોય છે. આ બધા પ્રમાણકાલ છે. | ૧૨૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org