________________
ઉમર્જક, નિમજ્જક, સમ્રક્ષાલક, ઉર્ધ્વમંડુક, અધોકુંડક, દક્ષિણમૂલક, ઉત્તરકૂલક, શંખધમક, કૂલધમક, મૃગલબ્ધક,હસ્તી તાપસ, જલાભિષેક, કર્યા વગર ભોજનન કરનારા, વાયુમાં રહેનારા, પાણીમાં રહેનારા, વલ્કલ ધારી, જલભક્ષી, વાયુભક્ષી, શેવાલભલી, મૂલાહારી, કંદાહારી, પત્રાકારી, છાલખાનારા, પુષ્પાહારી બીજાહારી, આપોઆપ જ પડેલા ફળ આદિખાનારા ફલાહારી, ઉંચા દંડ રાખનારા, વૃક્ષવાસી, મંડલવાસી, વનવાસી, બિલવાસી, દિશા પ્રોક્ષી આતાપના લેવાવાળા, પંચાગ્નિ તાપ લેનારા વગેરે અને બીજા પણ ઔપપાતિક સૂત્ર વર્ણિત સન્યાસી ગંગા કિનારે રહેતા હતા.
વાનપ્રસ્થ આશ્રમમાં વિવિધ સાધનાઓ અને વિવિધ વેશભૂષા અનેઉપકરણ હોય છે. એ પોતાની માન્યતા અનુસાર વિવિધ તપસ્યાઓ કરે છે. સમભાવઉપશાંતિની ઉપલબ્ધિ પણ કેટલાય સાધક કરે છે. અંતિમ સમયમાં સંલેખના સંથારા પણ કરે છે, જે મહિના, બે મહિના પણ ચાલે છે અને પાદપોપગમન મરણ પણ સ્વીકાર કરે છે. જીવાદિનું સાચું જ્ઞાન અને આચરણ નહોવા છતાં પણ પ્રકૃતિની શાંતિ, સમાધિ અને તપસ્યાના બળથી એ દેવગતિમાં તો જાય છે, પરંતુ અધિકાર ભવનપતિ વ્યંતર આદિ સામાન્ય દેવ થાય છે. ગૌતમ, સ્કંધક, શિવરાજર્ષિ, જેવા કેટલાય ભદ્રિક પરિણામ પુનઃ વીતરાગ પ્રભુની પાસે શ્રમણ પ્રવજ્યા સ્વીકાર કરીને સાધના કરતા આરાધક ગતિને પણ પ્રાપ્ત કરે છે.
ઉદ્દેશક : ૧૦ (૧) લોક અલોક – લોક–અલોક, અધોલોક, તિછલોક, ઉર્ધ્વલોક, આ પાંચનું વર્ણન આ પ્રમાણે છે. લોક– સુપ્રતિષ્ઠક સંસ્થાન અર્થાત્ ત્રણ સરાવલા ક્રમશ: ઉલ્ટા, સીધા, ઉલ્ટા ઉપરા ઉપર રાખ્યા હોય એવો આકાર છે. આમાં જીવ છે; અજીવ છે; ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને એના પ્રદેશ છે; આકાશાસ્તિકાયનો દેશ છે; કાલ છે અને પુદ્ગલના ચાર ભેદ છે. નીચા લોક – ત્રપાકાર(તિપાહીના આકારવાળો) છે. એમાં જીવ છે. સાત ભેદ
અરૂપી અજીવના છે. ચાર રૂપી અજીવના છે. સાત નરકપિંડરૂપ સાત વિભાગ છે. તિર્થાલોક – આ ઝાલરના આકારવાળો છે. અસંખ્યવિભાગરૂપે આમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર છે. જીવ છે. અજીવના ૭+ ૪ = ૧૧ ભેદ છે. ઉર્ધ્વલોક – આ ઉર્ધ્વ(ઉભા) મૃદંગ નો આકારવાળો છે. ૧૫ વિભાગ છે. = ૧૨ દેવલોક, રૈવેયક, અણુતર વિમાન, સિદ્ધશિલા જીવ છે. બાદર અગ્નિ નથી. અજીવમાંથી કાળ નથી. બાકી નીચા લોકસમાન છે. અલોક:- ઝુસિર ગોલકના આકારવાળો છે. તેનો કોઈવિભાગ નથી. તે અરૂપી, અજીવ-દેશ અને અજીવ પ્રદેશ રૂપ છે.
-
ભગવતી સૂત્રઃ શતક-૧૧
૧૩
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org