________________
આ પ્રકારે ક્રમશઃ પારણામાં દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર દિશાનું પૂજન કરી એ દિશાના લોકપાલની આજ્ઞા પ્રાપ્ત કરી, બાકી વિધિપ્રથમ પારણાની સમાન કરતાં, આમ તપ સાધના કરતાં-કરતાં તે ભદ્ર અને વિનીત પ્રકૃતિવાળા શિવરાજર્ષિને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું. જેનાથી તે સાત દીપ સમુદ્ર જોવા લાગ્યા. વિભગ જ્ઞાની શિવરાજર્ષિ – તે આતાપના ભૂમિથી ઝુંપડીમાં આવ્યા. ત્યાંથી તાપસ આશ્રમમાં આવ્યા અને ત્યાંથી હસ્તિનાપુર નગરમાં ગયા અને સર્વ ઠેકાણે પ્રચાર કરવા લાગ્યા કે મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા છે. સાત દ્વીપ સમુદ્ર છે. એટલા જ લોક છે. એનાથી આગળ કાઈનથી. વાત નગરમાં વ્યાપ્ત થઈલોકોની ચર્ચાનો વિષય બની ગયા. કેટલાક શ્રદ્ધા કરવા લાગ્યા, કેટલાક સંદેહ કરવા લાગ્યા.
વિચરણ કરતાં શ્રમણ ભગવાન મહાવીર હસ્તિનાપુરમાં પધાર્યા. ગૌતમ સ્વામી પારણામાં ગૌચરી લેવા ગયા. લોકોની ચર્ચા ગૌતમ સ્વામી સુધી પણ પહોંચી. ગૌતમસ્વામીએ ભગવાનને નિવેદન કરી લોકોનો પ્રશ્ન વ્યક્ત કર્યો. ઉપસ્થિત પરિષદની સમક્ષ જ ભગવાને સ્પષ્ટીકરણ કર્યું કે સાત દ્વીપ સમુદ્ર જોવા સુધીની વાત સાચી છે. પરંતુ એની સાથે એણે જે પ્રરુપણ કરવાનું શરૂ કર્યું છે કે આટલો જ લોક છે, આગળ નથી; તે એમનું કથન મિથ્યા છે અને એનું જ્ઞાનપણ અપૂર્ણ છે. વાસ્તવમાં દ્વીપ સમુદ્ર અસંખ્ય છે.
પરિષદના ચાલ્યા જવાથી નગરમાં બેરંગી વાતો થવા લાગી. શિવરાજર્ષિ સુધી પણ સારી વાર્તા પહોંચી ગઈ. તે શંકિત, કાંક્ષિત થયો,વિચારાધીન બન્યો અને એમનું વિભંગ જ્ઞાન સમાપ્ત થઈ ગયું. ત્યારે એણે એવો વિચાર કર્યો કે શ્રમણ ભગવાન મહાવીરની સમીપ જઈને પર્યુપાસના કરવી મારા માટે આ ભવ, પરભવમાં કલ્યાણકારી થશે; એવો વિચાર કરી તે તાપસ આશ્રમમાં આવ્યા, યોગ્ય ઉપકરણ વેશભૂષા ગ્રહણ કરી ભગવાનની સેવામાં પહોંચ્યો. શિવરાજર્ષિની શ્રમણ દીક્ષા અને મુક્તિઃ – ત્રણ વખત આવર્તન કરી વંદના, નમસ્કાર કરી ભગવાનની સેવામાં બેસી ગયા. ભગવાને શિવરાજર્ષિ પ્રમુખ અન્ય પણ ઉપસ્થિત પરિષદને ઉપદેશ આપ્યો. શિવરાજર્ષિને ભગવાનની વાણી અત્યંત રુચિકર લાગી અને ત્યાં જિન પ્રવજ્યા અંગીકાર કરવા માટે તત્પર થયો. અંધક અણગારની સમાન એનું સંયમ ગ્રહણ સંબંધી વર્ણન સમજવાનું. ઈશાન ખૂણામાં જઈને ભંડોપકરણ રાખી, પંચ મુષ્ઠિ લોચ કરી અને ભગવાનની સામે પહોંચીને વંદન કર્યા. ત્યાર પછી ભગવાને એને વિધિપૂર્વકદીક્ષા પાઠ ભણાવ્યો. શિવરાજર્ષિ શ્રમણ નિર્ગસ્થ બની ગયા. ૧૧ અંગોનું અધ્યયન કર્યું. અંતમાં એ જ ભવમાં બધા કર્મક્ષય કરી મુક્ત થયા. (૨) ગંગા કિનારે રહેનારા અન્ય વાનપ્રસ્થ સન્યાસી – અગ્નિહોત્રી, પોતિક (વસ્ત્રધારી) કૌત્રિક, યાજ્ઞિક, શ્રદ્ધાળુ, ખપ્પરધારી, હુંડિકાધારી, ફલ–ભોજી,
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીતા
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org