________________
(૨) સ્થિતિ– ભિક, નાસિકમાં અનેક વર્ષ, શેષ માં ૧૦,૦૦૦ વર્ષ. (૩) લેશ્યા- કુંભિક, નાલિકા, પલાસમાં ત્રણ, શેષ બધામાં ચાર.
- આ આઠમાં કેટલાક તો વિવિધ પ્રકારના કમલ છે. પલાસ કુંભિક વગેરે પણ એવી જ કોઈ વનસ્પતિઓ હોવી જોઈએ. પલાસથી પ્રસિદ્ધ ઢાંક વનસ્પતિ અર્થ કરાય તો ૧૦,૦૦૦ વર્ષની ઉંમર હોવાનું વિચારણીય હોય છે. આથી પ્રાસંગિક વિવિધ કમલ વિશેષ જ સમજવું જોઈએ.
ઉદ્દેશક : ૯ શિવરાજર્ષિ :(૧) હસ્તિનાપુરમાં ‘શિવ' નામના રાજા રાજય કરતા હતા. તે શ્રેષ્ઠ રાજાના યોગ્ય ગુણોથી સમ્પન્ન હતા. એની ધારીણી નામની રાણી તથા શિવભદ્રકુમાર નામનો પુત્ર હતો. યોગ્ય સમયે રાજકુમાર રાજય કાર્યની દેખરેખ કરવા લાગ્યો.
એક વખત રાજાને રાત્રિમાં વિચાર ઉત્પન્ન થયો કે મને ધન સમ્પતિ અને રાજય સંબંધી બધી અનુકૂળતા પ્રાપ્ત થઈ છે. આ બધી વૃદ્ધિ પૂર્વના પુણ્યથી જ પ્રાપ્ત થઈ છે. હવે સમય થતાં આ બધાનો ત્યાગ કરીને મારે પુત્રને રાજ્ય સોંપીને સન્યાસ ગ્રહણ કરી લેવો જોઈએ. ઉત્પન્ન થયેલાએ વિચારોને શિવરાજાએ દ્રઢ કર્યા અને તે અનુસાર પુત્રનો રાજયાભિષેક કર્યો. શિવરાજર્ષિની તાપસીદીક્ષા –એના પછી યોગ્યતિથિ મુહૂર્ત જોઈને મિત્ર, જ્ઞાતીજન વગેરેને ભોજન કરાવીને સન્માનિત કરીને એબધાની અને પુત્રની આજ્ઞા-સ્વીકૃતિ લઈ તાપસ આશ્રમમાં જઈને તેમણે દિશા પ્રોક્ષિકતાપસી પ્રવ્રજયા અંગીકાર કરી.
તેઓ ગંગા નદીને કિનારે પોતાની ઝુંપડી બનાવીને રહેવા લાગ્યા. એમણે દીક્ષા લઈને છઠને પારણે છઠ કરવાનો પ્રારંભ કર્યો.
તે આતાપના ભૂમિમાં જઈને આતાપના લેતા હતા. પારણાના દિવસે આતાપના ભૂમિમાંથી ઉતરીને વલ્કલ વસ્ત્ર પહેરીને પોતાની ઝુંપડીમાં આવ્યા. વાંસની છાબડી અને કાવડ લઈને પૂર્વ દિશામાં ગયા પૂર્વદિશાની પૂજા કરીને સોમ લોકપાલને આ પ્રકારે કહ્યું- હે પૂર્વદિશાના સ્વામી સોમ મહારાજા! ધર્મ સાધનમાં પ્રવૃત્ત મારું શીવરાજર્ષિનું રક્ષણ કરો અને પૂર્વ દિશામાં રહેલ કંદમૂળ, છાલ, પત્ર, પુષ્પ, ફલ, બીજ, લીલી વનસ્પતિ લેવાની આજ્ઞા આપો.
એવું કહી અને પછી પૂર્વ દિશાથી ઈચ્છીત સામગ્રીથી છાબડી ભરીને ઝુંપડીમાં આવ્યા. પછી ગંગા નદીમાં જઈસ્નાનઆદિકરીને આવ્યા. પછી હવનની પૂર્ણતૈિયારી કરીને મધુ વૃત ચોખાથી હોમ કર્યો. વૈશ્વદેવ અને અતિથિ પૂજન કરીને પછી આહાર કર્યો. પછી બીજો છઠસ્વીકાર કર્યો. ભગવતી સૂત્રઃ શતક-૧૧
|
| |૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org