SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ કામભોગ ઉત્તમ પુરુષો દ્વારા તજવા યોગ્ય(ત્યાજ્ય) છે, પરિણામે દુઃખદાયી છે; કઠિનતાથી છૂટવાવાળા છે અને મોક્ષ માર્ગની ગતિમાં વિનરૂપ છે. તે શલ્ય, ઝેર અને કાંટાની ઉપમાવાળા છે, અનર્થોની ખાણ છે અને મહાન પ્રમાદ, મોહ અને કર્મબંધમાં વધારો કરનારા છે. હે માતા-પિતા! પહેલાં અથવા પછી કોણ જશે એ ખબર નથી. આથી તમે મને આજ્ઞા આપો હું ભગવાનની પાસે સંયમ લેવા માંગુ છું. માતા-પિતા:- હે પુત્ર! આ આપણાં દાદા-પરદાદાઓએ કમાયેલું અપાર ધન છે, સાત પેઢી સુધી ખાઈ-પી અને દાન આપતાં પણ ખલાસ નથી થવાનું. એટલા માટે હે પુત્ર! મળેલ આ ધન-સંપતિનો તું લાભ લેમનુષ્યભવનો આનંદ લઈ પછી દીક્ષા લેજે. જમાલી - હે માતા-પિતા! આ સોનું, ચાંદી, હીરા, ઝવેરાત વગેરે ધન, ચોર, અગ્નિ, રાજા, મૃત્યુને આધીન-પરાધીન છે. આના કેટલા ભાગીદાર છે. આ લક્ષ્મી ચંચળ, અધુવ, અનિત્ય, અશાશ્વત છે. એનો એકક્ષણનો પણ ભરોસો નથી. ન આયુષ્યનો કોઈ ભરોસો છે. આથી હે માતા-પિતા! હું તમારી રજા મળવાથી દીક્ષા લેવા ઇચ્છું છું. [માતા-પિતાનીધન, વૈભવ, ભોગઆકર્ષણઅને મોહમયી શક્તિ સફળ ન થતાં, હવે પછી દીક્ષાની ભયાનકતા દ્વારા પુત્રના વિચારોને પરિવર્તિત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા માતા-પિતા – હે પુત્ર!આનિર્ઝન્ય પ્રવચન સત્ય છે.યાવતુબંધાદુખોનો અંત કરવામાં સમર્થ છે. પરન્તુહે પુત્ર! આ દીક્ષા(સંયમ જીવન) તલવારની તીક્ષ્ણ ધાર પર ચાલવાથી પણ અત્યંત દુષ્કર છે; લોઢાના ચણા ચાવવાથી પણ કઠિન છે; રેતીનાં કોળીયાની જેમ નિરસ છે; નદી પ્રવાહની સામે ચાલીને પાર કરવા સમાન શ્રમદાયક છે અને હાથ વડે સમુદ્ર પાર કરવા સમાન કઠિન છે. મહાશિલાને માથા પર ઉપાડી રાખવા સમાન છે. અવિશ્રામ ગતિથી અનેક હજાર ગુણા નિયમોના ભારને ધારણ કરવાથી દુષ્કર છે. દીક્ષા અંગીકાર કર્યા પછી જીવનના કેટલાંક જરૂરી કાર્ય પણ કરવાનું (નાન,મંજન,મૃગાર) કલ્પતું નથી; ફળ, ફૂલ, લીલી વનસ્પતિ, કાચુ પાણી, અગ્નિ વગેરે સેવન કરવાનું કલ્પતું નથી; ભુખ, તરસ, શર્દી, ગરમી, ચોર, શ્વાપદશિકારી) સર્પ, ડાંસ, મચ્છર વગેરેના કષ્ટ ઉપસર્ગ સહન કરવા પડે છે. રોગ આવવા પર ઉપચાર ન કરવો, જમીન પર સૂવું, પગપાળા વિહાર, લોચ, આજીવન બ્રહ્મચર્યપાલન, ઘરે-ઘરે ભિક્ષા માટે ફરવું, સ્ત્રીઓને જોવાછતાંયુવાન ઉંમરમાં નવવાડ શુદ્ધ બ્રહ્મચર્ય પાલન કરવું હે પુત્ર! અત્યંત દુષ્કર છે. હે પુત્ર! તારું આ સુકોમળ શરીર દીક્ષાના કષ્ટો માટે જરાપણ યોગ્ય નથી. આથી હે પુત્ર! તું ઘરમાં રહે અને સુખ ભોગવ. જયાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી તારો એકક્ષણ પણ વિયોગ નથી જોઈ શક્તા. અમારા મૃત્યુ પછી તું શ્રમણ ભગવાન મહાવીર પાસે દીક્ષા લેજે. જમાલી - હે માતા-પિતા! જે કાયર પુરુષ હોય છે. જેની દૈહિક લાલસા મટી નથી, જે આ લૌકિક સુખમાં આસક્ત છે તેના માટે દીક્ષાની ઉપર કહેલ દુષ્કરતા છે અર્થાત્ એને ભગવતી સૂત્રઃ શતક-૯ ૧૧૧ ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy