________________
માતા અને પુત્રનો સરસ સંવાદ ઃ
માતા :- હે પુત્ર ! તું મને ઇષ્ટ, કાંત, વલ્લભ, આધારભૂત, વિશ્વાસપાત્ર, રત્નતુલ્ય, જીવનનો આનંદદાયક એક જ પુત્ર છે. હે પુત્ર ! એક ક્ષણ માટે પણ અમે તારો વિયોગ સહન નથી કરી શકતા. આથી જયાં સુધી અમે જીવીત છીએ ત્યાં સુધી તું ઘરમાં જ રહી અને કુળ-વંશની વૃદ્ધિ કર અને જ્યારે અમે કાળધર્મ પામીએ, તારી વૃદ્ધાવસ્થા આવી જાય ત્યારે તું ભલે દીક્ષા લે જે.
જમાલીઃ—હેમાતાપિતા! આ મનુષ્ય જીવન જન્મ, જરા, મરણ, રોગ, વ્યાધિ વગેરે અનેક શારીરિકમાનસિકદુઃખોની અત્યંત વેદનાઓથી પીડિત છે, અધૃવ, અનિત્ય છે, સંધ્યાકાળ ના રંગો સમાન છે, પાણીના પરપોટા સમાન છે, કુશાગ્ર પર(ઘાસપર) રહેલ ઝાકળબિંદુ સમાન છે સ્વપ્ન દર્શન સમાન અને વીજળીના ચમકારા સમાન ચંચળ છે; સડવું, પડવું, ગળવું અને નષ્ટ થવાનો એનો સ્વભાવ છે. એક દિવસ એને અવશ્ય છોડવું પડશે. તો હે માતા-પિતા! આપણામાંથી પહેલાં કોણ જશે અને પછી કોણ જશે ? આનિર્ણય કોણ કરી શકે છે? આથી હે માતા-પિતા! તમે મને આજ્ઞા આપો. આપની આજ્ઞા મળવાથી હું શ્રમણ ભગવાન-મહાવીરસ્વામીની પાસે સંયમ અંગીકાર કરવા માગુ છુ. (ઇચ્છુ છું.) માતા-પિતા :– હે પુત્ર ! તારું શરીર બધા લક્ષણો, ગુણોથી સંપન્ન છે, રોગ રહિત, શક્તિ સંપન્ન છે, નિરુપકૃત છે. આથી જ્યાં સુધી રૂપ, સૌભાગ્ય અને યૌવન આદિગુણ છે ત્યાં સુધી તું એનાથી સુખનો અનુભવ કર. અમારા મૃત્યુ થયા બાદ કુળ અને વંશની વૃદ્ધિ કરીને પછી દીક્ષા લે જે.
=
જમાલી ઃ – હે માતા–પિતા ! સુંદર દેખાવવાળું આ શરીર દુઃખોનું ભાજન, સેંકડો રોગોનું ઘર છે; માટીના વાસણ સમાન (કાચના વાસણ સમાન) દુર્બળ છે; અશુચિનો ભંડાર છે. સદાય એની સંભાળ રાખવી પડે છે. તો પણ એ જીર્ણ ઘર સમાન છે, અનિશ્ચિત સમયમાં એક દિવસ છોડવુ જ પડશે. હે માતા-પિતા! આપણામાંથી કોણ પહેલા જશે અથવા પછી જશે એની ખબર નથી. આથી આપની આજ્ઞા મળવાથી હું દીક્ષા લેવા ઇચ્છું છું. માતા-પિતા :– હે પુત્ર ! તારી આ તરૂણ અવસ્થાવાળી યોગ્ય ગુણવાળી, રૂપવાળી, સમાન ઉમર વાળી, વિનયવાળી, વિચક્ષણ, મધુરભાષી, મિતભાષી, મનને અનુકૂળ, પ્રિય, ઉત્તમ, સર્વાંગ સુંદર આઠ પત્નીઓ છે અને તારા તરફ પૂરો અનુરાગ રાખવાવાળી છે. યૌવન વયમાં અત્યારે તું એની સાથે સુખ ભોગવ. યુવાનઅવસ્થા ઢળવા પર વિષયવાસનાથી મુક્ત થઈને, ભોગઇચ્છાનું કુતુહલ સમાપ્ત થવા પર અને અમારા મૃત્યુ પછી દીક્ષા લેજે.
જમાલી ઃ— હે માતા-પિતા ! આ કામભોગ નિશ્ચિત અશુચિનો ભંડાર, દુર્ગન્ધથી ભરેલા છે; ઉદ્વેગ ઉત્પન્ન કરવાવાળા છે; બીભત્સ થોડો સમય રહેવાવાળા, તુચ્છ કલિમલ(ગંદકી) રૂપ છે. તે શારીરિક માનસિક દુઃખો દ્વારા સાધ્ય છે, અજ્ઞાની અથવા સામાન્ય પુરુષો દ્વારા સેવિત છે.
૧૧૦
Jain Education International
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
For Private & Personal Use Only
www.jainelibrary.org