________________
દેવાનંદા બ્રાહ્મણી ભગવાન મહાવીર સ્વામીને અનિમેષ દૃષ્ટિથી જોવા લાગ્યા. જોતાં-જોતાં જ એના બધા અંગ-પ્રત્યંગવિકસિત થઈગયા.ખીલી ઉઠયા અને સ્તનોમાં દૂધ ભરાઈ ગયું. કંચુકી વગેરે વસ્ત્ર અને હાથના આભૂષણ તંગ થઈ ગયાં.
ગૌતમસ્વામીએઆબધુપ્રત્યક્ષ જોયું અને ભગવાનને એનું કારણ પૂછ્યું. જવાબમાં ભગવાને પૂર્વની વાત કરીને પોતાની માતા હોવાનો પરિચય આપ્યો. ત્યારપછી આવેલ બધા લોકોને ભગવાને ઉપદેશ આપ્યો. ઋષભદત્ત અને દેવાનંદા ઉપદેશ સાંભળીને વિરક્ત થઈ ગયા, ત્યાં જ દીક્ષિત થઈ ગયાં. તેમણે બંનેએ ઘણાં વર્ષ સંયમ પાલન કર્યું. અગિયાર અંગ શાસ્ત્રનું અધ્યયન કર્યું અને એક મહીનાનો સંથારો કરીને એજ ભવમાં સંપૂર્ણ કર્મક્ષય કરી બધા દુઃખોનો અંત આણ્યો.
ઋષભદત્ત પહેલાં બ્રાહ્મણ મતના વેદ વગેરેમાં પારંગત હતા, પછી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં જીવ અજીવના જ્ઞાતા શ્રમણોપાસક બન્યા હતા અને જીવનના અંતિમ વર્ષોમાં સંયમ પણ ધારણ કરી તે જ ભવમાં મુક્ત થઈ ગયા. ભગવાનના જમાઈ: જમાલી :
ભગવાન મહાવીરસ્વામીની એક પુત્રી હતી જેનું નામ પ્રિયદર્શના હતું. એના પતિનું નામ “જમાલી' હતું.
જમાલીનું આઠ શ્રેષ્ઠ કન્યાઓની સાથે પાણિગ્રહણ(લગ્ન) થયું હતું. અપાર ધન-વૈભવના સ્વામી હતા. માનુષિક સુખ અને કામ ભોગમાં જ તે મનુષ્યભવનો સમય વ્યતીત કરી રહ્યો હતો. વૈરાગ્ય પ્રાપ્તિ -એકવખત શ્રમણ ભગવાન મહાવીરનુંત્યાં પદાર્પણ થયું. ઉદ્યાન તરફ લોકોના અનેક સમૂહ(ટોળાં) જવા લાગ્યા. લોકોના કોલાહલનો અવાજ જમાલી સુધી પણ પહોંચ્યો, લોકોના એકદિશામાં જવાનું કારણ જાણ્યું અને તે પણ ભગવાનની સેવામાં રથ દ્વારા પહોંચ્યો, સમવસરણની નજીક રથ રોકીને નીચે ઉતર્યો. ફૂલ, પાણી વગેરે સચેત વસ્તુનો ત્યાગ કર્યો (અલગકર્યા) આયુધ-શસ્ત્ર અનેઉપાનહ(જોડાં) વગેરે અચેત પદાર્થોનો પણ ત્યાગ કર્યો. (કાઢીને રાખી દીધા) | મુખ પર એક પટવાળું વસ્ત્ર રાખ્યું. આ પ્રકારે સચેત-અચેતનો વિવેકરાખી પરમ પવિત્ર અને એકાગ્ર ચિત્ત થઈ મસ્તક પર અંજલી રાખીને ભગવાનની નજીક પહોંચ્યો. ત્રણ વખત આવર્તન સાથે વંદના કરી સમવસરણમાં બેસી ગયો.
ભગવાનેજમાલી સહિત ઉપસ્થિતવિશાળ પરિષદને ધર્મઉપદેશ આપ્યો.જમાલી ઉપદેશ સાંભળીને આનંદિત થઈ ગયો. તેને શ્રદ્ધા રુચી જાગી અને સંયમ લેવા માટે તૈયાર થઈગયો. ભગવાન પાસે પોતાની મનોભાવના વ્યક્ત કરી. ઘરે પહોંચીને માતા-પિતાની સામે પોતાની ભાવના વ્યક્ત કરી. દીક્ષાના ભાવ સાંભળીને મોહમયી માતા પોતાને સંભાળી ન શકી, મૂછિત થઈને પડી ગઈ. થોડી વારમાં દાસીઓએ કરેલી પરિચર્યાથી સ્વસ્થ થઈને ઉઠી અને આંખમાં આસું સાથે રડતી-પડતી પુત્રને સમજાવવા લાગી.
ભગવતી સૂત્રઃ શતક-૯
૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org