________________
એક સમયમાં તે વધારેમાં વધારે ૧૦૮ હોઈશકે છે. અર્થાત ૧૦૮ કેવલી એક સાથે બની શકે છે. ૧૦૮ એક સાથે મોક્ષ જઈ શકે છે.
ગાંગેય અણગાર : નરક પ્રવેશનક ઃ
સર્વજ્ઞ પ્રભુ મહાવીર સ્વામી વિચરણ કરતાં એકદા વાણિજ્ય ગ્રામ નામના નગરમાં પધાર્યા. કોઈદિવસ વ્યાખ્યાનોપરાંત પાર્શ્વનાથ ભગવાનના પરંપરાનુવર્તી શ્રમણ ગાંગેય અણગાર પ્રભુ મહાવીર પાસે તે ધુતિપલાસ ઉદ્યાનમાં આવ્યા. એમને ચોવીસમાં તીર્થંકરના શાસન માં ભળવાનું હતું. પરંતુ તે સમયે ગોશાલક અને મહાવીર આ બંને તીર્થંકર રૂપે બહુચર્ચિત હતા. માટે ‘સાચો તીર્થંકર કોણ છે’ એ વાતનો નિર્ણય કરવાના હેતુથી વંદન નમસ્કાર રૂપ શિષ્ટાચાર પણ કર્યા વિના તે પ્રશ્ન પૂછવા લાગ્યો. તેના પહેલા પ્રશ્નનો ઉત્તર હતો— જીવ સાંતર નિરંતર બંને રીતે ઉત્પન્ન થાય છે. તેમનો બીજો પ્રશ્ન એમ હતો કે એક, બે કે ત્રણ સંખ્યામાં જીવ નરકમાં ઉત્પન્ન થાય તો તેના કેટલા ભંગ થાય ? આ રીતે તેમણે એક પછી એક કરતાં અસંખ્ય જીવ ઉત્પન્ન થાય તો તેના કેટલા ભંગ થાય, એવા પ્રશ્નો પરીક્ષણ માટે ઊભા કર્યા. સર્વજ્ઞ પ્રભુએ તેના શાંતિથી અને તે જ સમયે જવાબ આપ્યા, તે આ પ્રમાણે છે—
ઉદ્દેશક ઃ ૩૨
એક જીવ– નરકમાં જાય તો સાત ભંગ હોઈ શકે છે. પહેલીમાં જાય કે બીજીમાં જાય યાવત્ સાતમીમાં જાય
·
બે જીવ– નરકમાં જાય તો ૨૮ ભંગહોઈશકેછે. અસંયોગી સાત ભંગઉપર પ્રમાણે અર્થાત્ બંને પહેલીમાં, બંને બીજીમાં અથવા બંને સાતમીમાં. બે સંયોગી ૨૧ ભંગ ઃ– એક પહેલીમાં એક બીજીમાં, એમ યાવત્ એક પહેલીમાં એક સાતમીમાં, આ ૬(છ) ભંગ પહેલી નરક કાયમ રાખવાથી બને. પછી પહેલીને છોડીને બીજીને કાયમ રાખવાથી પાંચ, ત્રીજીને કાયમ રાખવાથી ચાર, ચોથીને કાયમ રાખવાથી ત્રણ, પાંચમીને કાયમ રાખવાથી બે અને છઠ્ઠી-સાતમી થી એક ભંગ. એમ કુલ ૬+૫+૪+૩+૨+૧ = ૨૧ ભંગ થાય છે.
ત્રણ જીવ– નરકમાં જાય તો ૮૪ ભંગ હોઈ શકે છે. અસંયોગી સાત, દ્વિસંયોગી ૪૨. (એક જીવ વધવાથી ૨૧+૨૧ થયા)
ત્રણ સંયોગી ૩૫ ભંગ ઃ– એક પહેલીમાં એક બીજીમાં એક ત્રીજીમાં, એમ એક પહેલીમાં એક બીજીમાં યાવત્ એક સાતમીમાં, આ પાંચ ભંગ પહેલી-બીજી ને કાયમ રાખવાથી બને છે. એવી રીતે પહેલી-ત્રીજીને કાયમ રાખવાથી ૪(ચાર), પહેલી-ચોથી ને કાયમ રાખવાથી ૩(ત્રણ), પહેલી-પાંચમીને કાયમ રાખવાથી ૨(બે) અને પહેલી-છઠ્ઠી-સાતમી થી એક ભંગબન્યા. એમ કુલ ૫+૪+૩+૨+૧ = ૧૫ ભંગ પહેલી ને કાયમ રાખવાથી બન્યા. પહેલીને છોડીને બીજીને કાયમ
ભગવતી સૂત્રઃ શતક-૯
Jain Education international
For Fivate & Personal Use Only
૧૦૦ www.jainrenbrary.org