________________
૫. પ્રેક્ષાઘ્યાન ધ્વનિવિજ્ઞાન
વ્યક્તિત્વવિકાસ અને ધ્વનિ : વ્યક્તિત્વના આંતરિક વિકાસ માટે પ્રાણશક્તિનું જાગરણ તથા પવિત્ર આભામંડળનું નિર્માણ જરૂરી છે. ધ્વનિનું વિજ્ઞાન વ્યક્તિની પ્રાણશક્તિને જાગૃત કરી તેના આભામંડળને નિર્મળ અને પવિત્ર બનાવે છે. ધ્વનિના અભ્યાસ વિના વ્યક્તિત્વમાં ચમક અને આકર્ષણ પેદા થવાં જોઈએ તે થતાં નથી. પ્રદૂષણના યુગમાં વિકૃત અને તીવ્ર ધ્વનિઓએ વ્યક્તિના વ્યક્તિત્વને વ્યગ્ર (ચંચળ), પ્રાણશૂન્ય અને વિક્ષિપ્ત બનાવી મૂક્યું છે. આ દૃષ્ટિએ ધ્વનિનું સમ્યજ્ઞાન અને તેનો સમ્યક્ અભ્યાસ સાધકના અંદરના વ્યક્તિત્વને ખીલવવામાં ઘણું જ સહાયક બનશે.
ધ્વનિનો વિકાસ : આદિવાસી મનુષ્ય પશુ-પક્ષીઓના ધ્વનિના અર્થને જાણવાનો પ્રયત્ન કર્યો, તેનું અનુકરણ કર્યું. ધ્વનિના અનુકરણથી ભાષાનો વિકાસ થયો. ભાષાની ઓળખ માટે વર્ણ અને સ્વરનું નિર્માણ થયું. વર્ણ અને સ્વરની અભિવ્યક્તિ માટે તથા ભાવોના સંપ્રેષણ માટે શબ્દો અને વાક્યો બન્યાં.
ધ્વનિનું મહત્ત્વ : ભારતના ઋષિઓએ ધ્વનિને શક્તિનું પ્રતીક માન્યું. આ ધ્વનિશક્તિ આકાશમાં દિશાન્ત સુધી ફેલાય છે. આધુનિક વિજ્ઞાન ધ્વનિનો તરંગના રૂપે સ્વીકાર કરે છે. આ તરંગો ભૌતિક છે, જેને પકડી શકાય છે. ધ્વનિ આપણા શરીર, મન અને ભાવોને પ્રભાવિત કરે છે.
ધ્વનિના વિવિધ આયામ : (૧) ધ્વનિ - પ્રદૂષણ (૨) ભાષા - વિવેક, (૩) મંત્રધ્વનિ
(૧) ધ્વનિ પ્રદૂષણ : ધ્વનિની તીવ્રતાને "ડેસીબલ"થી માપવામાં આવે છે. ૫૦ ડેસીબલનો ધ્વનિ મનુષ્ય માટે યોગ્ય અને હિતકારી છે. તેનાથી વધુ તીવ્ર ધ્વનિ પ્રદૂષણનું રૂપ લે છે. ધ્વનિ પ્રદૂષણ માટે ત્રણ કારણો મુખ્ય છે : (૧) ઉદ્યોગ-વ્યવસાયનો વિસ્તાર, (૨) આવાગમનનાં સાધનોનો વિસ્તાર, (૩) સામાજિક ક્રિયાકલાપોમાં મનોરંજક યંત્રોનો ઉપયોગ.
ધ્વનિપ્રદૂષણનો દુષ્પ્રભાવ : (૧) જલદી થાક લાગવો, (૨) માથાનો દુઃખાવો, (૩) લોહીનું દબાણ, (૪) કાર્યક્ષમતામાં ઘટાડો, (૫) સ્મરણશક્તિની દુર્બળતા, (૬) સ્વભાવમાં ઉત્તેજના, (૭) શ્રવણશક્તિમાં ઘટાડો, (૮) અનિદ્રા, (૯) લોહીમાં કોલેસ્ટ્રોલની વૃદ્ધિ વગેરે.
ધ્વનિના પ્રકાર : (૧) જીવ ધ્વનિ (૨) અજીવ ધ્વનિ (૩) મિશ્ર ધ્વનિ
મુખ્ય ધ્વનિઓ : (૧) ૐ (૨) અર્હમ્ (૩) મહાપ્રાણ
(૧) ૐ ધ્વનિ : ૐ પ્રાણશક્તિને જગાડવાનો અદ્ભુત પ્રયોગ છે. માટે જ વૈજ્ઞાનિક યુગમાં જેટલું મહત્ત્વ ઊર્જાનું છે તેટલું જ આપણી આંતરિક શક્તિના વિકાસમાં ૐ નું છે. ૐૐ શબ્દ ત્રણ અક્ષરના જોડવાથી બન્યો છે. અ, ઉ અને મ. “અ” એટલે જ્ઞાન, “ઉ” એટલે દર્શન અને “મ” એટલે ચારિત્ર. ૐૐકારની ઉપાસના કરનાર મોક્ષ માર્ગની ઉપાસના કરે છે. ૐૐકારનો જાપ અલગ અલગ રંગોમાં અલગ અલગ ઉદ્દેશ સાથે થાય છે. શાંતિ, સંતુષ્ટિ અને બંધનમુક્તિ માટે શ્વેત રંગ સાથે ૐકારનો જાપ કરવામાં આવે છે. જ્ઞાનતંતુને સક્રિય કરવા હોય તો પીળા રંગ સાથે ઇંકારનો જાપ કરવો જોઈએ.
(૨) અર્હમ્ ધ્વનિ : અર્હમ્ વીતરાગતાનું પ્રતીક અને ણમો અરિહંતાણંનો બીજમંત્ર છે. અર્હમ્ પોતાની અંદર સુષુપ્ત શક્તિઓને, યોગ્યતાઓને, અહંતાઓને જગાડવાનો ઉપાય છે. અક્ષરોની દૃષ્ટિએ વિચાર કરીએ તો 'અ' કુંડલિની (તેજસ શક્તિ)નું સ્વરૂપ છે. “ર” અગ્નિબીજ છે. તેનાથી ખરાબ સંસ્કારો નષ્ટ થાય છે. “હ” આકાશબીજ છે, જેનાથી ચિત્તની નિર્મળતા વધે છે અને “મ” એ ઝંકાર છે, જે જ્ઞાનતંતુઓને સક્રિય કરે છે.
અર્હમ્ ધ્વનિ ધ્યાન-અભ્યાસની પૂર્વભૂમિકા છે. અર્હમ્ શક્તિશાળી બીજ મંત્ર છે. અર્હમ્ શબ્દનો અર્થ છે ; વીતરાગતા, રાગદ્વેષથી મુક્ત ચૈતન્ય એટલે વીતરાગતા. વીતરાગતા આત્માની શુદ્ધ અવસ્થા છે. ધ્યાન-સાધનાનું લક્ષ્ય પણ વીતરાગતાની પ્રાપ્તિ છે. ધ્યાન શરૂ કરતાં પહેલાં અર્હમ્નો ધ્વનિ કરવામાં આવે છે. સાધક અર્હમ્ ધ્વનિના ઉચ્ચારણ સાથે ભાવના કરે, કે હું અર્હત્મય બની રહ્યો છું. ભાવનાનો અર્થ છે : કવચનું નિર્માણ. સાધક પોતાની ચારે બાજુ ‘અર્હમ્’ મંત્રના ધ્વનિ દ્વારા કવચનું નિર્માણ કરે છે, જેનાથી બહારનો પ્રભાવ સાધક પર સંક્રાન્ત થતો નથી અને સાધક સહેલાઈથી ધ્યાનમાં જઈ શકે છે.
Jain Education Intemational
8
For Private & Personal Use Only
www.jainelibrary.org