________________
કેટલું જમવું ? : ભૂખ કરતાં બે-ચાર કોળિયા ઓછું જમવું જોઈએ, ભોજન પછી પેટમાં ભારેપણું ન લાગવું જોઈએ. શ્વાસ લેવામાં જરાય તકલીફ ન થાય એ માટે ભૂખ કરતાં થોડું ઓછું જમવું જોઈએ.
શું ખાવું ? શું ન ખાવું ? : પોતાની પ્રકૃતિને અનુકૂળ ભોજન ક૨વું જોઈએ.
♦ વાત (વાયુ) પ્રકૃતિવાળાએ કઠોળ વગેરે પદાર્થો ભોજનમાં ન લેવા.
પિત્ત પ્રકૃતિવાળાએ - તેલ, મરચાં વગેરે પિત્તકારક પદાર્થો ન લેવા.
કફ પ્રકૃતિવાળાએ - સાકર, દૂધ, ઘી, ઠંડાં પીણાં વગેરે કફકારક પદાર્થો ન લેવા.
ભોજનના ત્રણ પ્રકાર ઃ
(૧) સાત્વિક ભોજન - સામાન્ય ભોજન - આરોગ્યપ્રદ
(૨) રાસિક ભોજન - મસાલાપૂર્ણ ભોજન - ચંચળતાપ્રદ (૩) તામસિક ભોજન - ચરબીવાળું ભોજન - આળસપ્રદ હાનિકારક ભોજન :
ખાંડ : હૃદય, દાંત અને આંતરડાં માટે હાનિકારક છે. મીઠું અને પાપડ : કીડની માટે હાનિકા૨ક છે.
મરચાં (લાલ) : જઠર અને ગળા માટે હાનિકારક છે.
ચા : એસીડીટીના રોગો માટે ઘાતક છે.
માંસાહાર : સંસ્કારોને બગાડનાર અને પાચનતંત્રને વિકૃત કરનાર છે.
આમ, શારીરિક આરોગ્ય, માનસિક પ્રસન્નતા અને યોગની સાધના માટે આહારનો વિવેક બહુ જ ઉત્તમ છે. જે વ્યક્તિ ઉપરના નિયમો પ્રમાણે ભોજનનું નિર્ધા૨ણ ક૨શે એ આરોગ્યવાન બની દીર્ઘજીવી બની શકશે. પ્રેક્ષાધ્યાનનું આ પહેલું સૂત્ર પ્રત્યેકના જીવનને સંપૂર્ણ રીતે સ્વસ્થ બનાવશે.
પ્રશ્ન : આહારવિવેક એટલે શું ? સાધના માટે એની ઉપયોગિતા જણાવો.
Jain Education International
7
For Private & Personal Use Only
www.jainelibrary.org