________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૭૭
તેથી જૈનધર્મી પુરુષોએ એમના મતની શ્રદ્ધા ન કરવી જોઈએ. કદાચિત્ પૂર્વકાળમાં અજાણપણાથી માની હોય તો તેને ત્રિકરણ યોગથી વોસરાવી દેવી જોઈએ. કારણ કે એક તો તે માન્યતા જૈનશાસ્ત્રથી વિરોધિ બીજું પૂર્વાચાર્યોની સામાચારીથી વિરોધિ અને ત્રીજું ચતુર્વિધ સંઘની વિરોધી છે. અને આવો વિરોધ કરવાવાળો કયારે પણ સંસારસાગરને તરી ન શકે.
(૨૩) ત્રિસ્તુતિક મત માનવાથી નીચેના પૂર્વાચાર્યોનો વિરોધ આવે છે. (૧.) ૧૪૪૪ ગ્રંથના કર્તા પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા. (૨.) શ્રીપ્રવચનસારોદ્વાર ગ્રંથના કર્તા પૂ.આ.ભ.શ્રી નેમિચંદ્રસૂરિ
મહારાજા.
(૩.) પ્રવચનસારોદ્વારની ટીકાના કર્ત્ત પૂ. આ.ભ.શ્રી સિદ્ધસેનસૂરિજી મહારાજા.
(૪.) આમ રાજાને પ્રતિબોધ કરનારા પૂ.આ.ભ.શ્રી બપ્પભટ્ટસૂરિજી મહારાજાએ ચોવીસ તીર્થંકર પરમાત્માની એક થોયની સાથે ત્રણ ત્રણ થોય રચી છે. તેમાં એક સર્વજનોની, એક શ્રુતજ્ઞાનની અને એક શાસનદેવતાની એ રીતે ૯૬ થોય રચી છે (તેમનો જન્મ વિ.સં. ૮૦૨ની સાલમાં થયો છે.)
(૫.) પૂ.આ.ભ.શ્રી જિનેન્દ્રસૂરિજી મ.ના શિષ્ય અને નવાંગી વૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિજીના ગુરુભાઈએ શોભનસ્તુતિમાં ચોવીસ જિનના સંબંધથી ચોવીસ જોડકા ૯૬ થોય રચી છે.
-આનાથી એ ફલિત થાય છે કે નવાંગીવૃત્તિકારક શ્રીઅભયદેવસૂરિજી અને તેમના ગુરુ શ્રીજિનેન્દ્રસૂરિજી ગુરુ પ્રમુખ ગુરુ પરંપરાથી સર્વે ચા૨ થોય માનતા હતા.
-જો ચોથી થોય પૂર્વોક્ત મહાપુરુષો માનતા નહોતા, એમ કોઇ કહે, તો તેમના શિષ્ય અને ગુરુભાઈએ કયા કારણથી ચોથી થોયની રચના કરી હશે ? (૬.) શ્રીઉત્તરાધ્યયન સૂત્રના વૃત્તિકારક પૂ.આ.ભ.શ્રી શાંતિસૂરિજીએ સંઘાચાર ચૈત્યવંદન મહાભાષ્યમાં ચાર થોય કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org