________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૩પ૧ (૪૯) વળી કપડા રંગવાના કારણે મને કુલિંગમત ધારણ કરનાર તરીકે લખ્યો છે, તે પણ અસત્ય છે. કારણ કે, કપડા રંગવાની શૈલી કોઈપણ કારણથી (શિથીલાચારી યતિઓ અને સંવેગીઓમાં ભેદ પડે તે માટે) મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ, શ્રીવિજયસિંહસૂરિના શિષ્ય શ્રી સત્યવિજયજી ગણિવર્યે તથા શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ પ્રવર્તન કરી છે. પરંતુ શ્રી આત્મારામ આનંદવિજયજીએ ચલાવી નથી અને અમારી એ શ્રદ્ધા પણ નથી કે, શ્રીમહાવીર પ્રભુના શાસનમાં સાધુએ રંગેલા વસ્ત્રો જ રાખવા જોઈએ. આથી વસ્ત્ર રંગીન રાખવામાં પણ દોષનો સંભવ નથી તથા રંગીન વસ્ત્ર રાખનારા તપગચ્છ ખરતગચ્છના સર્વે સંવેગી યતિઓને સર્વ શ્રીસંઘ કુલિંગી કહેતા નથી. તેથી એમને કુલિંગી કહેવા પણ મૃષાવાદ છે.
જો તમે એમ કહેશો કે, હું અને અમારી શ્રદ્ધાવાળા શ્રાવકો તે સંવેગીઓને કુલિંગી કહીએ છીએ, તો તે પણ અયુક્ત છે. કારણ કે, ચાર પાંચ અજ્ઞ બાળકો ભેગા મળીને હાથીને ઘેટાનું બચ્ચું કહી દે, તો શું હાથી ઘેટાનું બચ્ચું થઈ જાય છે?
અમે તો જે કોઈ ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે, તે ભલે શ્વેત વસ્ત્ર પહેરતા હોય કે રંગીન વસ્ત્ર પહેરતા હોય, તેને સાધુ માનીએ છીએ અને જે અનાચારી છે, તેને સાધુ માનતા નથી.
વળી તપગચ્છના શ્રીમુનિસુંદરસૂરિજીના શિષ્ય શ્રીહર્ષભૂષણજીએ પૂર્વાચાર્ય રચિત કાવ્યમાં લખ્યું છે કે,
“અમુક ત્રણ થોય માનનારાઓનો પંથ સં.૧૨૫૦માં સ્વાગ્રહથી કલિકાલમાં નિકળ્યો છે.”
આ લેખથી તો જે ચોથી થોય પ્રતિક્રમણની આદંતમાં નિષેધ કરે છે, તે મિથ્યાદષ્ટિ સિદ્ધ થાય છે. (અને સં.૧૨૫૦માં નિકળેલો ત્રિસ્તુતિક મત પ્રાયઃ કરીને લુપ્ત થયો છે. તેનો) પુનઃ ઉદ્ધાર શ્રીધનવિજયજીશ્રી રાજેન્દ્રસૂરિજીએ પોતાના આત્મહિતના ભોગે કર્યો છે. આથી આ શ્રીધનવિજયજી આદિ જૈનસિદ્ધાંત, ચતુર્વિધ સંઘ, તપગચ્છ, ખરતરગચ્છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org