________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૩૪૩
ચૈત્યવંદના કરવાની કહી છે અને શ્રી ધનવિજયજીએ દેવસિક પ્રતિક્રમણની આદિમાં જઘન્ય અને જઘન્યોત્કૃષ્ટ પ્રકારે સ્વકપોલ કલ્પનાથી તેમની પોથીના કેટલાયે પાના લખીને ફોગટ કાગળ બગાડ્યાં છે.
તથા તેમણે આચાર્યોના રચેલા જેટલા ગ્રંથો અને સામાચારીઓના પાઠોથી પ્રતિક્રમણની વિધિમાં જ્યાં જ્યાં સામાન્ય પ્રકારે ચૈત્યવંદના લખી છે, ત્યાં ત્યાં ચાર થોયની જ વંદના ભાષ્યકારના વચનોથી સિદ્ધ થાય છે. આ ભાષ્યકારના વચન પ્રમાણે જ સર્વે આચાર્યોએ પ્રતિક્રમણની આદંતમાં ચાર થોયની ચેત્યવંદના લખી છે. પરંતુ શ્રીધનવિજયજી એ વાતની ઉપેક્ષા કરીને પોતાનો મત પુષ્ટ કરી રહ્યાં છે, તે તેમને જ દુઃખદાયી બનવાનો છે.
તપાગચ્છીય શ્રીજયચંદ્રસૂરિકૃત પ્રતિક્રમણગર્ભહતુ, મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ. કૃત પ્રતિક્રમણ વિધિ સ્વાધ્યાય, શ્રીજિનપ્રભસૂરિકૃત વિધિપ્રપા અને બૃહદ્ ખરતરગચ્છ સામાચારી આદિ ગ્રંથોમાં દેવસિક પ્રતિક્રમણની વિધિમાં પ્રગટપણે ચાર થોયની ચૈત્યવંદના લખી અને જેવી લખી છે, તેવી રીતે જ એ ગચ્છોના ચતુર્વિધ સંઘમાં આજ સુધી પ્રવૃત્તિ ચાલે છે.
શ્રીધનવિજયજીએ સ્વકપોલ કલ્પનાથી મહાપુરુષોએ બતાવેલી વિધિઓને અન્યથા કરીને લખી છે. આમ તો શ્રીધનવિજયજીની પોતાની ઘણી મોટી પોથીમાં માત્ર વિતંડાવાદ કરાયો છે. મોટી પોથી જોતાં તેનાથી લોકો અંજાઈ જાય તેમ છે. લોકો પોથીના રચનારાને મોટા પંડિત માની લેશે. પરંતુ તે પોથીની કોઈ શાસ્ત્રજ્ઞ પંડિત પાસે પરીક્ષા કરાવવામાં આવે તો તેની પોલ ખુલ્લી થઈ જશે.
(૪૬) જેમ એક ગામમાં એક અપઠિત બ્રાહ્મણ રહેતો હતો. પરંતુ પોતાના મનમાં પંડિતાઈનું ઘણું અભિમાન રાખતો હતો અને ગામના લોકો પણ તેને મોટો પંડિત માનતા હતા. એક દિવસે તે ગામમાં પશાસ્ત્રોનો જ્ઞાતા એક પંડિત પુસ્તકોની કેટલીક પોઠો સાથે લઈને આવ્યો, ત્યારે તે પંડિતને જોઈને ગામના લોકો કહેવા લાગ્યા કે, અમારા ગામના પંડિતની સાથે તમે ચર્ચા કરશો ? ત્યારે તે પંડિતે કહ્યું કે, હા ચર્ચા કરીશ. તે વખતે ગામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org