________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૩૦૫
અને જૈનસંઘથી વિપરીત જનારા શ્રીધનવિજયજી-રાજેન્દ્રસૂરિજી જ કર્મના ઉદયથી કોઈક વાર કોઈક સ્થળે અમુક પ્રરૂપણા અને કોઈક સ્થળે અન્ય પ્રરૂપણા કરતા ફરે છે.
વળી તે (ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્વાર) પુસ્તકમાં પ્રતિક્રમણમાં જઘન્ય પ્રકારે અને કોઈક સ્થળે જઘન્યોત્કૃષ્ટ પ્રકારે ચૈત્યવંદના કરવાની લખે છે. આવી રીતે જૈનશાસ્ત્ર અને જૈનસંઘથી પૂર્વાપર વિરોધ લખનારા આ બિચારા લોકોનું શું થશે ? IIા
હું સંઘનો વિરોધી નથી. પરંતુ સંઘાનુયાયી છું અને જ્યારે તથાકથિત પુસ્તક અને તેઓની પ્રરૂપણા જોતાં તેઓ સ્પષ્ટતયા શાસ્ત્ર, સંઘ અને સદ્ગુચ્છના વિરોધી છે. તેઓની આ પ્રવૃત્તિ સ્વ-૫૨ આત્મઘાતક છે. તેનાથી તેઓ પાછા ફરી જાય તો સારી વાત છે, બાકી તેઓની જેવી મરજી. ॥૪॥
(૨૭) વળી હું પૂર્વધર પૂર્વાચાર્યોની સામાચારીનો વિરોધી નથી. કારણકે હું તપગચ્છની સામાચારીનું પાલન કરું છું. પરંતુ શ્રીધનવિજયજીશ્રીરાજેન્દ્રસૂરિજી તે પુસ્તકના પૃષ્ટ-૧૮૩ ઉપરના લેખથી મૃષાવાદી અને પૂર્વાચાર્યોની સામાચારીના વિરોધી સિદ્ધ થાય છે. કારણ કે, ત્યાં તેમણે જે ૧૩ ગ્રંથોના નામ લખ્યા છે. તેમાંથી એક આવશ્યક ચૂર્ણિ વિના કોઈ પણ ગ્રંથ પૂર્વધર પૂર્વાચાર્યોનો રચેલો નથી. તેથી તેમનો લેખ તેમને જ મૃષાવાદી જાહેર કરે છે અને તે પૂર્વાક્ત ગ્રંથોમાં જે પાઠ લખ્યા છે, તે સર્વે પણ હું સત્ય તરીકે માનું છું. પરંતુ શ્રીધનવિજયજી-રાજેન્દ્રસૂરિજી ચાર થોય લખનારા-રચનારા અને કરનારા સર્વે આચાર્યોના વિરોધી છે તથા તપગચ્છ ખરતર ગચ્છના આચાર્યોના નિંદક વિરોધી છે. પૂર્વાચાર્યો દ્વારા કથિત ચોથી થોય પ્રતિક્રમણની આદંતમાં કહેવી અને શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ અને તેમની થોય કહેવી, તે માનતા નથી અને પૂર્વાચાર્યોની વાતને માનનારાઓની નિંદા કરે છે. કારણ કે, શ્રીજયચંદ્રસૂરિજી અને મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ પ્રતિક્રમણના આધંતમાં ચાર થોયથી ચૈત્યવંદના કરવાની કહી છે. તેમના માટે લેખકશ્રીએ સ્વકપોલ કલ્પિત મહા અસત્ય કલ્પના તે પોથીમાં લખી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org