________________
૨૮૯
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ પિશાચના ડાચામાં પડવા માટે ભવભ્રમણનો ભય અવગુણીને પત્ર-૯૯ના પૃઇ બીજા ઉપરની આઠમી લીટીથી પત્ર-૧૦૦ના પૃષ્ઠ-૧ ઉપરની ત્રીજી લીટી સુધી પોતાની પ્રતમાં નવો પાઠ પ્રક્ષેપ કર્યો છે.”
ઇત્યાદિ ઘણી અસમંજસ વાતો લખી છે. પરંતુ જો આત્મારામજીએ આવું કામ કર્યું હોય તો શ્રીધનવિજયજીનું કહેવું સત્ય છે અને કોઇપણ જૈનધર્મી શ્રાવક-સાધુએ આત્મારામજીને માનવા જોઈએ નહિ તથા આત્મારામ અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરશે, આ તેને દંડ હોવો જોઈએ. પરંતુ શ્રી આત્મારામજીએ ધર્મસંગ્રહનો જે પાઠ ચતુર્થસ્તુતિનિર્ણય ગ્રંથમાં લખ્યો છે, તે પાઠવાળું ધર્મસંગ્રહનું પુસ્તક શ્રીરાધનપુરમાં શ્રી ઋષભદેવજીના જ્ઞાનભંડારમાં કે જે શેઠ શ્રી સીરચંદભાઈ સાંકળચંદજીને આધીન છે, તે જ્ઞાનભંડારના પુસ્તકમાં તે પાઠ લખેલ છે.
જો પૂર્વોક્ત પાઠ તે પુસ્તકમાં ન નીકળે તો શ્રી ચતુર્વિધ સંઘ મને જે દંડ આપશે તે સ્વીકારી લઈશ. અને જો તે પુસ્તકમાં પૂર્વોક્ત પાઠ હોય તો શ્રીધનવિજયજીની વાત મિથ્યા છે તે સ્વયંમેવ સિદ્ધ થઈ જશે. અને તેમણે શ્રીચતુર્વિધ સંઘ જે પ્રાયશ્ચિત્તરૂપ દંડ આપે તે સ્વીકારવું. આથી શ્રીધનવિજયજીની અસત્ય વાતો કોઈએ માનવી નહિ.
અમે ત્રણ થોય માનનારા શ્રાવકોને જણાવીએ છીએ કે, જો તમે શ્રીજિનેશ્વર પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા રાખનારા છો, તો શ્રાદ્ધવિધિના પાઠ અંગે સત્યપરીક્ષા કરવી જ જોઈએ અને જો શ્રીધનવિજયજી ખોટા હોય તો તેમને છોડીને પૂર્વાચાર્યો દ્વારા આચરિત શુદ્ધ સામાચારીનો આદર કરવો જોઈએ.
અને જો ત્રણ થોયના શ્રાવકો આવી પરીક્ષા કરવા તૈયાર ન થાય તો તેમના માટે શું કહેવું? વ્યક્તિરાગ બહું ભંડો છે.
જો તમને લોકોને શ્રી આત્મારામજી ઉપર વિશ્વાસ હોય કે તેઓએ આવું કામ કર્યું નથી, તો ખોટા કામ કરનારા, ઉન્માર્ગ પોષનારા વ્યક્તિઓનો તમારે ત્યાગ કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org