________________
૨૮૫
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ટીકા, વગેરેના પાઠ લખ્યા છે. તે સર્વે અમને પ્રમાણ (માન્ય) છે.
તથા પૂર્વધર અથવા અન્ય જે જે પ્રામાણિક આચાર્યોએ રચેલા ગ્રંથોના પાઠ લખ્યા છે, તે સર્વ પ્રમાણ છે.
તપાગચ્છના આચાર્યોએ જે લખ્યું છે, તે પણ પ્રમાણ છે અને અન્ય શુદ્ધ ગચ્છવાળા આચાર્યોના લેખ પણ પ્રમાણ છે.
વળી જે મતરૂપ ગચ્છ વર્તમાનમાં ચાલી રહ્યો છે, તેમના કથન જે પૂર્વાચાર્યોના લેખાનુસાર છે, તે સર્વે પ્રમાણ છે.
ખરતરગચ્છની જે સામાચારી છે, તેમાં પણ વિરુદ્ધ ન હોય તેવી વાતો અમને માન્ય છે.
તપાગચ્છમાં જે સામાચારી વિરુદ્ધ છે, તેને માનવામાં હું મધ્યસ્થ છું. અર્થાત્ હું તે સામાચારીને કરતો પણ નથી અને નિષેધ પણ કરતો નથી.
મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાનું કથન પણ મને પ્રમાણ છે. -આ પ્રમાણે મારી જિનમાર્ગની શ્રદ્ધા છે.
શ્રીધનવિજયજીએ ઉપરોક્ત પુસ્તકમાં જે પાઠો આપ્યા છે, તે સર્વે પ્રમાણ છે. તેથી તે પાઠોનો ઉત્તર લખવો આવશ્યક નથી. પરંતુ શ્રીધનવિજયજીએ જે કંઈ સ્વકપોલ કલ્પિત = સત્યાભાસ લખ્યું છે, તે સર્વે ઉન્માર્ગપોષક છે, સાથે તેને માનનારાઓ માટે દુઃખદાયી છે.
પરંતુ કોઈ આત્મા તેમના અસત્ લેખોને સત્ય માનીને ઉન્માર્ગે ન જાય, તેથી મિથ્યાલેખની સમાલોચના લખવાનો પ્રારંભ કરું છું.
(૨૦) પૃષ્ઠ-૨ ઉપર શ્રીધનવિજયજી લખે છે કે.. “દેવસિ પ્રતિક્રમણની આદિમાં અને રાઈ પ્રતિક્રમણના અંતમાં પૂર્વાચાર્યોએ સામાન્ય પ્રકારે અર્થાત્ જઘન્ય પ્રકારે તથા ચૈત્યગૃહમાં નવે પ્રકારની ચૈત્યવંદના યથાશક્તિ કરવાની કહી છે, પરંતુ પ્રતિક્રમણમાં ચાર થોયની ચૈત્યવંદના કરવી, કોઈ જૈનમતના શાસ્ત્રોમાં કહી નથી.”
-લેખકશ્રીની આ વાત મહા અસત્ય છે. કારણ કે, તેમાં લખ્યું છે કે પ્રતિક્રમણમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કોઈપણ જૈનમતના શાસ્ત્રોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org