________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
શ્રીરાજેન્દ્રસૂરિજીએ કહ્યું કે, તે પુસ્તક મારી પાસે નથી. શ્રીપ્રમોદવિજયજીએ પોતાની સાથે લઈને ગયેલા પુસ્તકને તેમની આગળ રાખ્યું અને કહ્યું કે, કૃપા કરીને તે સ્થળ બતાવો.
ત્યારે શ્રીરાજેન્દ્રસૂરિજીએ કેટલાય કલાકો સુધી તે પુસ્તક જોયું. પરંતુ પૂર્વોક્ત દીપકનો અધિકા૨ ન નીકળ્યો. તે વખતે શ્રીરાજેન્દ્રસૂરિજીએ કહ્યું કે, પુસ્તક અહીં મૂકી જાઓ, હું પાછળથી શોધી રાખીશ. શ્રીપ્રમોદવિજયજીએ પુસ્તક ત્યાં જ મૂક્યું. બીજા દિવસે બપોરે શ્રીપ્રમોદવિજયજી આદિ પુનઃ શ્રીરાજેન્દ્રસૂરિજી પાસે ગયા. અને સ્થળ બતાવવાની વિનંતી કરી. પરંતુ નવપદ પ્રકરણમાં તે સ્થળ હોય તો બતાવે ને !
૨૫૧
(૩) તે સમયે પ્રમોદવિજયજી શ્રીરાજેન્દ્રસૂરિજીને ઉત્સૂત્ર પ્રરૂપક અને મૃષાવાદી જાણીને પોતાનું પુસ્તક લઈને શેઠ દલપતભાઈના મકાનમાં આવી ગયા. પૂર્વોક્ત દીપક સંબંધી ઉત્સૂત્ર અને મૃષા પ્રરૂપણાનું પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. પરંતુ તેમને પ્રાયશ્ચિત્ત લીધું નહિ. તેથી તેમના જ્ઞાન અને મહાવ્રત મેં જાણી લીધા હતા.
પુનઃ કચ્છદેશના કોડાય ગ્રામવાસી શ્રાવક રવજી દેવરાજ અને ભૃગુકચ્છવાસી શ્રાવક અનુપચંદ મલૂકચંદજી પણ એમની (શ્રીરાજેન્દ્રસૂરિજીની) પાસે ગયા હતા. તેઓએ પણ તેમને (શ્રીરાજેન્દ્રસૂરિજીને) સમ્યવાદી ન જાણ્યા.
અમદાવાદમાં લાહોરની પોળના ઉપાશ્રયમાં રહેનારા એક સોમવિજય નામના અપઠિત સાધુને તેમણે પોતાની સાથે લઈ લીધા, ત્યારે લલ્લુભાઈ સુરચંદ છાપાવાળાએ સોમવિજયજીની બાબતે કંઈક લેખ છાપ્યો. એ વખતે તેઓએ અને તેમની પાસે જવાવાળાઓએ પ્રયોજન વિના જ મારી અને મારા ગુરુ મહારાજ શ્રીબુદ્ધિવિજયજીની ઘણી નિંદા છપાવી. તેથી દલપતભાઈએ લલ્લુ સુરચંદને છાપવાનું બંધ કરાવ્યું. ઈત્યાદિ અનેક હેતુઓથી મેં એમને (શ્રીરાજેન્દ્રસૂરિજીને) ઉત્કટ કષાયવાળા, ક્રોધી, અભિમાની, છલી, મૃષાભાષી જાણીને તેમની સાથે વાતચીત કરવાની ઉપેક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org