________________
૨૪૭
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
| ૐ નમ: સિદ્ધ I ગઈ | શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
પ્રસ્તાવના (૧) આ સાથે જણાવવાનું કે, સંવત્ ૧૯૪૧ માં હું ચાતુર્માસ કરવા માટે અમદાવાદ શહેરમાં શેઠ દલપતભાઈના મકાનમાં રહ્યો હતો. તે સમયે વડોદરાથી મને એવા સમાચાર મળ્યા કે, શ્રી રાજેન્દ્રસૂરિજી નામના એક સાધુ કેટલાક શિષ્યોની સાથે અહીં આવે છે અને તેઓ કહે છે કે, હું આત્મરામજીની સાથે મુલાકાત કરવા અને ચર્ચા કરવા માટે અમદાવાદ જાઉં છું, ત્યારે મેં આ વાત સાંભળીને કહ્યું કે સારી વાત છે.
જયારે તે અમદાવાદમાં આવ્યા ત્યારે તેમને કોઈ પુરુષે પૂછ્યું કે, અમે સાંભળ્યું છે કે તમે શ્રી આત્મારામજી મહારાજની મુલાકાત કરવા અને ચર્ચા કરવા માટે પર્ધાયા છો, ત્યારે શ્રી રાજેન્દ્રસૂરિજીએ કહ્યું કે અમે નથી જાણતા કે શ્રી આત્મારામજી કોણ છે? ત્યારે તે પુરુષે અમને કહ્યું કે, તેઓ તો આ રીતે કહે છે, ત્યારે અમે આ વાત સાંભળીને મૌન રહ્યા.
કેટલાક દિવસો બાદ શ્રી રાજેન્દ્રસૂરિજીએ આ પ્રમાણે પ્રરૂપણા કરી કે, દીપકના પ્રકાશમાં રાત્રિના સમયે સાધુઓને શાસ્ત્રો વાંચવા ચાલે છે-માન્ય છે. આ સાંભળીને મેં વિચાર કર્યો કે, મેં તો એમને ત્યાગી મહાવ્રત પાળવાવાળા તરીકે સાંભળ્યા હતાં. તો પછી આ પ્રરૂપણા તેમણે કયા કારણસર કરી હશે ? શું અમદાવાદના સાધુઓના મનોરંજન માટે તો આ પ્રરૂપણા કરી નથી ને ? કારણ કે, અમદાવાદના કેટલાક સાધુઓના ઉપાશ્રયમાં નિત્ય દીપક બળતો હોય છે.
ત્યારે કેટલાક શ્રાવકો કહેવા લાગ્યા કે, મારવાડ દેશમાં તે પોતાની શ્રાવિકાઓને દીપકના પ્રકાશમાં રાત્રી સમયે ભણાવે છે, તે માટે તેઓ આવા પ્રકારની પ્રરૂપણા કરે છે.
એક ગટ્ટાલાલ શ્રાવકે કહ્યું કે, માલવ દેશમાં તેઓએ પ્રતિમાજીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org