________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
ર૩૫
કેવી રીતે ભય લાગે? જે અન્યાયમાં આનંદ માને તેને ન્યાયવચન કેવી રીતે પ્રિય લાગે?
(૭૮) પાક્ષિક સૂત્રનો પાઠઃ
सुअ देवया भगवई, नाणवरणीयकम्मसंघायं ।
तेसिं खवेउं सययं, जेसिं सुअसायरे भत्ती ॥१॥ व्याख्या :- सूत्रपरिसमाप्तौ श्रुतदेवतां विज्ञापयितुमाह सुअ.
श्रुतदेवता संभवति च श्रुताधिष्ठातृदेवतां भगवती पूज्या ज्ञानावरणीकर्मसंघातं ज्ञाननकर्मनिवहं तेषां प्राणिनां क्षपयतु क्षयं नयतु । सततं येषां श्रुतमेवातिगंभीरतया अतिशयरलप्रचुरतया च सागरस्तस्मिन् भक्ति बहुमाना विनयश्च समस्तीति गम्यते ।
ભાવાર્થ:- (પાક્ષિક) સૂત્રની સમાપ્તિમાં શ્રુતદેવીને “લુઝ૦” ઈત્યાદિ દ્વારા વિજ્ઞાપના (વિજ્ઞપ્તિ) કરે છે. શ્રુતદેવતા શ્રુતની અધિષ્ઠાત્રી દેવી ભગવતી કે જે પૂજવા યોગ્ય છે. તેને વિનંતી કરીએ છીએ કે જ્ઞાનાવરણીય કર્મના સમુહને હે શ્રુતદેવી ! તું નિરંતર ક્ષય કરી દે. જે પુરુષોને ભગવંતભાષિત મૃતસાગરના વિશે બહુમાન છે. તે પુરુષોના જ્ઞાનાવરણીયકર્મોના સમૂહનો નાશ કરે છે.
ઉપરોક્ત પાઠમાં જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કરવા માટે શ્રુતદેવીને વિનંતી કરે છે.
આથી જે કોઈ શ્રુતદેવીના કાયોત્સર્ગ અને તેમની થાયનો નિષેધ કરે છે, તે જિનમતના જ્ઞાનરૂપ ચક્ષુઓથી રહિત છે, એમ જાણવું પરંતુ ભોળા લોકોની આગળ એમ ન કહેવું કે આ અમારી નિંદા છે? પરંતુ પોતાના હૃદયમાં કંઈક વિચાર કરીને મુખથી કથન કરાય તો સર્વરીતે સુખદાયી થશે. જેનાથી તમને ઘણો લાભ થશે. ઉલટા પાસા તમારાથી પડી ગયા છે, તેને સુલટા કરાવાનું કામ તમારા હાથથી જ થાય તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org