________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
કાયોત્સર્ગ કરવો જોઈએ. કોણે કરવો જોઈએ ? ધાર્મિકજનોએ કરવો જોઈએ. અહીં અભિપ્રાય એ છે કે જો કોઈ મોક્ષ માટે તે દેવતાઓની પૂજાદિ કરે તો તે અયુક્ત છે. પરંતુ વિઘ્નનિવારણાદિના નિમિત્તે કરે તો કંઇપણ અયોગ્ય નથી. ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી પૂજા કાયોત્સર્ગ કરવો યુક્ત જ છે.
‘f7’ શબ્દ અમ્યુચ્ચયાર્થક છે.
અભ્યુચ્ચય શેષ કહેવા યોગ્ય જે રહે છે, તે જ કહે છે: “મિત્તમુળ” ઇત્યાદિ ગાથા ૧૦૦૫ની વ્યાખ્યા. મિથ્યાત્વગુણ સહિત પ્રથમ ગુણસ્થાનકમાં વર્તનારા જે રાજાઓ છે, તેમની જે નમસ્કારાદિ પૂજા કરે છે. તે તો આ લોકના પ્રયોજનથી કરે છે. પરંતુ સમ્યક્ત્વસહિત સમ્યગ્દષ્ટ બ્રહ્મશાંત્યાદિ દેવતાઓની પૂજા, નમસ્કાર, કાયોત્સર્ગાદિ જે કરાય છે, તે કોઇ મૂઢ અજ્ઞાન લોકો કરતા નથી, આ પ્રમાણે ગાથાર્થ છે. અજ્ઞાની લોકો કરતા
ell. fa mene: 11
૨૧૧
(૬૯) હવે આ જીવાનુશાસન ગ્રંથના લેખોને-પાઠોને જો કોઇ હઠાગ્રહી, અનંતસંસારી, મિથ્યાદૅષ્ટિ દુર્લભબોધિ જીવ ન માને તો તેને જૈનસંપ્રદાયવાળા કઇરીતે જૈન કહે ? જો કોઇ પોતાના મુખથી પોતાને જૈન તરીકે જાહેર કરે, તેનાથી શું તે જૈન બની જાય ! શ્રીવીતરાગના વચનો ઉપરની શ્રદ્ધા વિના જૈન બની શકાતું નથી.
પૂર્વપક્ષીનો પ્રશ્ન :- અમે શ્રીરત્નવિજયજી-ધનવિજયજીના મુખથી એવું સાંભળ્યું છે કે-અમે તો સિદ્ધાંતોની પંચાંગી માનીએ છીએ. પરંતુ અન્ય પ્રકરણાદિ કંઇ પણ માનતા નથી.
ઉત્તરપક્ષ :- તેઓની આ માન્યતા અણસમજણના ઘરની નથી. કારણકે શ્રીઅભયદેવસૂરિજીએ શ્રીસ્થાનાંગસૂત્રની ટીકામાં શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ સાત અંગ કહ્યા છે. ૧. સૂત્ર, ૨ નિર્યુક્તિ, ૩ ભાષ્ય, ૪ ચૂર્ણિ, ૫ વૃત્તિ, ૬ પરંપરા, ૭ અનુભવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org