________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧૩૩ સર્વત્ર યોગ્યતા જ પ્રમાણ છે. પરંતુ વિચારણા કરવામાં અસમર્થ નિયતિવાદિઓની જેમ અમે એકાંતવાદિ નથી. પરંતુ સર્વનયાત્મક સ્યાદ્વાદવાદી છીએ. “સામગ્રી જ જનક છે.” આ વચનના પ્રમાણથી જાણવું તે અમે બતાવીએ છીએ.
જેમ ઘટની નિષ્પત્તિમાં માટીમાં યોગ્યતા પણ છે, તો પણ કુંભાર, ચક્ર, ચીવર, દોરા, દંડાદિ પણ સહકારી કારણ હોય ત્યારે જ ઘટ બને છે. તે જ રીતે અહીં પણ જો કે જીવમાં યોગ્યતા હોવા છતાં પણ તે તે પ્રકારના વિક્નોના સમૂહના નિરાકરણ દ્વારા મેતાર્યમુનિના પૂર્વભવના મિત્રદેવતાની જેમ દેવતા પણ સમાધિ અને બોધિ આપવામાં સમર્થ છે. આ કારણથી તેઓની પ્રાર્થના બલવતી છે. પૂર્વપક્ષ :- દેવતાઓના વિશે પ્રાર્થના બહુમાન આદિ કરવામાં તમારું સમ્યત્વ મલિન નહિ બને? ઉત્તરપક્ષ - તે દેવતાઓ મોક્ષ આપે છે, તેથી અમે તેમને પ્રાર્થના બહુમાન કરતા નથી. પરંતુ ધર્મધ્યાનમાં આવતા અંતરાયનું નિરાકરણ કરે છે. અર્થાત્ ધર્મધ્યાન કરતી વેળાએ ક્યારેક અંતરાય-વિઘ્ન આવી પડે તો તે વિનોનું નિવારણ કરે, તે હેતુથી પ્રાર્થના કરીએ છીએ. તથા પૂર્વશ્રુતધરો દ્વારા આચરણ કરાયેલ હોવાથી આગમે કહેલ હોવાથી દેવતાની પ્રાર્થના કરવામાં કોઇપણ દોષ નથી.
આવશ્યક ચૂર્ણિમાં શ્રીવજસ્વામિના ચરિત્રમાં કહ્યું છે કે ત્યાં નિકટ અન્ય પર્વત હતો, ત્યાં જઈને દેવતાનો કાયોત્સર્ગ કર્યો. તે દેવી જાગ્રત થઈ અને કહેવા લાગી કે મારા ઉપર મોટો અનુગ્રહ કર્યો. એવું કહીને આજ્ઞા આપી.
તથા આવશ્યક કાયોત્સર્ગ નિર્યુક્તિમાં પણ કહ્યું છે કે.. ચાતુર્માસી સાંવત્સરિક પ્રતિક્રમણમાં ક્ષેત્રદેવતાના કાયોત્સર્ગ કરવો અને પાક્ષિક પ્રતિક્રમણમાં ભવનદેવતાનો કાયોત્સર્ગ કરવો. કોઇક ચાતુર્માસીમાં પણ ભવનદેવતાનો કાયોત્સર્ગ કરે છે.
બૃહદ્ભાષ્યમાં પણ કહ્યું છે કે.. કાયોત્સર્ગ પાળીને અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org