________________
૧૩૧
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
बृहद्भाष्येपि पारिअ काउस्सग्गो परिमिट्ठीणं च कयनमुक्कारो ।
वेयावच्चगराणं दिज्ज थुइ जक्खपमुहाणं ॥ १४४४ प्रकरण कृत श्रीहरिभद्रसूरयोऽप्याहुः ललितविस्तरायां चतुर्थी स्तुति वैयावच्चगराणमिति ॥ तदेवं प्रार्थनाकरणेऽपि न काचिदयुक्तिरिति सप्तचत्वाशगाथार्थः ॥४७॥
(૪૨) ભાવાર્થ:- શ્રીઅરિહંત પરમાત્માના પક્ષપાતિ જે સમ્યગૃષ્ટિ દેવતા અને દેવી છે. તે ધરણેન્દ્ર અંબિકાદિ, યક્ષ આદિ દેવ-દેવીઓ અમને સમાધિ અર્થાત્ ચિત્તની સ્વસ્થતા આપો. કારણ કે સમાધિ જ સર્વધર્મોનુ મૂલ છે. જેમ શાખાઓનું મૂલ સ્કંધ, ફલનું મૂલ પુષ્પ, અંકૂરાનું મૂલ બીજ (યાવત સમગ્ર વૃક્ષના અંગોનું મૂલ બીજ છે. તેમ સર્વધર્મોનું મૂલ સમાધિ છે. કારણ કે) ચિત્તની સ્વસ્થતા વિના વિશિષ્ટ અનુષ્ટાન પણ પ્રાયઃ કષ્ટરૂપ બને છે. તે વૈધુર્યતાનો (ચિત્તની અસ્વસ્થતા-શોકાવસ્થા) નિરોધ કરવા તે સમાધિ કહેવાય છે. તે વૈધુર્યતાનું કારણ જે ઉપસર્ગ છે, તેનું નિવારણ કરવાથી વૈધર્યતાનું નિવારણ થાય છે. તેથી ઉપસર્ગનું નિવારણ કરવા માટે પ્રાર્થના છે.
પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિ થવી તે બોધિ છે. તે બોધિપ્રાપ્તિની માટે પ્રાર્થના છે. કહ્યું પણ છે કે “આવતા ભવમાં શ્રાવકના ઘરમાં જ્ઞાન-દર્શનથી સંયુક્ત દાસ થાઉં તો પણ સારું પરંતુ મિથ્યામતિવાળા ચક્રવર્તી રાજાના ત્યાં નહીં.”
અહીં કોઈક પ્રશ્ન કરે કે, તે દેવ સમાધિ કે બોધિ આપવા માટે સમર્થ છે કે નહિ? જો એમ કહેશો કે અસમર્થ છે, તો તેમને કરાતી પ્રાર્થના વ્યર્થ છે અને જો એમ કહેશો કે સમર્થ છે, તો દૂર્ભવ્ય અને અભવ્યોને કેમ સમાધિ આપતા નથી? જો એમ કહેશો કે તે દેવો યોગ્ય જીવોને જ સમાધિ બોધિ આપે છે, તો પછી, યોગ્યતા જ પ્રમાણભૂત થઈ તો બકરીના ગલમાં લટકતી નિરર્થક ચામડીની જેમ નિરુપયોગી તે દેવતાઓની કલ્પના કરવાથી શું ફલ છે?
શ્નોતરું (હવે ઉપરના પ્રશ્નોનો જવાબ આપે છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org