________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ એની ચૂર્ણિમાં કહ્યું છે કે..
વિરતિને અંગીકાર કરવાના સમયે ચૈત્યવંદનાદિ ઉપચારને અર્થાત્ ચૈત્યવંદનામાં સમ્યષ્ટિ દેવતાનો કાયોત્સર્ગ કરવો અને થોયને કહેવારૂપ ઉપચાર કરવાથી અવશ્યમેવ યથા સંનિહિત દેવતા નિકટ થાય છે. તેથી ‘લેવવિસ્વયં’ એવો પાઠ કહેવાય છે. અહીં આ ભાવાર્થ છે.
પૂ.ગણધર ભગંવતોએ પ્રથમ દૃઢતાને માટે પાંચની સાક્ષીથી ધર્માનુષ્ઠાનનું પ્રતિપાદન કર્યું છે. લોકમાં પણ દૃઢ વ્યવહાર પંચની સાક્ષીથી કરાયેલો જોવા મળે છે.
૧૨૩
પાક્ષિકસૂત્રમાં દેવતાની પણ સાક્ષી કહી છે. તે દેવતા જે ચૈત્યવંદનાદિના ઉપચારથી નિકટ થયા છે. તે દેવતા સાક્ષીપણું અંગીકાર કરે છે. કારણ કે ચૈત્યવંદનામાં તે દેવતાઓના કાયોત્સર્ગ કરવો અને તેમની થોય કહેવી, આ ઉપચાર કરાય છે. ત્યાં અન્ય કોઇ ઉપચાર સંભવિત નથી. અને અમે અન્ય કોઇ સાંભળ્યું પણ નથી.
તેથી સિદ્ધ થાય છે કે ચૈત્યવંદનામાં સમ્યક્દષ્ટિ દેવતાનો કાયોત્સર્ગ ક૨વો અને તેમની થોય સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ અવશ્યમેવ કહેવી જોઈએ. અન્યથા અન્ય ઉપચાર તો તેમનો કોઇ છે જ નહિં. તેથી તેમની સાક્ષી હોવી પણ સિદ્ધ થઈ શકે નહિં.
ચૂર્ણિકા૨ે તેવા જ પ્રકારનું (ઉપર જણાવ્યા પ્રમાણેનું) વ્યાખ્યાન કરેલું હોવાથી નિશ્ચય કરાય છે. તે પાઠ આ છે... ‘વેવસનિશ્વયં’ કૃતિ સૂત્રપ્રામાëાત્ ॥ (૩૯) તથા પૃષ્ઠ ૩૦૪ નો પાઠ –
तथा प्रवचनसुराः सम्यग्दृष्टयो देवास्तेषां स्मरणार्थं वैयावृत्यकरेत्यादि विशेषणद्वारेणोपबृंहणार्थं क्षुद्रोपद्रवविद्रावणादिकृते तत्तद्गुणप्रशंसया प्रोत्साहनार्थमित्यर्थः । यद्वा तत्कर्त्तव्यानां वैयावृत्त्यादीनां प्रमादादिना श्लथीभूतानां प्रवृत्त्यर्थमश्लथीभूतानतु स्थैर्याय च स्मरणात् ज्ञापनात् तदर्थं सारणार्थं वा प्रवचनप्रभावनादौ हितकार्ये प्रेरणार्थक उत्सर्गः कायोत्सर्गः चरम इति शेषः इत्येतानि निमित्तानि प्रयोजनानि फलानीनि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org