SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ સંસ્કૃતિની પરંપરા હતા. તેમને કાગણીવર્મા પણ કહે છે. તે જૈનાચાર્ય સિંહન્દીના શિષ્ય હતા એમના સમયમાં જૈનધર્મ રાજધર્મ બની ગયો હતો. આ વંશને દુર્વિનીત રાજા પ્રસિદ્ધ વિયાકરણ જૈનાચાર્ય પૂજ્યપાદને શિષ્ય હતો. એક બીજા રાજા મારસિંહે અનેક રાજાઓ ઉપર વિજય પ્રાપ્ત કરીને એશ્વર્ય પૂર્વક રાજ્ય કરીને અંતમાં ભિક્ષુપદ ગ્રહણ કર્યું હતું. જૈનાચાર્ય અજિતસેનના પાદમૂલમાં સમાધિ મરણ– પૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું. શિલાલેખના આધાર પ્રમાણે તેમનું મૃત્યુ ઈ. સ. ૯૬પમાં થયું. આ વંશની મહિલાઓ પણ જિનેન્દ્રદેવની મહાન ઉપાસિકાએ હતી. રાજા મારસિંહ બીજાના સુયોગ્ય મંત્રી ચામુડરાય હતા. મારસિંહના પુત્ર રાજમલ્લના તે પ્રધાન મંત્રી અને સેનાપતિ થયા. તે દઢ જૈન ધર્મનુયાયી હતા. સિદ્ધાંત ચક્રવર્તી નેમિચન્દ્ર ચામુડરાયના ધર્મગુરુ હતા. કનડી ભાષામાં લખાયેલું “ત્રિષષ્ઠિ લક્ષણ” મહાપુરાણ તેમની પ્રસિદ્ધ રચના છે. આ જ ચામુડરાયે શ્રમણ બેલગેલામાં બાહુબલી સ્વામીની ભવ્ય તેમજ વિશાળ મૂર્તિ એક પહાડમાંથી કતરાવી છે. ૫૬ ફૂટ ઊંચી એ મૂર્તિ ભારત વર્ષની જેવાલાયક વસ્તુઓમાં અન્યતમ છે. રાજા શિવકેટિ : દક્ષિણ ભારતમાં કચીના રાજા શિવકેટિએ પ્રસિદ્ધ આચાર્ય સમંતભદ્રના ઉપદેશથી જૈનધર્મ અંગીકાર કર્યો અને તેના પ્રચારમાં સારો ફાળે આયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy