SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ સંસ્કૃતિની પરપરા ૬૭ જ્યારે આપણે વિક્રમની પહેલી સહસ્રાબ્દી પર દૃષ્ટિ ફેંકીએ છીએ તે આપણને જેએએ સાહિત્યના વિવિધ ગ્રંથૈાને પુષ્ટ કરવામાં પ્રશસનીય પ્રયાસ કર્યો હેાય એવી અનેક વિભૂતિઓનાં એકાએક દન થાય છે. દેવધગણી ક્ષમાશ્રમણ, જિનભદ્રગણી ક્ષમાશ્રમણ, અભયદેવ, હરિભદ્ર શીલાંક, ધનેશ્વરસૂરિ, કાલિકાચાય, જિનદાસ મહત્તર આદિ અને ખીજી સહસ્રાબ્દીના કલિકાલસર્વજ્ઞ હેમચ`દ્રાચાય, વાદી દેવસૂરિ, યશેાવિજય આદિતે આચર્ચા છે કે જેઓએ ધાર્મિક, રાજનૈતિક, સાહિત્યિક તથા આધ્યાત્મિક વિચારોથી દેશને સપન્ન મનાવ્યા છે બીજી માજી આચાય ગણધર ભૂતવલી, પુષ્પદંત, કુન્દકુન્દ, પૂજ્યપાદ, પાત્રકેસરી, અકલંક, વિદ્યાની, સિદ્ધાંત ચક્રવર્તી, નૈમિચદ્ર, જિનસેન, અનન્તવી, પ્રભાચંદ્ર વગેરે પણ છે કે જેઓએ દક્ષિણ અને ઉત્તરને પેાતાની પ્રતિભાથી પ્રભાવિત કર્યાં છે. ભારતના નિર્માણમાં જૈન આચાર્યના ફાળે જો કે મુખ્યત્વે કરીને આધ્યાત્મિક રહ્યો છે, તેા પણ ગુજરાતનું સામ્રાજ્ય, કુમારપાળને અહિંસાની દીક્ષા તથા દક્ષિણમાં વિજયનગરની રાજ્યવ્યવસ્થામાં અહિંસાની પ્રતિષ્ઠા, તથા બિહાર અને મથુરા પ્રદેશેામાં અહિંસક વાતાવરણ ઉત્પન્ન કરવામાં પણ આ જ આચાર્યાના ફાળેા રહ્યો છે. જ્યાં સુધી ભારતવર્ષમાં અહિંસા તથા જીવદયા, નિરામિષ ભેાજન, દુર્વ્યસને પ્રત્યે ધૃણા, મદ્યપાન તથા ચારિત્ર્યક નિ ળતાની વિરુદ્ધ જે સામુદાયિક ભાવના જોવામાં આવે છે, તેની પાછળ જૈનાચાર્યના પ્રખળ હાથ રહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy