________________
૧૪
ધર્મ અને સંસ્કૃતિ વર્ણ, અને લિંગના ભેદને વચ્ચે લાવીને દ્વતની, ભેદભાવની ભીતે ઊભી કરવા લેશમાત્ર પણ ઈચ્છતા ન હતા.
" જન પરંપરાની દૃષ્ટિથી વિચાર કરીએ તે તેમાં પણ સામ્યભાવને સાધનાનો પ્રાણ કહ્યો છે. તેના વિના આધ્યાત્મિક વિકાસ તેમજ પૂર્ણ શાંતિ પ્રાપ્ત થવી માત્ર કઠણ જ નહિ પણ અસંભવ પણ છે. સાધનાના અરુણોદયથી માંડીને તેની પરિપૂર્ણતા સુધી સાધક જે સાધના કરે છે, તે સામ્યભાવના વિકાસ સિવાય બીજુ કંઈ નથી. સાધનાના પ્રથમ પગથિયા પર પગલું માંડનાર સાધક–જેને જૈન પરિભાષામાં સમ્યક્રષ્ટિ યા સમ્યકત્વી કહે છે–તેના મનમાં તત્ત્વ અને પદાર્થોના યથાર્થ સ્વરૂપને સમજવાની અભિરુચિ, દેવ, ગુરુ તથા ધર્મ પર શ્રદ્ધા રાખવાની સાથે સાથે એ વિશ્વાસ બેસી જાય છે કે જગતના બધા જ મારા જેવા જ છે, કોઈ પણ દેશ, પ્રાંત, જાતિ, વર્ણ, રંગ તથા પંથમાં જન્મ લેનાર મનુષ્ય અને મારા આત્મામાં કોઈ ફરક નથી. અને ફકત મનુષ્ય જ શા માટે ? આત્મસ્વરૂપની દષ્ટિથી જગતના બધા જ એક સરખા છે. બધા જ સુખભિલાસી છે. કેઈપણ પ્રાણું મરવા ઈચ્છતું નથી. વેદના અને દુઃખ પણ ઈચ્છતું નથી. એટલા માટે ભગવાન મહાવીરની આ સ્પષ્ટ ઘેાષણ આંજે પણ પ્રત્યેક મનુષ્યના કાનમાં ગુંજારવ કરી પોતાના વ્યક્તિગત, કૌટુંબિક, સાંપ્ર. દાયિક સ્વાર્થોના નશામાં સામ્યભાવ તથા વિશ્વબંધુત્વની ભાવનાને ભૂલેલા માનવને હલબલાવીને જગાડી રહી છે.
બધાં પ્રાણીઓને જીવન પ્રિય છે. મૃત્યુના મુખમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org